________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા ૧૨
૧૮૧
શબ્દથી પણ ન બોલાત. એટલે કે અવાચ્ય શબ્દથી પણ વાચ્ય ન બનત. માટે આ ચોથો “અવાચ્ય” ભાંગો પણ સ્થાવાસ્થ્ય જ સમજવો.
‘‘સંòતિત શન્દ્ર પળિ જ ન સંòતિત રૂપ (અર્થ) હડુ, પળિ 2 રૂપ (અર્થ) स्पष्ट न कही शकइ" पुष्पदंतादिक शब्द पणि एकोक्तिं चंद्र-सूर्य-कहइं, पणि भिन्नोक्तिं न कही शकइ. अनई 2 नयना अर्थ मुख्यपणइ तो भिन्नोक्तिं ज कहवा घटइ, इत्यादिक યુવિત શાસ્ત્રાન્તરથી નાળવી. 4. ॥ ૪-૧૧ ||
કેટલાક સંકેતિત શબ્દો બે અર્થને કહેતા હોય એવું દેખાય છે. જેમકે “પુષ્પદંત એટલે ચંદ્ર અને સૂર્ય” “દંપતી એટલે પતિ અને પત્ની” “પિતરો એટલે મા અને બાપ” આવા કોઈ કોઈ શબ્દો બે અર્થોને એકી સાથે એક જ વારામાં કહેતા હોય એવું દેખાય છે. તેને આશ્રયીને ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે કે
સાંકેતિક શબ્દો પણ બેના જોડકારૂપ સાંકેતિક એવા એક જ (કપલરૂપ) અર્થને કહે છે, પરંતુ બન્ને સ્વરૂપોને સ્પષ્ટપણે-સ્વતંત્રપણે કહી શકતા નથી. પુષ્પદંતાદિક કેટલાક શબ્દો જે ચંદ્ર-સૂર્ય એમ બે અર્થો સાથે કહે છે. તે “એકોક્તિએ” કહે છે એમ જાણવું પરંતુ “ભિન્નોક્તિએ” બે અર્થો આ શબ્દ કહી શકતા નથી.
એકોક્તિ એટલે જોડકારૂપ અર્થ કહેવો. ચંદ્ર અને સૂર્ય એમ સ્વતંત્ર બે વસ્તુ નહીં. પરંતુ ચંદ્ર-સૂર્યનું યુગલ (જોડકું) એવો અર્થ સમજાવે છે.
ભિન્નોક્તિ એટલે બન્ને વસ્તુ સ્વતંત્ર પણે ભિન્ન ભિન્ન કહેવી. યુગલની પ્રધાનતા નહીં. પરંતુ વ્યક્તિની પ્રધાનતા તે ભિન્નોક્તિ કહેવાય છે.
દ્વન્દ્વસમાસમાં જે સમાહારદ્વન્દ્વ સમાસ છે. તે એકોક્તિરૂપ છે. અને ઈતરેતરદ્વન્દ્વસમાસ છે તે ભિન્નોક્તિરૂપ છે. અહીં પુષ્પદંતાદિક શબ્દોમાં બન્ને અર્થો જરૂર કહેવાય છે પરંતુ એકોક્તિ દ્વારા કહેવાય છે. પરંતુ ભિન્નોક્તિ દ્વારા કહેવાતા નથી. અને બન્ને નયોના અર્થો મુખ્યપણે જ (એટલે કે સ્વતંત્રપણે પ્રધાનતાએ તો) ભિન્નોક્તિ દ્વારા જ કહી શકાય છે. ઇત્યાદિ અનેક યુક્તિઓ અન્ય શાસ્ત્રોથી જાણવી. આ ચોથો ભાંગો સમજાવ્યો. ॥ ૫૧ ॥
પર્યાયારથ કલ્પન, ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે ।। ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહીઇ સ્યાત્કારનઇ બંધિ રે ॥ ૪-૧૨ ॥