________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯
૧૭૩ કોમળ માટીનો બનેલો છે. પણ કર્કશ માટીનો બનેલો નથી તથા પુદગલ દ્રવ્યનો બનેલો છે. જીવદ્રવ્યનો બનેલો નથી. આમ, આ ઘટમાં એકલા દ્રવ્યને આશ્રયી પણ અનંતાં અસ્તિનાસ્તિ સ્વરૂપો રહેલાં છે. “આ સ્વરૂપોને” શાસ્ત્રોમાં વંશ શબ્દથી સમજાવવામાં આવે છે” હવે અહીં આગળ-આગળ જ્યારે જ્યારે “મંા” શબ્દ વાપરવામાં આવે, ત્યારે ત્યારે “સ્વરૂપ” અર્થ કરવો. પરંતુ ભાગ-ટુકડા-કે દેશ એવો અર્થ ન કરવો. સંસ્કૃત વાક્યોમાં આ સાત ભાંગા સમજાવતા મહાપુરુષોએ “અંશ” શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે. જેમ કે આ જ ઘટનો એક અંશ (સ્વરૂપ) પ્રથમ સ્વદ્રવ્યથી વિચારીએ અને તે જ ઘટનો બીજો અંશ (બીજુ સ્વરૂપ) પરદ્રવ્યથી વિચારીએ એમ અનુક્રમે બન્ને નયોથી બને સ્વરૂપ (અંશ) વિચારીએ તો આ જ ઘટ “ીતિ - નાસ્તિ" છે. આ ચોથો ભાંગો થાય છે. આ ભાંગામાં અને આ પછીના ભાંગામાં “ઘટનો એક અંશ અતિરૂપે, અને ઘટનો બીજો એક અંશ નાસ્તિરૂપે” આવું લખેલું વાક્ય આવે ત્યારે અંશ શબ્દ સાંભળીને ઘટનો એક ભાગ અતિરૂપે છે. અને ઘટનો બીજો એક ભાગ નાસિરૂપે છે. એવો અર્થ સમજાઈ જાય છે. અને તેથી ભ્રમ થઈ જાય છે. પરંતુ ઘડાના આવા બે અંશો (ભાગો)માં ક્રમશ: અસ્તિ-નાસ્તિ સ્વરૂપ દેખાતું નથી. અને છે પણ નહીં પરંતુ સંપૂર્ણ ઘડામાં અસ્તિ-નાસ્તિ સ્વરૂપ વ્યાપેલું છે. અને તેમ દેખાય છે. તેથી અહીં “અંશ” શબ્દનો અર્થ “સ્વરૂપ” કરવો. સ્વદ્રવ્યથી અસ્તિ અને પરદ્રવ્યથી નાસ્તિ અનુક્રમે વિચારીએ ત્યારે આ ચોથો ભાંગો “થતિ નતિ ઇવ” એવો થાય છે.
ત્યારબાદ ૧૧૪ પહેલો અને ચોથો ભાગો સાથે કરવાથી પાંચમો ચીતિ વવવ્ય પર્વ નામનો પાંચમો ભાંગો, ૨૪ સાથે કરવાથી ચાનાદ્ધિ વવક્તવ્ય પર્વ નામનો છઠ્ઠો ભાંગો, ૩+૪ સાથે કરવાથી સ્થાપ્તિ નતિ મવવક્તવ્ય પર્વ નામનો સાતમો ભાંગો થાય છે. જૈન દર્શનમાં આ સાત ભાંગાઓને “સપ્તભંગી” કહેવાય છે. આ પ્રમાણે તે જ ઘટમાં પુદ્ગલદ્રવ્ય પણે અસ્તિ અને જીવ દ્રવ્ય પણે નાસ્તિ, રૂપી દ્રવ્યપણે અસ્તિ અને અરૂપી દ્રવ્યપણે નાસ્તિ ઈત્યાદિ રીતે વિચારણા કરતાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જ માત્ર આશ્રયી અસ્તિ નાસ્તિપણું પણ અનેક જાતનું હોવાથી અનેક સપ્તભંગીઓ સ્વદ્રવ્યપરદ્રવ્યને આશ્રયી થાય છે.
तिम क्षेत्रादिक विशेषणइं पणि अनेक भंग थाइ.
જેમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને આશ્રયી અનેક સપ્તભંગી સમજાવી. તે જ રીતે સ્વક્ષેત્ર-પરક્ષેત્રને આશ્રયી, સ્વકાલ-પરકાલને આશ્રયી, સ્વભાવ-પરભાવને આશ્રયી પણ અનેક સપ્તભંગીઓ સ્વરૂપ ભાંગાઓ થાય છે. જેમ કે આ જ માટીનો ઘટ અમદાવાદમાં નિષ્પન્ન થવા રૂપે અસ્તિસ્વરૂપ છે. પરંતુ સુરત આદિ અન્ય શહેરોમાં બનવા પણે