________________
ઢાળ-૪ : ગાથા ૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ પ્રમાણે કોઈ પણ પદાર્થમાં એક અપેક્ષાએ જે સ્વરૂપ હોય છે ત્યાં બીજી અપેક્ષાએ (રૂપાન્તરથી) તેનાથી વિરુદ્ધ દેખાતું સ્વરૂપ પણ હોય જ છે. તો ભેદાભેદને એક સાથે અપેક્ષા ભેદે રહેવામાં વિરોધની વાત કેમ કરાય ? સર્વત્ર ભેદાભેદ, અસ્તિ નાસ્તિ, નિત્યાનિત્ય અપેક્ષાભેદે વ્યાપીને જ રહે છે. માટે ભેદાભેદ જ વ્યાપ્યવૃત્તિ છે. કેવળ એકલો ભેદ વ્યાપ્યવૃત્તિ નથી. તેથી તૈયાયિકની કેવળ એકલા ભેદને જ વ્યાપ્યવૃત્તિ માનવાની વાત યથાર્થ નથી. ॥ ૪૯ ॥
૧૭૮
પર્યાયારથ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યારથઈ અભિન્નો રે ક્રમઇ ઉભય નય જો અર્પીજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે
|| ૪-૧૦ ||
ગાથાર્થ પર્યાયાર્થિક નયની અર્પણાથી સર્વે વસ્તુ ભિન્ન છે. દ્રવ્યાર્થિક નયની અર્પણાથી સર્વે વસ્તુ અભિન્ન છે. અનુક્રમે બન્ને નયોની અર્પણા કરવાથી સર્વે વસ્તુ કથંચિદ્ ભિન્ન અને કથંચિદ્ અભિન્ન છે. ॥ ૪-૧૦ ||
ટબો- હવઈ એ સપ્તભંગી ભેદાભેદમાં જોડીઈ છઈ- પર્યાયાર્થ નયથી સર્વ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય, લક્ષણŪ કથંચિદ્ ભિન્ન જ છઈં ૧. દ્રવ્યાર્થ નયથી કથંચિદ્ અભિન્ન જ છઈં. જે માર્ટિ ગુણ પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ તિરોભાવ છઈં ૨. અનુક્રમઈ જો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અર્પીઈ, તો કથંચિ ભિન્ન કથંચિદ્ અભિન્ન કહિÛ ૩. || ૪-૧૦ ||
વિવેચન-વરૂ છુ સપ્તમી મેતામેલમાં ખોડીફ છફ- ઉપરની ગાથામાં અસ્તિનાસ્તિની જેવી સપ્તભંગી સમજાવી. તેવી જ રીતે ભિન્ન અને અભિન્નની સપ્તભંગી થાય છે. સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિની અર્પણા કરવાથી અસ્તિતા, અને પરદ્રવ્ય-પરક્ષેત્રાદિની અર્પણા કરવાથી નાસ્તિતા જેમ જણાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિક નયની અર્પણા કરવાથી ભેદ, અને દ્રવ્યાર્થિક નયની અર્પણા કરવાથી અભેદ પણ છે. તે હવે સમજાવે છે. :
पर्यायार्थनयथी सर्व वस्तु द्रव्यगुणपर्याय, लक्षण कथंचिद्भिन्न ज छइ. १. द्रव्यार्थ यथी कथंचिद् अभिन्न ज छइ 'जे माटिं गुण पर्याय द्रव्यना ज आविर्भाव तिरोभाव छइ. २.
૧. પર્યાયાર્થિક નયની જ્યારે અર્પણા (પ્રધાનતા) કરીએ ત્યારે દ્રવ્યથી ગુણ પર્યાયો, અને ગુણ પર્યાયોથી દ્રવ્ય કંઈક ભિન્ન જણાય છે. જેમ કે ગુણ પર્યાયોનો આધાર