________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧૨
૨૨૯ ત્રીજો ભેદ, ભેદકલ્પનાઇ હીન-શુદ્ધદ્રવ્યાર્થ. “એવન્યુનાહિત શુદ્ધ દ્રવ્યઈજ” રૂતિ તૃતીયો મેદ- જિમ એક જીવ-પુષ્ણલાદિક દ્રવ્ય નિજ ગુણ પર્યાયથી અભિન્ન કહિઇં. ભિન્ન છઈ પણિ તેહની અર્પણા ન કરી. અભેદની અર્પણા કરી. તે માર્ટિ અભિન્ન એ ૩ ભેદ શુદ્ધ. I ૫-૧૨ )
વિવેચન– દિગંબર આમ્નાયમાં શ્રી દેવસેન આચાર્યશ્રત “નયચક્ર” નામના ગ્રંથની અંદર કુલ ૯ નયો જણાવ્યા છે. તે ૯ નયોનાં નામો તથા તેમાંના પ્રથમભેદના પ્રતિભેદો આ પ્રમાણે છે.
द्रव्यार्थनय १, पर्यायार्थ नय २, नैगम नय ३, संग्रह नय ४, व्यवहारनय ५, ऋजुसूत्रनय ६, शब्दनय ७, समभिरूढ नय ८, एवम्भूतनय ९. ए नवनयनां नाम. तिहां पहिलो-द्रव्यार्थिक नय, तेहना दस प्रकार जाणवा. ते द्रव्यार्थिकनयना दस भेदमांहिं धुरि कहतां पहिला, "अकर्मोपाधिथी शुद्ध द्रव्यार्थिक' मनमांहिं आणो. कर्मोपाधिरहितः શુદ્ધ વ્યાર્થિવ' ઇ પ્રથમ મે. -૨
૧ દ્રવ્યાર્થિકનય, ૨ પર્યાયાર્થિકનય, ૩ નૈગમન, ૪ સંગ્રહનય, ૫ વ્યવહારનય, ૬ ઋજુસૂત્રનય, ૭ શબ્દનય, ૮ સમભિરૂઢનય, અને ૯ એવંભૂતનય. આ મૂલભૂત નવ નયોનાં નામો જાણવાં. દ્રવ્યને પ્રધાનપણે જોનારી (અને પર્યાયોને ગૌણપણે જોનારી) જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય. એવી જ રીતે પર્યાયને પ્રધાનપણે અને દ્રવ્યને ગૌણપણે જોનારી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય કહેવાય છે. શેષ નયોના અર્થ આગળ ઉપર યથાસ્થાને સમજાવીશું.
ત્યાં પ્રથમભેદ જે દ્રવ્યાર્થિકાય છે. તેના ૧૦ પ્રકાર જાણવા. ૧. કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય ૨. ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૩. ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૪. કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૫. ઉત્પાદવ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૬. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. ૭. અન્વય દ્રવ્યાર્થિકનય. ૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકાય.