________________
૧૭૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯ કાળે અવિદ્યમાન છે. તે દ્રવ્ય માટે તે કાળ “પરકાળ” કહેવાય છે. એવી રીતે જે દ્રવ્ય જે સ્વરૂપે વર્તતું હોય છે, તે તેનો “સ્વભાવ” કહેવાય છે. અને જે દ્રવ્ય જે સ્વરૂપે વર્તતું હોતું નથી તે સ્વરૂપ તે દ્રવ્ય માટે પરભાવ” કહેવાય છે.
સર્વે પદાર્થોનો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકપણે પણ વિચાર કરાય છે. અને પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકપણે પણ વિચાર કરાય છે. કોઈ પણ એક વસ્તુને સ્વદ્રવ્યાદિથી જ્યારે વિચારવામાં આવે છે. ત્યારે તે અસ્તિસ્વરૂપે (હોવા રૂપે) ભાસે છે. અને તે જ વસ્તુને પરદ્રવ્યાદિથી જ્યારે વિચારવામાં આવે છે. ત્યારે તે નાસ્તિસ્વરૂપે (ન હોવા રૂપે) પણ ભાસે છે. જેમ કે “અમદાવાદમાં વસંતઋતુમાં બનાવેલો માટીનો પકવેલો નાનો એક લાલઘટ છે.” આ ઘટને સ્વદ્રવ્યથી વિચારીએ કે શું આ માટીનો ઘટ છે? તો ઉત્તરમાં “હા” જ કહેવી પડે, અને શું આ સોનાનો કે રૂપાનો ઘટ છે ? તો “ના” જ કહેવી પડે. કારણ કે તે ઘટ માટીનો છે. પણ સોનાનો કે રૂપાનો નથી. આ સ્વદ્રવ્યથી અસ્તિત્વ અને પારદ્રવ્યથી નાસ્તિત્વ થયું. આ જ પ્રમાણે શું આ અમદાવાદનો ઘટ છે? તો “હા” જ કહેવી પડે, અને શું આ ઘટ સુરતનો છે ? તો “ના” જ કહેવી પડે, આ સ્વક્ષેત્રથી અસ્તિસ્વરૂપ અને પરક્ષેત્રથી નાસ્તિસ્વરૂપ થયું. આ જ રીતે વસંતઋતુની બનાવટનો છે. અને શિશિરાદિ અન્ય ઋતુઓમાં બનાવેલો નથી. આ સ્વકાળ અને પરકાળ આશ્રયી અસ્તિ-નાસ્તિ થયું. તથા શું આ ઘટ પક્વ છે ? કે અપક્વ છે ? લાલ છે? કે કાળો છે ? નાનો છે કે મોટો છે ? પર્વમાં, રક્તમાં અને નાના ઘટમાં “હા” કહેવાય છે તે સ્વભાવથી અસ્તિ છે. અને અપક્વમાં શ્યામમાં તથા મોટાઘટના પ્રશ્નમાં “ના” કહેવાય છે. તે પરભાવથી નાસ્તિ છે. આ રીતે સંસારવર્તી સર્વે પણ સચેતન અચેતન પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવને આશ્રયી “અસ્તિસ્વરૂપ” (હોવારૂપે) છે. અને પારદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવને આશ્રયી “નાસ્તિસ્વરૂપ” (ન હોવા રૂપે) છે. જગદ્વર્તી પદાર્થોનું આ સ્વયંસિદ્ધ સહજ સ્વરૂપ છે અને તે પરિણામિક ભાવે વર્તે છે. આ રીતે સર્વે પદાર્થો સ્વદ્રવ્યાદિથી અસ્તિ છે. અને પદ્રવ્યાદિથી નાસ્તિ છે. તેના સંયોગિક ભાવે ૭ ભાંગા થાય છે. જેને જૈન શાસ્ત્રોમાં સપ્તભંગી કહેવાય છે. ત્યાં પ્રથમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની અપેક્ષાએ જે “સપ્તભંગી” થાય છે. તે સમજાવાય છે.
द्रव्यादिक विशेषणइं भंग थाइ
વિવક્ષા કરેલા આ માટીના ઘડાને માટી દ્રવ્યથી વિચારીએ તો ગતિ છે. પરંતુ માટીનો બનેલો આ ઘટ કંઈ સોનાનો, રૂપાનો, તાંબાનો, બનેલો નથી એમ બીજી બધી