________________
૧૭૦
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઇ ઘટ થઈ જ. ૨. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપક્ષાઇ નથી જ. ૩. એક વારઇ-ઉભય વિવક્ષાઇ અવક્તવ્ય જ, ૨ પર્યાય એક શબ્દઈ મુખ્યરૂપઈ ન
કહવાઈ જ. ૪. એક અંશ સ્વરૂપઈ, એક અંશ પરરૂપઈ, તિવારઈ “કઈ નઈ નથી” ૫. એક અંશ સ્વરૂપઈ, એક અંશ-યુગપત-ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિ વારઈ- “છઈ,
અનઈ અવાચ્યઃ” ૬. એક અંશ પરરૂપઇ, એક અંશ યુગપત્ ઉભયરૂપઇ વિવક્ષીઇ, તિ વારઇં- “નથી
નઇં અવાચ્યઃ” છે. એક અંશ સ્વરૂપઈ, એક (અંશ) પરરૂપઇ, એક (અંશ) યુગપત્ ઉભયરૂપઇ વિવક્ષી. તિવારઇ “છઈ, નથી, નઇ અવાચ્ય ” I ૪-૯ ||
વિવેચન– ભેદભેદ અને તેની અપણા-અર્પણા આદિ સમજવા-સમજાવવા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સમજવા અતિશય જરૂરી છે. આ બધી વિવેક્ષાઓ સમજીને જો “ભેદભેદ” સમજવામાં આવે તો આ ભેદભેદ આદિ સમજવું કઠીન હોવા છતાં સહેલું થઈ જાય છે. અને તે સમજેલો વિષય કદાપિ ખસતો નથી.
આ સંસારમાં ચેતન અને અચેતન એમ મુખ્યત્વે બે પદાર્થો છે. અચેતનપદાર્થના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળ એમ પાંચ પેટા વિભાગો છે. જેથી કુલ પદ્રવ્યાત્મક આ લોક છે. આ છમાં ચૈતન્યગુણવાળું દ્રવ્ય એક જ છે. અને તે જીવ છે. શેષ પાંચે દ્રવ્યો ચૈતન્યગુણથી રહિત છે. તેમાં પણ ધર્માસ્તિકાયાદિ ચાર અચેતન દ્રવ્યો વાસ્તવિક અને કાળ એ ઉપચરિત દ્રવ્ય છે (જો કે દિગંબર આમ્નાય કાળ દ્રવ્યને કાલાણુ સ્વરૂપે પારમાર્થિક દ્રવ્ય માને છે. જે આગળ દશમી ઢાળમાં સમજાવાશે.) આ છએ દ્રવ્યો પરસ્પર એવાં સંકળાયેલાં છે કે તેમાંના ૧ દ્રવ્યને બરાબર જાણવું હોય તો બાકીનાં દ્રવ્યોને પણ જાણવાં પડે છે. દરેક દ્રવ્યોને પોતાની અપેક્ષાએ “સ્વ” કહેવાય છે. અને પારદ્રવ્યની અપેક્ષાએ પર કહેવાય છે. જેમ કે “માટી દ્રવ્યનો બનેલો ઘટ, માટીની અપેક્ષાએ “સ્વદ્રવ્ય” છે. અને સુવર્ણાદિ અન્ય દ્રવ્યો તે માટીના ઘટને માટે “પદ્રવ્ય” છે. એવી જ રીતે જે દ્રવ્ય જે આકાશ ક્ષેત્રમાં વ્યાપીને રહેલું હોય છે. તે આકાશ ક્ષેત્ર તે દ્રવ્ય માટે “સ્વક્ષેત્ર” કહેવાય છે. અને બાકીનું આકાશ ક્ષેત્ર તે વિવક્ષિત દ્રવ્ય માટે “પરક્ષેત્ર” કહેવાય છે. તથા જે દ્રવ્ય જે કાળે વિદ્યમાન છે, તે કાળ તે દ્રવ્ય માટે “સ્વકાળ” કહેવાય છે. અને જે દ્રવ્ય જે