________________
ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
તાવનયાનિષેધોધ = તેટલા જ શેષ નયોના જે જે અર્થો પ્રથમભાંગામાં નિષેધરૂપે ગૌણતાએ સાથે આવ્યા હતા, તેટલા નયોના તે તે અર્થોના નિષેધની પ્રધાનતા સૂચક બીજો ભાંગો પણ કરી લેવો. જેમ કે “આ કચિત્ ઘટ છે” આ પ્રથમ ભાંગામાં જ જે-જે દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી ઘટ નથી તે પણ કથંચિદ્ શબ્દ દ્વારા ગૌણતાએ આવી જ ગયું છે. તથાપિ તે નિષેધાત્મક સ્વરૂપને પ્રધાનતાએ જાણવું હોય તો તે જાણવા માટે “આ ઘટ કથંચિત્ નાસ્તિ પણ છે જ” આવો બીજો ભાંગો પણ કરી લેવો. પ્રથમ ભાંગામાં જેમ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ છે તેમ બીજા ભાંગામાં પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સ્વરૂપ છે જ. માત્ર પ્રધાનતા જુદા-જુદાની છે. આ પ્રમાણે મૂલથી બે ભાંગા થયા, એટલે તે બે જ ભાંગા છે મૂલમાં જેને એવા બીજા પણ એક-બીજાના સંચારણથી તેવી જ રીતના બાકીના પાંચ ભાંગા પણ કલ્પી લેવા. આમ કરવાથી કોઈ પણ સ્વરૂપ સમજવામાં “સપ્તભંગી”નો જે આગ્રહ છે. તે પણ સંતોષાશે અને કોઈ દોષ આવશે નહીં આ રીતે એક ભાંગાથી પણ સ્યાદ્કાર લાંછિત થવાથી વસ્તુનું પૂર્ણરૂપ સમજાય છે. તથા સાત ભાંગા દ્વારા પણ સ્યાદ્કારના કારણે વસ્તુનું પૂર્ણ સ્વરૂપ સમજાય છે આમ કરવાથી હવે કોઈ જ આકાંક્ષા (વસ્તુ સ્વરૂપ જાણવાની તમન્ના અધુરી રહેતી નથી તેથી આકાંક્ષા) રહિત પણે સર્વ ભાંગાઓનો નિર્વાહ થઈ જ જાય છે. આ જ માર્ગ યુક્તિયુક્ત છે. એવું અમને સમજાય છે. (આમ પૂ. યશોવિજયજી મ. શ્રી જણાવે છે.) પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીની કેટલી સરળતા અને નમ્રતા આ વાક્યથી ધ્વનિત થાય છે.
૧૯૨
આ વિચારો અતિશય સૂક્ષ્મ છે. ગંભીર છે. સૂક્ષ્મબુદ્ધિથી જ ગ્રાહ્ય છે. માટે “સ્યાદ્વાદ”ના વિષયમાં પંડિત થયેલા પુરુષોએ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા મનમાં આ વિષયો અને તેના સંબંધી સ્યાદ્વાદ યુક્ત વિચારો ધારણા કરવા. નિર્ધાર પૂર્વક મનમાં ઠસાવવા. આજ સાચો આત્મકલ્યાણનો માર્ગ છે. || ૫૩ ||
ત્યાંથી દાણા ન પડે પણ પહેલા ભાગથી દાણા નીચે પડે, તેવી જ રીતે જ્યારે નૈગમનય મુખ્ય કરીએ ત્યારે શેષ સંગ્રહાદિ છ ગૌણ, આ પ્રથમ ભાંગો. તથા સંગ્રહ મુખ્ય શેષ ગૌણ, વ્યવહાર મુખ્ય શેષ ગૌણ, ઋજુસૂત્ર મુખ્ય શેષગોણ, શબ્દ મુખ્ય શેષ ગૌણ, સમભિરૂઢ મુખ્ય શેષ ગૌણ, અને એવંભૂત મુખ્ય શેષ ગૌણ આમ છ પ્રકારે પહેલો ભાંગો થાય. અને તેનાથી બીજી બાજુ કરતાં એટલે શેષ મુખ્ય નૈગમ ગૌણ, શેષ મુખ્ય સંગ્રહ ગૌણ ઈત્યાદિ રીતે કરતાં બીજો ભંગ. એમ મૂલભૂત ૨ જ ભાંગા થાય. શેષ ભાંગાઓ સંચારણાથી કરતાં સાત જ ભાંગા થાય અધિકભાંગા ન થાય. ચાલની ન્યાયનો અર્થ “લૌકિકન્યાયાંજલી' નામના ગ્રંથમાં હોય તેમ લાગે છે. તે ગ્રંથ મળી શક્યો નથી. ચાલનીમાં જેમ નીકળવાના રસ્તા ઘણા છે. તેમ અહીં પહેલોબીજો ભાંગો બહુ જ રીતે (બહુ જ પ્રકારે) કરવો પણ બહુ ભાંગા ન કરવા.