________________
૧૭૨ ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જાતિનો કંઈ બનેલો આ ઘટ નથી. તેથી સોના-રૂપાદિના ઘટનો અભાવ સૂચવવા અને માત્ર માટી દ્રવ્યનો જ બનેલો આ ઘટ છે. એમ જણાવવા તેની આગળ “ચા” લખવામાં (બોલવામાં) આવે છે. કારણ કે “ચ” એટલે “અમુક વિવક્ષિત દ્રવ્યાદિકની અપેક્ષાએ જ” આ ઘટ છે. અર્થાત્ માટી દ્રવ્યને આશ્રયીને જ આ ઘટ અસ્તિ છે.
હવે માટીનો તો તે આ ઘટ છે જ, જેમ સોના-રૂપા આદિ અન્ય ધાતુઓ પણે આ ઘટ નાસ્તિ છે તેમ માટી દ્રવ્યને આશ્રયી કોઈ નાસ્તિ ન સમજી લે. પણ માટી દ્રવ્યની અપેક્ષાએ તો આ ઘટ છે જ. એમાં કંઈ શંકા કે વિકલ્પ કરવા જેવો નથી. તે સમજાવવા માટે અતિ શબ્દની પછી “વફા” શબ્દ મુકવામાં આવે છે. આ રીતે સ્વદ્રવ્યને આશ્રયી આ ઘટ “ચર્ચેિવ” પોતાના દ્રવ્યને આશ્રયીને તો આ ઘટ છે જ. આવો આ પ્રથમ ભાંગો બને છે.
જ્યારે તે જ ઘટને સોના-રૂપા આદિ પરદ્રવ્યથી વિચારીએ છીએ ત્યારે તેનું નાસ્તિ સ્વરૂપ પ્રધાન પણે દેખાય છે. માટી દ્રવ્યને આશ્રયી જે અતિ સ્વરૂપ હતું. તે સ્વરૂપ અવશ્ય અંદર છે જ, પણ નાસ્તિની વિવક્ષાના કાલે તે ગવાતું નથી, બોલાતું નથી. ગૌણ થાય છે. અને નાસ્તિ સ્વરૂપ પ્રધાન થાય છે. છતાં એકાન્ત નાસ્તિત્વ નથી. આમ સમજાવવું છે. તેથી માટી દ્રવ્યને આશ્રયી અસ્તિત્વ પણ ગૌણભાવે અંદર રહેલું છે. તે સમજાવવા નાસ્તિશબ્દની આગળ “” પદ જોડવામાં આવે છે. એટલે કે જે નાસ્તિસ્વરૂપ છે તે પણ પરદ્રવ્યાદિની જ માત્ર અપેક્ષાએ છે. તેથી કથંચિત્ છે એકાન્તિક નથી. તથા સોના-રૂપાદિને આશ્રયી જે નાસ્તિપણું છે. તે શંકાશીલ અને વૈકલ્પિક ન થઈ જાય, તે માટે પાછળ વર મુકીને “થનાચેવ” આ ઘટ કથંચિત્ નાસ્તિ જ છે. આ બીજો ભાંગો થયો. પ્રથમ ભાંગામાં ગતિ પ્રધાન અને નાસ્તિ ગૌણ છે. જ્યારે બીજા ભાંગામાં નાતિ પ્રધાન અને ગતિ ગૌણ છે. વાસ્તવિકપણે તો આ બન્ને જ ભાંગા સમજવા અનિવાર્ય છે. અતિશય જરૂરી છે. કારણ કે બાકીના બધા ભાંગા આ બે ભાંગાના પરસ્પર જોડાણથી જ થવાના છે.
સ્વદ્રવ્યાદિથી જે અસ્તિત્વ છે. અને પરદ્રવ્યાદિથી જે નાસ્તિત્વ છે. તે બન્નેને એકસાથે એક જ શબ્દથી કહેવા જઈએ તો કોઈ એવો પારિભાષિક શબ્દ નથી કે જે એક શબ્દથી બન્ને સ્વરૂપો સાથે કહી શકાય. માટે યુગપત્ પણે ઉભયનયને આશ્રયી વસ્તુ “ચાવવતવ્ય પત્ર” છે. આ ત્રીજો ભાંગો થાય છે.
“માટીની અપેક્ષાએ અંસ્તિ, અને સોના-રૂપાદિની અપેક્ષાએ નાસ્તિ” આ ઘટનું એક સ્વરૂપ સમજાવ્યું. તેમ જ લાલ માટીનો બનેલો છે. પીળી માટીનો બનેલો નથી,