SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૧૬૯ દ્રવ્યત્વ અને પદાર્થત્વ જેવા સામાન્ય ધર્મોથી જો જોઈએ તો અભેદ પણ અવશ્ય હોય જ છે. ए भेद नई अभेद छइ. ते सइगमे नयनो मूलहेतु छइ. सात नयना जे सातसई भेद छइं. ते ए रीते द्रव्य-पर्यायनी अर्पणा-अनर्पणाई थाइं. ते शतारनयचक्राध्ययनमांहिं पूर्वि हुँता. हमणां-द्वादशारनयचक्रमांहिं "विधिः, विधिर्विधिः" इत्यादि रीतिं एकेक नयमांहि १२-१२ भेद उपजता कहिया छइ ॥ ४-८ ॥ આ રીતે કોઈ પણ પદાર્થોમાં કોઈ એક રૂપથી જ્યાં ભેદ છે ત્યાં જ રૂપાન્તરથી અભેદ હોય છે. અને જ્યાં કોઈ એક રૂપથી અભેદ હોય છે. ત્યાં જ રૂપાન્તરથી ભેદ પણ અવશ્ય આવે જ છે. આ રૂપાન્તરપણાની વિવક્ષા (અર્પણા) અને અવિવેક્ષા (અનર્પણા) એ જ ભેદ અને અભેદને વ્યવસ્થિત કરે છે. આમ અનેક સ્વરૂપોથી સંભવતા ભેદ (અનેકતા) અને અભેદ(એકતા)ના કારણે જ એક એક નયના ૧૦૦-૧૦૦ ભેદો પડી જાય છે. દરેક નયોના સેંકડો પ્રકાર પાડવામાં જો કોઈ કારણ હોય તો આ ભેદભેદની અર્પણા-અર્પણા જ કારણ છે. એક એક નયના ૧૦૦-૧૦૦ પ્રકારની સમજ ઘણા પૂર્વકાળમાં “શતાનિયચક્ર” નામના અધ્યયનમાં હતી. પરંતુ હમણાં તો (વર્તમાનકાળે તો) તે વિચ્છેદ પામેલ છે. પરંતુ પૂજ્ય મલ્લવાદીજીસૂરિકૃત “હાદશાનયચક્ર” નામના ગ્રંથમાં ૧ વિધિ, ર વિધિર્વિધિઃ વિગેરે બારબાર ભેદો એક એક નયના બતાવેલ છે. વિશેષાર્થીએ તે તે ગ્રંથોનું ગુરુગમથી સૂક્ષ્મપણે અધ્યયન કરવું આવશ્યક છે. I૪૮ ક્ષેત્ર કાલ ભાવાદિક યોગઈ, થાઈ ભંગની કોડી રે | સંખેપઈ એ ઠામિ કહિએ, સપ્તભંગની જોડી રે / ૪-૯ | ગાથાર્થ– ક્ષેત્ર-કાળ અને ભાવાદિકની અપેક્ષાએ ભાંગાઓની કોડી થાય છે (કરોડો ભાંગા થાય છે) છતાં, સંક્ષેપથી આ સ્થાનમાં સાતભાંગાની જોડી (સપ્તભંગી) કહેવાય છે. || ૪-૯ || ટબો- દ્રવ્યાદિક વિશેષણઇ ભંગ થાઇ, તિમ-ક્ષેત્રાદિક વિશેષણઇ પણિ અનેક ભંગ થાઇ. તથા દ્રવ્યઘટઃ સ્વ કરી વિવલિઇ, તિવારઇ-ક્ષેત્રાદિક ઘટ પર થાઇ, ઈમ પ્રત્યેકઇ-સપ્તભંગી પણિ કોડીગમાં નીપજઇ, તથાપિ લોકપ્રસિદ્ધ જે કબુ-ગ્રીવાદિ પર્યાયોપેતઘટ છઈ, તેહનઈ જસ્વબેવડીનઈ સ્વરૂપઈ - અસ્તિત્વ, પરરૂપઇ-નાસ્તિત્વ, ઈમ લેઈ સપ્તભંગી દેખાડિઈ. તથાહિ
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy