________________
ઢાળ-૫ : ગાથા-૧૪
૨૩૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. એટલે આ દ્રવ્યાર્થિકનયને પણ “હા છે” એમ કહીને આ ઉત્પાદ-વ્યયને સ્વીકારવા જ પડે છે. પરંતુ પોતાની દૃષ્ટિ દ્રવ્ય પ્રધાન હોવાથી આ જે સ્વીકારવું પડે છે તે ગણપણે સ્વીકારે છે જેમ પોતાની માતા મૃત્યુ પામ્યા પછી પોતાના પિતા બીજીવાર લગ્ન કરે તો તે નવી આવેલી પોતાના પિતાની પત્નીને બાળક માતા જ કહે છે પરંતુ જન્મદાતા માતાની જેવી વાત્સલ્યભરવૃત્તિથી નહીં. એટલે જન્મદાતા માતાને માતા કહેવી તે મુખ્ય છે. અને પિતાનાં બીજી વારના લગ્નથી આવેલી સ્ત્રીને પોતાના પિતાની પત્ની હોવાથી માતા કહેવી તે ગૌણ છે. કારણ કે ત્યાં તેવું વાત્સલ્ય નથી. આ રીતે આ દ્રવ્યાર્થિકનય ધ્રુવને તો માને જ છે. પરંતુ તે પોતાનું ઘર હોવાથી) પ્રધાનપણે માને છે. અને ઉત્પાદવ્યયને પણ (પદાર્થમાં તેવું સ્વરૂપ હોવાથી) માનવા પડે છે પરંતુ ગૌણ પણે સ્વીકારે છે. આ રીતે એક સમયમાં દ્રવ્યને ત્રણે લક્ષણવાળું માનવું (એકને પ્રધાનપણે અને એને ગૌણપણે) તે આ નયનો વિષય છે.
प्रश्न- “एवं सति-त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्" રૂતિ વેત્ = જો આ પ્રમાણે આ પાંચમા ભેદવાળી દ્રવ્યાર્થિક નય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રણે લક્ષણોને એક સમયમાં સાથે સ્વીકારે તો તેને નય કેમ કહેવાય ? તે તો પ્રમાણ કહેવાય. કારણકે એક અંશને માન્ય રાખે તેને જ નય કહેવાય છે. સર્વ અંશોને સ્વીકારે તે તો પ્રમાણ કહેવાય છે. તેથી આ વચન ત્રણે લક્ષણોનું ગ્રાહક બનવાથી પ્રમાણ વચન કહેવાશે. પરંતુ નયવચન કહેવાશે નહીં અને આ ભેદો તો નયના ચાલે છે. આમ કોઈ પૂછે છે.
उत्तर- न, मुख्यगौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्वस्वार्थग्रहणे नयानां सप्तभङ्गीमुखेनैव व्यापारात् ॥ ५-१४ ॥
ઉપરોક્ત તમારો પ્રશ્ન બરાબર નથી. કારણ કે દ્રવ્યાર્થિકનયનો આ પાંચમો ભેદ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, આમ ત્રણે લક્ષણોને અવશ્ય સ્વીકારે તો છે જ, પરંતુ ઉત્પાદવ્યયને ગૌણપણે અને ધ્રૌવ્યને મુખ્યપણે, આમ મુખ્ય-ગૌણભાવ દ્વારા જ આ નવડે ત્રણે લક્ષણો ગ્રહણ કરાયાં છે. પરંતુ ત્રણે લક્ષણોને મુખ્યપણે સ્વીકારાયાં નથી. સર્વ અંશોને જો મુખ્યપણે સ્વીકારે તો તે પ્રમાણ કહેવાય છે. એવું અહીં નથી. અહીં તો બે ધર્મો ગૌણપણે અને એક ધર્મ મુખ્યપણે સ્વીકારાયા છે. એટલે આ નય જ કહેવાય છે પરંતુ પ્રમાણ કહેવાતો નથી. તથા વળી જો કોઈ પણ નય બીજા નયોની માન્યતાને