________________
૧૮૦
ઢાળ-૪ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
એવો ભિન્નાભિન્ન શબ્દ જેવો જીભે ચઢેલો છે. તેવો અભિન્નભિન્ન જીભે ચઢેલો નથી. તેથી બોલવાની પદ્ધતિ માત્રના કારણે આમ લખેલ છે. પરંતુ ભૂલ છે આમ ન સમજવું. આ ત્રીજો ભાંગો જાણવો. ॥ ૫૦ ॥
જો એકદા ઉભય નય ગહિઇ, તો અવાચ્ય તે લહિઈ રે ।।
એક શબ્દઈ એક જ વારઈ, દોઈ અર્થ નવિ કહિઈ રે ॥ ૪-૧૧ ||
ગાથાર્થ– એકજ કાળે બન્ને નયો જો ગ્રહણ કરીએ તો સર્વે વસ્તુઓ “અવાચ્ય” જ જાણવી. કારણ કે એકજ શબ્દથી એક જ કાળમાં બન્ને અર્થો કહી શકાતા નથી. || ૪-૧૧ ॥
ટબો- જો એકવાર ૨ નયના અર્થ વિવક્ષિŪ. તો તે અવાચ્ય લહિઈં. જે માર્ટિ- એક શબ્દઈં એક વારŪ ૨ અર્થ ન કહીયા જાઈ.
“સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ (અર્થ) કહ‰. પણિ ૨ રૂપ (અર્થ) સ્પષ્ટ ન કહી શકઈ'' પુષ્પદંતાદિક શબ્દ પણિ એકોકિત ચંદ્ર સૂર્ય કહઈ, પણ ભિન્નોક્તિ ન કહી શકઈ. અનઈં ૨ નયના અર્થ મુખ્યપણŪ તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈ. ઈત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. ॥ ૪-૧૧ ||
વિવેચન– આગલી ગાથામાં ભેદાભેદની સપ્તભંગીના પ્રથમ ત્રણ ભાંગા સમજાવ્યા. હવે આ ગાથામાં માત્ર એકલો અવક્તવ્ય” નામનો ચોથો ભાંગો સમજાવે છે. અહીં અવક્તવ્ય નામનો આ ભાંગો ચોથા નંબરે કહ્યો છે. આગલી ગાથાના ટબામાં અસ્તિનાસ્તિના સપ્તભંગીના પ્રસંગમાં ત્રીજા નંબરે કહ્યો છે. અહીં વિવક્ષા ભેદ જ જાણવો.
जो एकवार २ नयना अर्थ विवक्षिइ, तो ते अवाच्य कहिइं, जे माटिं एक शब्दई एक वारइं- २ अर्थ न कहिया जाई. ४.
(૪) જ્યારે એકી સાથે બન્ને નયોના અર્થો પ્રધાનપણે વિવક્ષીએ, ત્યારે તે પદાર્થ અવાચ્ય બની જાય છે કારણકે એક જ શબ્દથી એક જ કાળે પરસ્પર વિરોધી દેખાતા બે અર્થો કહી શકાતા નથી. (જો કે એક ગૌણ અને એક પ્રધાન એમ કહી શકાય છે. પરંતુ બન્ને અર્થો પ્રધાનપણે કહેવાતા નથી.) તેથી સર્વે વસ્તુ અવાચ્ય પણ કહેવાય છે. તથા બન્ને નયોની એકી સાથે પ્રધાનતા કરવાથી વસ્તુ જે “અવાચ્ય” બને છે. તે પણ “સ્યાદ્” અર્થાત્ “કચિ” જ અવાચ્ય બને છે. સર્વથા અવાચ્ય બનતી નથી. કારણકે
આ વસ્તુ બન્ને નયોની પ્રધાનતાના કાળે “અવાચ્ય” છે. એમ તો બોલાય જ છે. એટલે કે “અવાચ્ય” શબ્દથી તો વાચ્ય બને જ છે. સર્વથા જો અવાચ્ય હોત તો અવાચ્ય