________________
૧૮૨ ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ- પ્રથમ પર્યાયાર્થિકનયની કલ્પના કરીને ત્યારબાદ બન્ને નયોની સાથે વિવક્ષા સાંધીએ (જોડીએ) તો દરેક વસ્તુઓ “ભિન્ન અને અવાચ્ચ છે અને તે પણ “ચા” શબ્દથી બંધાયેલી છે. જે ૪-૧૨ ૫
ટબો- પ્રથમ પયાસાર્થકલ્પના, પછઈ એકદા ઉભયનયાપણા કરિઈ, તિવારઈ ભિન્ન અવક્તવ્ય કથંચિત્ છમ કહઈ. ૫. I ૪-૧૨ II
વિવેચન- ભિનાભિન ઉપર સપ્તભંગીના ચાર ભાગાં સમજાવીને હવે પાંચમો ભાંગો આ બારમી ગાથામાં સમજાવે છે.
प्रथम पर्यायार्थ कल्पना, पछइ एकदा उभयनयार्पणा करिइं, तिवारइं भिन्न આવવાવ્ય વાર્થવિદ્ રૂમ રૂ. ૧ / ૪-૧૨ //
૫ પહેલાં પર્યાયાર્થિકનયની કલ્પના કરીને ત્યાર પછી એક જ કાળે બને નયોની એકીસાથે પ્રધાનતા કરીએ તે વારે (ત્યારે) સર્વે વસ્તુ કથંચિત્ ભિન અને અવક્તવ્ય છે એમ કહેવાય છે. કારણકે પ્રથમ પર્યાયાર્થિક નયથી પ્રધાનપણે ભેદ જણાય છે. ત્યારબાદ બને નયોની એકી સાથે (યુગપ પણ) વિચારણા કરતાં ઉભયસ્વરૂપને પ્રધાનપણે કહેનારો કોઈ શબ્દ ન હોવાથી તે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય પણ બને જ છે. આ પ્રમાણે આ પાંચમો ભાગો જાણવો. || પર છે દ્રવ્યારથ નઈ ઉભય ગ્રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે ! ક્રમ યુગપત્ નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાચ્યો રે
I ૪-૧૩ I
ગાથાર્થ– દ્રવ્યાર્થિક નય અને ઉભયનયોની યુગપ પણે વિવક્ષા કરવાથી તે જ પદાર્થ અભિન્ન અને અવાચ્ય થાય છે. તથા અનુક્રમે બન્ને નયોની અર્પણ કર્યા પછી યુગપ પણે બને નયોની અર્પણ કરવાથી વસ્તુ ભિન્ન અભિન્ન અને અવાચ્ય બને છે. } ૪-૧૩ |
ટબો- પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઈ-એકદા ઉભયનયાર્પણા કરિઈ, તિ વારઈ કથંચિત્ અભિન્ન અવક્તવ્ય ઇમ કહિઇ, ૬. અનુક્રમર્દ ૨ નયની પ્રથમ અર્પણા, પછઈ ૨ નયની એકવાર અર્પણા કરિઈ, તિ વારઈ કથંચિત્ ભિન્ન અભિન્ન અવક્તવ્ય ઇમ કહિછે (૭) એ ભેદભેદ પર્યાયમાંહિ સપ્તભંગી જોડી, ઈમ સર્વત્ર જોડવી.