________________
ઢાળ-૫ : ગાથા-૯-૧૦-૧૧
૨૨૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શબ્દનય, ૮ સમભિરૂઢ નય, ૯ એવંભૂતનય. આમ કુલ ૯ નયો છે. તથા સદ્ભુત વ્યવહાર ઉપનય, અસભૂત વ્યવહાર ઉપનય, અને ઉપચરિતાસભૂત વ્યવહાર ઉપનય આમ ત્રણ ઉપાયો છે. તથા અધ્યાત્મદષ્ટિએ એટલે કે અધ્યાત્મશૈલેથી ૧ નિશ્ચયનય અને બીજો વ્યવહારનય છે. આ બધા નયોના અર્થ તથા તેના ભેદ-પ્રતિભેદો અને તે ભેદ-પ્રતિભેદોના અર્થો ક્રમશઃ ગાથામાં જ આવે છે. એટલે અમે અહીં વિસ્તાર કરતા નથી. / ૬૨ /
નયચક્ર” ગ્રંથમાં નવ નિયો અને ત્રણ ઉપાયો વિગેરેને સમજાવનારી ગાથાઓ ૧૮૩ થી ૧૮૯ આ પ્રમાણે છે
दो चेव य मूलणया, भणिया, दव्वत्थपज्जयत्थगया । अण्णे असंखसंखा, ते तब्भेया मुणेयव्वा ॥ १८३ ॥ णइगम संगह ववहार, तह रिउसूत्तसद्दअभिरूढा । एवंभूदा णव णया वि, तह उवणया तिण्णि ॥ १८४ ॥ दव्वत्थो दहभेयं, छब्भेयं पज्जयत्थियं णेयं । तिविहं च णइगमं तह, दुविहं पुण संगहं तत्थ ॥ १८५ ॥ ववहारं रिउसूत्तं, दुवियप्पं सेसमाहु एक्केक्का । उत्ता इह णयभेया, उवणयभेया वि पभणामो ॥ १८६ ॥ सब्भूदमसब्भूदं, उवयरियं चेव दुविहसब्भूदं । तिविहं पि असब्भूदं, उवयरियं जाण तिविहं पि ॥ १८७ ॥ दव्वत्थिएसु दव्वं, पज्जायं पजत्थिए विसयं । सब्भूदासब्भूदे, उवयरियं च दु णव-तियत्थं ॥ १८८ ॥ पज्जयं गउणं किच्चा, दव्वं पि य जो हु गिहणइ लोए ।
सो दव्वत्थिय भणिओ, विवरीओ पज्जयत्थिणओ॥ १८९ ॥ પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણી રે ! શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિકધુરિ આણો રે | પ-૯ | જિમ સંસારી પ્રાણીયા, સિદ્ધ સમોવડિ ગણી ઈ રે ! સહજભાવ આગલિં કરી, ભવપર્યાય ન ગણાઈ રે || પ-૧૦ | ઉત્પાદવ્યય ગૌણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે | ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે પ-૧૧ |