SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઢાળ-૫ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નયો અને ઉપનયોની કલ્પનાઓ પોતાના શાસ્ત્રોમાં પોતાની પ્રક્રિયા (રીતિ) મુજબ જે રીતે કરી છે. તે અમારી સમજાવવાની નીતિરીતિ પ્રમાણે હવે લખીએ છીએ. / ૬૧ . -: ખાસ સૂચના :પાંચમી ઢાળની આઢમી ગાથાથી આઠમી ઢાળની સાતમી ગાથા સુધી (પ-૮ થી ૮-૭ સુધી) જે કંઈ નયો અને ઉપનયોના ભેદ-પ્રભેદો સમજાવાશે. તે દિગંબર આમ્નાયને અનુસારે નયચક્ર ગ્રંથના આધારે સમજાવાય છે. તેથી આ શ્વેતાંબર શાસ્ત્રાનુસાર છે. એમ સમજીને સ્વીકારી લેવું નહીં. અતિશય વિવેકદૃષ્ટિ જાગૃત રાખવી. તથા દિગંબર શાસ્ત્રોક્ત છે. એમ સમજીને દ્વેષબુદ્ધિથી બધુ ખોટુ જ છે એમ પણ માની લેવું નહીં. જે સાચુ દેખાય, તે સ્વીકારવું અને જે કંઈ ખોટુ દેખાય, ત્યાંથી ચિત્ત નિવારવુ. અથવા ગુરુગમથી જ આવા ગ્રંથોનો અભ્યાસ કરવો. નયચક્ર ગ્રંથની ગાથાઓ આગળ ઉપર જણાવવામાં આવશે. / ૬૧ | નવ નય, ઉપનય તીન ઈ, તર્કશાસ્ત્ર અનુસારો રે | અધ્યાત્મ વાચઇ વલી, નિશ્ચય ન વ્યવહારો રે || જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ || ૫-૮ ગાથાર્થ તર્કશાસ્ત્રને અનુસારે નવ નય અને ત્રણ ઉપાયો છે. વળી અધ્યાત્મશાસ્ત્રને અનુસારે નિશ્ચય નય અને વ્યવહાર નય છે. // પ-૮ છે. ટબો- તેહન મતઇ-તર્કશાસ્ત્રનઈ અનુસારઈ, નવ નય અનઇ ત્રણ ઉપનય છઈ. તથા અધ્યાત્મવાચઈ-અધ્યાત્મશેલીઈ-નિશ્ચયનય વ્યવહારનય ઈમ ૨- જ નય કહિઇ | ૫-૮ વિવેચન– દિગંબર આમ્નાયમાં પ્રાપ્ય છે જે તર્કગ્રંથો છે. તેને અનુસારે ૯ નયો છે. ત્રણ ઉપાયો છે. અને અધ્યાત્મ નામની દૃષ્ટિકોણથી જોઈએ તો બે નય છે. જેનુ વિશેષતઃ વર્ણન આગળ આવે જ છે. तेहनइं मतइं तर्कशास्त्रनइ अनुसारई नव नय अनइं ऋणि उपनय छइ. तथा अध्यात्मवाचइं-अध्यात्मशैलीइं-निश्चयनय-व्यवहारनय इम २ ज नय कहिइं ॥ ५-८ ॥ તેઓના (દિગંબરોના) મતે તર્કશાસ્ત્રો અનુસાર કુલ ૯ નયો છે. ૧ દ્રવ્યાર્થિકનય, ૨ પર્યાયાર્થિકનય, ૩ નિગમન, ૪ સંગ્રહનય, પ વ્યવહારનય, ૬ ઋજુસૂત્રનય, ૭
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy