________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧
૧૪૯ બીજી ઢાળમાં દ્રવ્યનો અને ગુણ-પર્યાયોનો પરસ્પર ભેદ અનેક રીતે સમજાવ્યો. ત્રીજી ઢાળમાં દ્રવ્ય અને ગુણ પર્યાયોનો પરસ્પર અભેદ અનેક રીતે સમજાવ્યો. એક જ સ્થાનમાં ભેદનું હોવાપણું અને ત્યાં જ અભેદનું પણ હોવાપણું સાંભળીને કોઈક શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે છે
परवादी कहइ छइ "द्रव्यादिकनइं भेद-अभेद उभय किम मानो ? जिहां विरोध निर्धार छइ. भेद होइ, तिहां अभेद न होइ. अभेद होइ, तिहां भेद न होइ. ए बेहु भावाभावरूपई विरोधी छइ.
__ "विरोधी बेहु एक ठामि न रहइ. जिम-आतप होइ, तिहां अंधारो न रहइ. अंधारो होइ, तिहां आतप न रहइ. तिम भेदाभेद एकत्र न होइ"
પરવાદી એવો કોઈ વસ્તુસ્વરૂપનો અજ્ઞાની શિષ્ય પુછે છે કે– હે ભેદભેદવાદી જૈન ! દ્રવ્યાદિકને (દ્રવ્યનો અને ગુણ-પર્યાયોનો) પરસ્પર ભેદ પણ હોય, અને અભેદ પણ હોય, એમ ઉભય બન્ને એકી સાથે કેમ માનો છો ? જ્યાં (ભેદભેદ સાથે માનવામાં વિરોધ નામનો દોષ નક્કી આવે જ છે. કારણ કે જ્યાં ભેદ હોય, ત્યાં વિરોધી હોવાથી અભેદ ન જ હોય. અને જ્યાં અભેદ હોય, ત્યાં વિરોધી હોવાથી ભેદ ન જ હોય. કારણકે આ ભેદ અને અભેદ બન્ને પરસ્પર ભાવ-અભાવાત્મક હોવાથી વિરોધી છે, જે ભેદ છે. તે અભેદના અભાવાત્મક છે. અને જે અભેદ છે તે ભેદના અભાવાત્મક છે. જેમ ઘટ અને ઘટાભાવ પરસ્પર વિરોધી હોવાથી એકી સાથે રહી શકે નહીં. તેમ અહીં પણ ભેદ-અભેદ સાથે રહી શકે નહીં.
કોઈ પણ પરસ્પર વિરોધી બે વસ્તુ એક સ્થાનમાં રહી શકે નહીં જેમ જ્યાં આતપ (પ્રકાશ) હોય ત્યાં અંધકાર ન રહે. અને જ્યાં અંધકાર હોય, ત્યાં આતપ ન રહે. સર્પ-નકુલ, વાઘ-બકરી, શીત-ઉષ્ણ, શ્વેત-કૃષ્ણ, આ બધા ભાવો પરસ્પર વિરોધી હોવાથી એક જ સ્થાનમાં એકી સાથે કદાપિ રહી શકતા નથી. તેમ ભેદ-અભેદ સાથે ન રહે. આવી કોઈ શિષ્ય શંકા કરે છે.
વાસ્તવિક વાત એ છે કે વિશ્વના સમસ્ત ભાવો ભેદવાળા અને અભેદવાળા, એમ ઉભયરૂપ છે. પરંતુ કોઈક દર્શનકારો પદાર્થોને એકાત્ત ભેટવાળા અને બીજા કોઈક દર્શનકારો પદાર્થોને એકાત્ત અભેદવાળા (મનફાવે તેમ) માને છે. પરંતુ જૈનદર્શનકારો ઈતરદર્શનકારોની જેમ મનની કલ્પનામાત્રથી ભેદભેદ એમ ઉભયવાદ માને છે, આમ સમજવું નહીં. જૈન દર્શનકારોની પણ આવી કલ્પનામાત્રથી જ કરાયેલી આ માન્યતા