________________
૨૩૮
ઢાળ-૫ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ भेदनी कल्पना ग्रहतो छठ्ठो अशुद्ध द्रव्यार्थिक जाणवो. जिम ज्ञानादिक शुद्धगुण आत्माना बोलिई. इहां षष्ठी विभक्ति भेद कहिइ छइ. "भिक्षोः पात्रम्" इतिवत्, अनइं भेद तो गुण-गुणिनई छइ नहीं. भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिकः षष्ठः ॥५-१५ ॥
આ નયનું કહેવું છે કે જ્ઞાન અને આત્મા, રૂપાદિક અને પુગલ, આમ ગુણગુણી વચ્ચે જો અભેદ જ માનવામાં આવે તો “જ્ઞાનવાળો આત્મા” “રૂપ-રસાદિવાળું પુદ્ગલ” આત્માનું જ્ઞાન” “પુગલના રૂપરસાદિગુણો” તથા આત્મામાં જ્ઞાનાદિગુણ છે. પુદ્ગલ દ્રવ્યમાં રૂપાદિગુણો છે. આવા આવા જે જે ભેદસૂચક વ્યવહારો જગતમાં થાય છે. તે સર્વે વ્યવહારો ખોટા (મિથ્યા) ઠરશે. અને આવા વ્યવહારો જગત્સિદ્ધ હોવાથી માન્યા વિના પણ ચાલે નહીં. તેથી આ દ્રવ્યાર્થિકનયને આ ભેદપ્રધાનવચનો મને કમને પણ સ્વીકારવાં પડે છે. માટે ભેદપ્રધાન વચનોની કલ્પનાને ગ્રહણ કરતો આ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો છઠ્ઠો ભેદ જાણવો. જેમ કે “જ્ઞાનાદિક શુદ્ધ ગુણો આત્માના છે” આમ બોલીએ તે. આ દ્રવ્યાર્થિકનય હોવાથી અભેદને તો માન્ય રાખે જ છે. પરંતુ ભેદને પણ સ્વીકારતો છતો આ છઠ્ઠો ભેદ થાય છે.
સંસ્કૃત ભાષામાં જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. ત્યાં ત્યાં ભેદની વિવેક્ષા હોય છે. જેમ કે- “સાધુનું પાત્ર” અહીં સાધુ અને પાત્ર આ બન્ને વસ્તુ અત્યન્ત
જુદી છે. તેવી જ રીતે “મારૂં વસ્ત્ર” “તારુ વાસણ” “તેનો ઘટ” ઈત્યાદિ વાક્યોમાં ભિન્ન દ્રવ્યોમાં જેવો ભેદનો બોધ થાય છે. તેની જેવો ભેદ તો ગુણગુણીમાં હોતો નથી. તથા પર્યાય-પર્યાયવાનમાં પણ તેવો ભેદ હોતો નથી. છતાં વિવક્ષાથી ભેદ બોલાય છે. જેમ કે “ચૈત્રનું જ્ઞાન” “સોનાનું કડુ” “માટીનો ઘડો” આ ઉદાહરણોમાં સાધુ અને પાત્ર જેમ બને ભિન્ન ભિન્ન પદાર્થો છે તેમ જીવ અને જ્ઞાન, સોનું અને કડુ તથા માટી અને ઘટ (તેના જેવા) અત્યન્ત ભિન્ન પદાર્થો નથી. છતાં વિવક્ષામાત્રથી ભેદની કલ્પના કરવામાં આવે છે. “સાધુનુ પાત્ર” ઇત્યાદિ વાક્યોમાં ભેદની પ્રધાનતા છે. સ્વસ્વામીસંબંધથી થનારા અભેદની ગૌણતા છે. જ્યારે “જીવનું જ્ઞાન” “સોનાનું કડું” ઇત્યાદિ વાક્યોમાં ભેદ વિવક્ષાએ જણાય છે. કારણકે આ બધાં ઉદાહરણો ગુણ-ગુણીનાં અને પર્યાય-પર્યાયવાનનાં છે. તેથી અહીં બે દ્રવ્ય જેવો ભેદ નથી. પરંતુ ભેદ અવશ્ય જણાય છે તેથી દ્રવ્યાર્થિકનયનો આ છઠ્ઠો ભેદ “ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકન” લાગુ પડે છે. આ નય દ્રવ્યાર્થિક હોવા છતાં પણ પર્યાયાર્થિકનયના વિષયને જણાવે છે. તેથી તે નય અશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ અશુદ્ધ અને ત્રણ શુદ્ધ એમ કુલ ૬ ભેદો દ્રવ્યાર્થિકનયના સમજાવ્યા. // ૬૯ //