SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઢાળ-૫ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૯. પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. ૧૦. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનય. દ્રવ્યાર્થિકનયના આ ૧૦ ભેદોમાંથી ધુરિ એટલે પ્રથમભેદ જે છે. તેનું નામ “અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય” એટલે કે કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારી જીવની જે ચિત્ર-વિચિત્ર અવસ્થાઓ છે. તેની વિવક્ષા ન કરતાં મૂળભૂત શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે ? તે જાણવું. જેમ કાદવથી ખરડાયેલા સ્ફટિકના ગોળાને ચારે તરફ કાદવ હોવા છતાં પણ તેની અંદર સુંદર-શુદ્ધ અને કિંમતી સ્ફટિકનો ગોળો છે. આમ સમજીએ છીએ. અને તેથી જ કાદવમાં પણ હાથ નાખીને ગોળાને લઈએ છીએ. તેમ અહીં (નમદિ મા ) મનમાં આ પ્રથમભેદ જાણવો. આ પ્રથમભેદનું નામ “કપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનાય” અથવા કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકન” || પ-૯ || एहनो विषय देखाडइ छइ- जिम संसारी प्राणिया सर्व सिद्धसमान गणिइं. सहजभाव जे शुद्धात्मस्वरूप, ते आगलिं करीनइं. तिहां भवपर्याय जे संसारना भाव, ते न गणिइं. तेहनी विवक्षा न करीइं ए अभिप्रायई कहिउं छइ मग्गणगुणठाणेहिं य, चउदसहिं हवंति तह असुद्धणया । વિયા સંસારી, સવ્વ યુદ્ધ દુ સુદ્ધાયા છે ૨૩ | ઇ-૨૦ || વિવેચન– આ પ્રથમ ભેદનો વિષય (ઉદાહરણ) જણાવે છે. જેમ સર્વે પણ સંસારી આત્માઓ પોતાના મૂળભૂત સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધપરમાત્માની સમાન છે. એમ જાણવું. અનંતજ્ઞાન અનંતદર્શન વિગેરે જે જે શુદ્ધ આત્મસ્વરૂપાત્મક સહજભાવ (સ્વાભાવિક) ભાવ છે. તેને આગળ કરીને (પ્રધાન કરીને-મુખ્ય કરીને) જે જે કર્મોદયજન્ય સાંસારિક પર્યાયો છે. દેવ-મનુષ્ય-તિર્યચ-નારકી-રોગી-નિરોગી-સુખી-દુઃખી-રાજા રંક આદિ કર્મોદયજન્ય સાંસારિક જે જે પર્યાયો છે. તે પર્યાયોની વિવક્ષા ન કરીએ. તો આ પ્રથમભેદ જાણવો. આ જ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને દ્રવ્યસંગ્રહ નામના ગ્રંથમાં દિગંબરાચાર્ય સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીએ કહ્યું છે કે માર્ગણાસ્થાનકો અને ગુણસ્થાનકો વડે જીવો ૧૪ પ્રકારના છે. (અથવા માર્ગણાવડે ૬૨ પ્રકારના છે) ઈત્યાદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે. તે અશુદ્ધનયો છે. તથા સર્વે સંસારી જીવો (મૂલસ્વરૂપે સિદ્ધપરમાત્માની સમાન) શુદ્ધ જ છે. આમ જે નયો કહે છે તે શુદ્ધનયો જાણવા.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy