________________
૧૭૪
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નાસ્તિસ્વરૂપ છે. અમદાવાદની પણ અમુક પોળવાળા ક્ષેત્રને આશ્રયી અસ્તિ સ્વરૂપ છે શેષ પોળોને આશ્રયી નાસ્તિ સ્વરૂપ છે. વસંતઋતુમાં બનવા પણે અતિ સ્વરૂપ છે. શિશિરાદિ અન્ય ઋતુઓમાં બનવા પણે નાસ્તિ સ્વરૂપ છે. પકવેલો લાલ રંગનો ઘટ વિચારીએ તો અતિરૂપ છે. અને અપક્વપણે તથા શ્યામરૂપાદિ ભાવે નાસ્તિસ્વરૂપ છે. આ રીતે ક્ષેત્રાદિક (ક્ષેત્ર-કાલ-ભાવ) વિશેષણોને આશ્રયી ઘણી જ સપ્તભંગીઓ થવા સ્વરૂપ અનેક ભાગાઓ થાય છે.
तथा द्रव्यघट स्व करी विवक्षिइं, ति वारइं क्षेत्रादिक पर थाइ. इम प्रत्येकइंसप्तभंगी पणि कोडीगमइ नीपजइं.
તથા જેમ દ્રવ્ય-દ્રવ્યમાં સ્વ-પરનો ભેદ કરવામાં આવ્યો અને તેને આશ્રયી અસ્તિનાસ્તિ સ્વરૂપ જાણ્યું. તેવી જ રીતે જ્યારે કેવળ દ્રવ્યની પ્રધાનતા કરો અને ક્ષેત્રાદિની ગૌણતા વિચારો ત્યારે, એટલે કે “વ્યયને” સ્વ શબ્દથી પ્રધાનતાએ જણાવવાની ઈચ્છા હોય ત્યારે, ક્ષેત્રાવિકા આશ્રયી જે જે ઘટ છે. તે બધા પર થાય છે. અને એમ થવાથી તેને આશ્રયીને પણ દરેકમાં સપ્તભંગીઓ થાય છે. આ રીતે પણ કરોડો પ્રમાણમાં સપ્તભંગીઓ થાય છે, જેમ કે પાણી ભરવા માટે “માટી દ્રવ્યનો બનેલો ઘટ જોઈએ” અહીં દ્રવ્યઘટ માત્રની પ્રધાનતા કરી, પછી તે ઘટ અમદાવાદનો હોય કે સુરતનો હોય, વસંતઋતુનો હોય કે શિશિર ઋતુનો હોય, પક્વ હોય કે અપક્વ હોય ઈત્યાદિ ભાવોની અવિવક્ષા (ગૌણતા) વિચારો ત્યારે તેની પણ જુદી જુદી સપ્તભંગી થાય છે.
સારાંશે કે પૂર્વે દ્રવ્ય-દ્રવ્યમાં જ સ્વ-પરનો ભેદ કર્યો હતો કે માટી દ્રવ્યરૂપે ઘટ અસ્તિ છે અને બીજા દ્રવ્યના બનેલા રૂપે નાસ્તિ છે અને હવે અહી દ્રવ્યમાત્રને સ્વ તરીકે વિવક્ષા કરી તથા ક્ષેત્ર-કાળ-ભાવ આદિની પર તરીકે વિવક્ષા કરી. તેથી તેની પણ સ્વ-પર પણે સપ્તભંગી થાય આમ વિવક્ષા વશથી અનંતી સપ્તભંગી થાય છે.
तथापि लोकप्रसिद्ध जे कम्बूग्रीवादि पर्यायोपेत घट छइ, तेहनइं ज- स्वत्रेवडीनइं, स्वरूपई अस्तित्व, पररूपई नास्तित्व, इम लेइ सप्तभंगी देखाडिई तथाहि
ઉપર સમજાવ્યા પ્રમાણે અનેક પ્રકારની અનેક સપ્તભંગીઓ થતી હોવા છતાં પણ લોકોમાં પ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિ આકારવાળા (નીચેથી પહોળા અને ઉપરથી ગળા સુધી સાંકડા અને તેની ઉપર કાંઠલા યુક્ત આકારવાળા) એટલે કે એવા પ્રકારના પર્યાયથી યુક્ત પદાર્થને ઘટ કહેવાય છે. અને તે પદાર્થને જ “સ્વ” શબ્દથી ત્રેવડીએ = એટલે સ્વશબ્દથી વિવક્ષીએ, (ત્રેવડીએ એટલે સમજીએ, વિવક્ષીએ, વિવેક કરીએ) ત્યારે તે સ્વરૂપે અસ્તિ, અને પરરૂપે નાસ્તિ ધર્મવાળો આ ઘટ થયો. અને આમ, વિરોધી બે