________________
ઢાળ-૫ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૩૭ ગૌણપણે પણ ન સ્વીકારે તો તે નય, નય જ નથી રહેતો, પરંતુ દુર્નય બની જાય છે. પ્રમાણ-ના-દુર્નય આ ત્રણેમાં આ જ ભેદ સમજવા જેવો છે.
પ્રમFસર્વ ધર્મોને પ્રધાનપણે ગ્રહણ કરે. ગૌણ-મુખ્યભાવ ન કરે.
અમુક ધર્મને મુખ્ય, અને અમુક ધર્મને ગૌણ, આમ ગૌણમુખ્યભાવ કરે. ટુર્નઅમુક ધર્મને જ સ્વીકારે, ઈતર ધર્મોનો નિષેધ જ કરે. પક્ષપાતી દૃષ્ટિ.
પ્રમાણવચન જેમ સર્વ ધર્મોને પ્રધાનપણે પ્રકાશિત કરીને સપ્તભંગી દ્વારા વસ્તુનું પૂર્ણ સ્વરૂપ પ્રકાશિત કરે છે. તેવી જ રીતે નયવચન પણ પોત-પોતાના મુખ્યપણે માનેલા અર્થને મુખ્યપણે ગ્રહણ કરવા દ્વારા અને શેષ ભાવોને ગૌણપણે જણાવવા દ્વારા આમ મુખ્યામુખ્યપણે કરીને સર્વ ભાવોને આશ્રયી સપ્તભંગી બતાવવા દ્વારા વસ્તુના પૂર્ણ સ્વરૂપને (એકસ્વરૂપ મુખ્ય અને બીજુ સ્વરૂપ ગૌણ એમ પૂર્ણ સ્વરૂપને) જણાવવાનો વ્યાપાર કરે જ છે. પર્યાયાર્થિકનયનો જે વિષય છે. તે વિષયને દ્રવ્યાર્થિકનય જો ગૌણપણે પણ માન્ય રાખે તો જ તે નય સુનયપણાને પામે છે. / ૬૮ || ગહત ભેદની કલ્પના, છઠ્ઠો તેહ અશુદ્ધો રે | જિમ આતમના બોલિઇ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે ||
જ્ઞાનદેષ્ટિ જગિ દેખિઈ / પ-૧૫ | ગાથાર્થ– ભેદની કલ્પનાને ગ્રહણ કરનારો અશુદ્ધ એવો છઠ્ઠો ભેદ જાણવો. જેમ શુદ્ધ એવા જ્ઞાનાદિક ગુણો આત્માના છે. આમ બોલવું તે. || ૫-૧૫ ||
ટબો- ભેદની કલ્પના ગ્રહતો છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણવો. જિમ જ્ઞાનાદિક શુદ્ધગુણ આત્માના બોલિઈ. ઈહાં ષષ્ઠી વિભક્તિ ભેદ કહિઈ છઈ. “fમક્ષો: પાત્ર” તિવ, અનઇં ભેદ તો ગુણ-ગુણિનઇ છઈ નહીં, મે ન્યનાસાપેક્ષાદ્રિવ્યfઈ: પષ્ટઃ # -૨ /
વિવેચન દ્રવ્યાર્થિકનયનો હવે છઠ્ઠો ભેદ કહે છે. આ ભેદ ત્રીજા ભેદથી વિપરીત છે. ત્રીજા ભેદમાં ભેદને ગૌણપણે અને અભેદને પ્રધાનપણે માન્ય રાખવામાં આવ્યો હતો, આ છઠ્ઠા ભેદમાં અભેદને ગૌણ કરીને ભેદને પ્રધાનપણે કલ્પવામાં આવે છે. તે વાત જણાવે છે.