________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૦
૧૭૯ હોય તે દ્રવ્ય, અને દ્રવ્યમાં આધેય રૂપે જે હોય, તે ગુણ પર્યાયો કહેવાય છે. તથા જે “સહભાવી” ધર્મ હોય તે ગુણ અને “ક્રમભાવી” ધર્મ હોય તે પર્યાય કહેવાય છે. આ રીતે લક્ષણોથી (સંખ્યાથી-સંજ્ઞાથી-આધારાધેયભાવથી અને ઈન્દ્રિયગ્રાહ્યતા આદિથી) દ્રવ્યથી ગુણપર્યાયોનો ભેદ છે. તથા સહભાવિત્વ અને ક્રમભાવિત્વ લક્ષણથી ગુણો અને પર્યાયોનો પણ કથંચિત્ ભેદ છે. આ પ્રથમ ભાંગો છે.
૨. દ્રવ્યાર્થિકનયની જ્યારે અર્પણા (પ્રધાનતા) કરીએ ત્યારે દ્રવ્યથી ગુણ-પર્યાયો, અને ગુણ-પર્યાયોથી દ્રવ્ય અભિન છે. મટિ = કારણકે ગુણો અને પર્યાયો એ કંઈ સ્વતંત્ર વસ્તુ નથી કે જે દ્રવ્યથી ભિન્ન હોય. પરંતુ દ્રવ્યના જ આવિર્ભાવ (પ્રગટીકરણ સ્વભાવ) અને તિરોભાવ (અપ્રગટીકરણ સ્વભાવ) માત્ર જ છે. સર્પની ઉત્કૃણા અને વિફણા એ અવસ્થા માત્ર જ છે. અને તે અવસ્થાઓ સર્પદ્રવ્યથી કંઈ જુદી નથી. તેમ સર્વ દ્રવ્યોમાં અવસ્થા, એ અવસ્થાવાથી ભિન્ન સંભવતી નથી. પરંતુ અભિન્ન છે. આ બીજો ભાગો જાણવો.
अनुक्रमइ जो २ नय द्रव्यार्थिक पर्यायार्थिक अीइ, तो कथंचित् भिन्न कथंचित् ગમન દિડ (૩) ૪-૨૦ છે
૩. ક્રમશર જો આ બને નયોની એટલે કે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની અર્પણા (પ્રધાનતા) કરીએ તો આ જ વસ્તુ કચિ ભિન પણ છે અને કંચિ અભિન્ન પણ છે જ. ઘટદ્રવ્ય અને ઘટનો રક્તાદિવર્ણ, અને ઘટાકારતા, આ ત્રણે વસ્તુનો આધારાધેયાદિ લક્ષણોથી પ્રથમ વિચાર કરીએ તો ભિન્ન જણાશે અને પછી એકત્રવ્યાપી આદિ ભાવોથી વિચારીશું તો ઘટદ્રવ્ય પોતે જ શ્યામ-રક્તાદિભાવે પરિણામ પામે છે. માટી દ્રવ્ય પોતે જ ઘટાકારે પરિણામ પામે છે. આ કારણથી મૃદ્ધવ્ય, શ્યામરક્તાદિ ગુણો, અને ઘટાકારતા પર્યાય એકક્ષેત્રવ્યાપી છે આમ જણાશે તેથી અભિન્ન પણ છે. અહીં ટબાના મૂલ પાઠમાં પ્રથમ દ્રવ્યાર્થિક નયનો અને પછી પર્યાર્યાર્થિક નયનો જે ઉલ્લેખ કર્યો છે. અને ભિન્નભિન્ન સમજાવતાં પ્રથમ ભિન્નનો અને પછી અભિન્નનો જે ઉલ્લેખ કર્યો છે. તે ક્રમસર ન હોવાથી ભૂલ હશે એમ લાગે. પરંતુ તેમાં ભુલ છે એમ ન સમજવું. બોલવાની પ્રસિદ્ધિના કારણે આમ ઉલ્લેખ કરેલો છે.
જ્યારે જ્યારે આ બે નયોનાં નામ બોલવાં હોય છે ત્યારે ત્યારે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક આ ક્રમે બોલવામાં જીભે જેવાં ચઢેલાં છે તેવાં પર્યાયાર્થિક-દ્રવ્યાર્થિક બોલવામાં જીભે ચઢેલાં નથી તથા ભેદભેદમાં જ્યારે જ્યારે બોલવું હોય છે ત્યારે ત્યારે લોક પ્રસિદ્ધ