________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૭
૨૨૫ કહેવાતી વસ્તુમાં ઉપનયોની કલ્પના કરીને જેઓ નયો તથા ઉપનયો સમજાવે છે. તેઓનો આ પ્રપંચ (અહીં પ્રપંચ શબ્દ માયા અને વિસ્તાર એમ બે અર્થમાં વર્તે છે) એટલે શાસ્ત્રની મર્યાદા બહાર કપોલકલ્પિત કલ્પેલી નયો અને ઉપનયોની કલ્પનારૂપ માયા અથવા તેઓના શાસ્ત્રોમાં કરેલો આ નિયો અને ઉપનયોનો વિસ્તાર ખરેખર તો શિષ્યોની બુદ્ધિને ડોળવા બરાબર છે. શિષ્યોની બુદ્ધિને વધારે વિવાદશીલ બનાવનાર છે. જેમ દુર્નયો વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવા-સમજાવવામાં બાધા પહોંચાડનાર છે. તેમ આ મનસ્વીપણે કલ્પાયેલી કલ્પનાઓ પણ વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવામાં નુકશાન કરનારી છે. આવી કલ્પનાઓ આપાતરમણીય (પ્રારંભમાં મીઠી) લાગે. પરંતુ દૃષ્ટિવિપર્યાસ કરનારી છે. તેથી આત્માર્થી સુજ્ઞ પુરુષો તેમાં ફસાય નહીં તે માટે તેઓના શાસ્ત્રોમાં તેઓ જેમ કહે છે. સ્વપ્રક્રિયાણું વોડ છ = પોતાની રીતે જે કંઈ બોલે છે. તેમ અમે અહીં પ્રથમ રજુ કરીએ છીએ. અને તેની રજુઆત પુરી થયા પછી તેમાં કેટલો સત્યાંશ છે ? અને કેટલો અસત્યાંશ છે ? તેની પરીક્ષા પણ આઠમી ઢાળની આઠમી ગાથાથી રજુ કરીશું.
પ્રશ્ન- તેઓ, તેઓના શાસ્ત્રોમાં નયોની કલ્પના તેઓને જેમ ઠીક લાગે તેમ કરે, તે માટે તેઓની કલ્પનાની આપણે અહીં ચર્ચા કરવાની શું જરૂર ?
ઉત્તર– તેઓનું અને અમારું એમ બન્નેનું શાસ્ત્ર (દ્વાદશાંગી) એક જ છે. અમે શ્વેતાંબરો અને તેઓ દિગંબરો, આમ બન્નેનું સમાન તંત્ર (સમાન શાસ્ત્ર-એક જ શાસ્ત્ર) છે. સિદ્ધાન્ત અમારા બન્નેનો સમાન (એક) જ છે. તેથી એક જ શાસ્ત્રમાં કહેલા પદોનો અર્થ મરડીને કોઈ નવો મત ચલાવે તો તે અસહ્ય બને છે. શાસ્ત્રપદોના યથાર્થ અર્થ ઉપરનો રાગ આ ચર્ચા કર્યા વિના જંપવા દેતો નથી. તેથી ઉત્તમ આત્માઓને આવી મિથ્યા માયાજાળમાં ફસાતા રોકવા માટે પરોપકાર અર્થે અમે આ ચર્ચા શરૂ કરીએ છીએ.
પ્રશ્ન– “તેઓ જિમ જલ્પઈ” ગાથા સાતમીના આ પદમાં રજૂ ધાતુનો પ્રયોગ કેમ કર્યો છે. “દ” શબ્દ લખ્યો હોત તો સારું કહેવાય.
ઉત્તર- જેમ ગાંડા માણસો, મદોન્મત્ત માણસો, વિકારી-વિલાસી માણસો અને અજ્ઞાની બાળકો જેમ આવે તેમ બોલે, અર્થાત્ વિવેકશૂન્ય બોલે તેને જલ્પક્રિયા (બબડવારૂપ) કહેવાય છે. તેમ અહીં જ્ઞાની થઈને પણ શાસ્ત્રાતીત મનસ્વી કલ્પનાઓ કરનારને વ્યંગપણે જલ્પન ક્રિયાવાળા કહેવાનો ગ્રંથકારશ્રીનો આશય હોય એમ લાગે છે.
| દિગંબરાચાર્ય શ્રી દેવસેનજી કૃત “નયચક્ર” ગ્રંથમાં તથા “આલાપ પદ્ધતિ” ગ્રંથમાં, તથા “માઈલ ધવલ”ના પ્રાકૃત ભાષામાં બનાવેલા નયચક્રમાં (દ્રવ્યસ્વભાવ પ્રકાશકમાં) ૧૫