________________
૧૫૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૨ પરંતુ દ્રવ્ય પોતે જ સ્વાભાવિકપણે સ્વયં ઘટ-પટાદિ પર્યાય રૂપે પરિણામ પામે છે. માટે દ્રવ્ય-પર્યાયનો અભેદ સાચો છે, એવી જ રીતે દ્રવ્ય અને ગુણોનો અભેદ પણ સ્વાભાવિક હોવાથી સાચો છે. પરંતુ ભેદ સ્વાભાવિક નથી, ઔપાધિક છે. માટે જુઠો છે. કારણ કે સર્વ સ્થાને ભેદ ઉપાધિથી જણાય છે. માટીમાં જે “ઘટાકારતા” સ્વરૂપ પર્યાય પ્રગટ થયો. તે ઘટાકારતા પહેલેથી સ્વયં સિદ્ધ ન હતી. દંડાદિક અન્ય સામગ્રી (રૂપ ઉપાધિ) દ્વારા થઈ. તથા દ્રવ્ય અને ગુણોનો ભેદ, સંજ્ઞા સંખ્યા લક્ષણાદિ રૂપ (ઉપાધિ) દ્વારા થાય છે. આ રીતે ભેદમાં પરની (ઉપાધિની) અપેક્ષા છે. તેવી અભેદમાં પરની (ઉપાધિની) અપેક્ષા નથી. તથા “તૈનધારા પતિ' આવા વાક્યોમાં તેલ પોતે જ ધારા રૂપે પડે છે. આમ અભેદ સમજવામાં પરની અપેક્ષા નથી. પરંતુ “તેલની ધારા પડે છે.” આમ ભેદ સમજવામાં ધારા કોની ? તો તેલની, આમ પરની અપેક્ષા રહે છે. તે માટે અભેદ સહજ છે. પરની અપેક્ષા વિનાનો છે માટે સાચો છે. પરંતુ
ભેદ પરની અપેક્ષાવાળો છે. ઔપાધિક છે માટે જુકો છે. . કારણકે ભેદનો વ્યવહાર કરવામાં અને અભેદનો વ્યવહાર કરવામાં એમ બન્નેનો વ્યવહાર કરવામાં “પરાપેક્ષા” રહેલી જ છે. પરની અપેક્ષા વિના ભેદ કે અભેદ એક પણ સમજાય તેમ નથી. ભેદમાં પરની અપેક્ષા છે. અને અભેદમાં પરની એપક્ષા નથી. આ વાત સાચી નથી. બન્નેમાં પરની અપેક્ષા છે જ. કોનો કોનાથી ભેદ? કોનો કોનાથી અભેદ ? આવો કોઈ પ્રશ્ન પૂછે તો ઉત્તરમાં કહેવું જ પડે કે દ્રવ્યથી ગુણાદિકનો ભેદ છે. દ્રવ્યથી ગુણાદિકનો અભેદ છે. દ્રવ્યથી પર્યાયનો ભેદ છે. અને દ્રવ્યથી પર્યાયનો અભેદ છે. ઉત્તરમાં આવું વચન કહેવું જ પડે છે. તેથી જેમ ભેદ પરાપેક્ષિત છે. તેમ અભેદ પણ પરાપેક્ષિત જ છે. તેથી બન્ને તુલ્યપણે - સમાનબળપણે રહેલ છે. એક મુખ્ય છે અને બીજો ગૌણ છે. અથવા એક તાત્ત્વિક છે અને બીજો ઔપચારિક છે આવું નથી.
તથા “આતપ (પ્રકાશ) અને અંધકારનું જે ઉદાહરણ આપ્યું તે પણ બરાબર નથી. કારણકે પ્રકાશ અને અંધકારની તરતમતા અસંખ્ય જાતની હોય છે. દિવસે મધ્યાહ્નસમયે ઘરમાં રહેલો જે પ્રકાશ છે. તે, બહારના રોડ ઉપરના તડકાની અપેક્ષાએ અંધકાર છે. અને અંદરના રૂમમાં પડતા અંધકારની અપેક્ષાએ પ્રકાશ છે.” અંદરના રૂમનો પ્રકાશ પણ બહારના હોલના પ્રકાશની અપેક્ષાએ અંધકાર છે અને સ્ટોરરૂમના અંધકારની અપેક્ષાએ પ્રકાશ છે. એટલે એક જ સ્થાને એકી સાથે અપેક્ષાભેદથી (સ્યાદ્વાદ દૃષ્ટિએ) પ્રકાશ અને અંધકાર સાથે રહે જ છે. તેથી વિરોધ આવવાની વાત ખોટી છે. તથા જે પ્રકાશ છે. તે તેનાથી અધિકપ્રકાશની અપેક્ષાએ અંધકાર છે અને જે અંધકાર છે. તે ગાઢ અંધકારની અપેક્ષાએ પ્રકાશ છે. આ રીતે એક જ પુદ્ગલદ્રવ્ય અપેક્ષાવિશેષ