SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૫ : ગાથા-૧૬ ૨૩૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અન્વય દ્રવ્યાર્થિક કવિઓ, સપ્તમ એક સ્વભાવો રે દ્રવ્ય એક જિમ ભાખિઈ. ગુણપર્યાયસ્વભાવો રે || જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ / પ-૧૬ | ગાથાર્થ– દરેક દ્રવ્યો એકસ્વભાવવાળાં છે. એટલે ગુણપર્યાયના સ્વભાવવાળાં છે. આમ આ “અન્વયદ્રવ્યાર્થિકન” કહેવાય છે. જે પ-૧૬ || ટબો- સાતમો અન્વય દ્રવ્યાર્થિક કહિઓ. જે એકસ્વભાવ બોલાઈ. જિમ એક જ દ્રવ્ય, ગુણપર્યાય સ્વભાવ કહિઈ.ગુણ-પર્યાયનઇ વિષયઇ દ્રવ્યનો અન્વય છઇમત વ દ્રવ્ય જાણિ, દ્રવ્યાથદશઠં “તદનુગત સર્વ ગુણ પર્યાય જાણ્યા” કહિછે. જિમ સામાન્ય પ્રયાસત્તિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી” કહઈ, તિમ ઈહાં જાણવું. અન્વય દ્રવ્યાર્થિક નયઃ સપ્તમઃ || ૫-૧૦ || વિવેચન- દ્રવ્યાર્થિકનયના કુલ ૧૦ ભેદો છે. તે પૈકી ૩ શુદ્ધ અને ૩ અશુદ્ધ એમ ૬ ભેદો કહીને હવે સાતમો “અન્વય દ્રવ્યાર્થિક નય” સમજાવે છે. सातमो अन्वयद्रव्यार्थिकनय कहिओ. जे एक स्वभाव बोलइ, जिम एक ज द्रव्य, गुणपर्यायस्वभाव कहिइं, गुणपर्यायनइं विषयई द्रव्यनो अन्वय छइ, अत एव द्रव्य जाणिं, द्रव्यार्थादेशइं "तदनुगत सर्वगुण पर्याय जाण्या" कहिइं. जिम सामान्य प्रत्त्यासत्ति परवादी "सर्व व्यक्ति जाणी" कहइ, तिम इहां जाणवं. अन्वयद्रव्यार्थिक ના: સમ: | -૬ | હવે સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય કહે છે. સર્વે દ્રવ્યો પોતાના નિયત એવા “એક સ્વભાવવાળાં” જ છે. દરેક દ્રવ્યોનો શું નિયત એક સ્વભાવ છે ? તો જણાવે છે કે દરેક દ્રવ્યમાં “ગુણ-પર્યાયોનું હોવું. એટલે કે ગુણ-પર્યાયવાળાપણું” અર્થાત્ પ્રતિસમયે જ્ઞાનાદિગુણોની ક્ષયોપશમને અનુસાર હાનિ-વૃદ્ધિ થવા છતાં તે ગુણોમાં, અને ઔદયિકભાવને અનુસારે પર્યાયો પલટાવા છતાં પણ તે પર્યાયોમાં દ્રવ્યનું હોવું, દ્રવ્યનું વર્તવું, દ્રવ્યનો અન્વય હોવો. તે આ નયનો વિષય છે. જેમ મણકાઓ બદલાય, પણ તેમાં માળા તેની તે જ રહે છે. તેમ બદલાતા પર્યાયોમાં દ્રવ્યનો જે અન્વય છે (દ્રવ્યનું હોવાપણું જે છે.) તેને જે જણાવે તે અન્વયંદ્રવ્યાર્થિકનય જાણવો. દ્રવ્યનો આ જ એકસ્વભાવ છે કે હાનિ-વૃદ્ધિ પણે બદલાતા ગુણોમાં અને ઔદયિકભાવે બદલાતા પર્યાયોમાં તેનું તે જ એક દ્રવ્ય વર્તે છે. આમ ગુણ-પર્યાયમય
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy