________________
૧૫૦ ઢાળ-૪ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે આમ ન સમજવું. પરંતુ ખરેખર જગવત સર્વે પદાર્થો સ્વતઃ જ આવા ભેદભેટવાળા અનાદિના સ્વયંસિદ્ધ છે જ. જે પદાર્થો જેવા છે. તેને સર્વજ્ઞ પરમાત્માઓએ તેવા જોયા છે અને વિશ્વમાં તેવા પ્રકાશિત કર્યા છે. એટલે જૈનદર્શન કપોલકલ્પિત કલ્પનાવાળું નથી. પરંતુ યથાર્થદર્શી છે. અને યથાર્થવાદી છે. “માન્યતા” આ શબ્દ જ વ્યક્તિની છવાસ્થતાનો (અસર્વજ્ઞતાનો) સૂચક છે. જ્યારે જિનેશ્વર ભગવંતો સર્વજ્ઞ છે. એટલે તે જિનેશ્વર ભગવંતો આવી “માન્યતા"વાળા છે એમ કહેવું નહીં. કારણ કે આ પરમાત્માઓને કોઈ પણ પક્ષ તરફનો રાગ-દ્વેષ (પક્ષપાત) ચાલ્યો જ ગયો છે. તેથી પક્ષપાત હોતો જ નથી. તથા સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ ભાવોના યર્થાથ જ્ઞાતા છે. માટે તૈયાયિક ભેદવાદી છે. સાંખ્યો અમેદવાદી છે. પરંતુ જૈન ઉભયવાદી છે એમ નહીં, કિન્તુ “યથાર્થવાદી” છે. કદાચ ક્યાંઈક ઉભયવાદી શબ્દનો પ્રયોગ કહેવાયો હોય તો પણ તે ઉભયને માને છે. ઉભયની માન્યતા ધરાવે છે એવો અર્થ ન કરવો. પરંતુ વસ્તુમાં ઉભયસ્વરૂપ છે. અને જેવું છે તેવું જોનારા અને કહેનારા છે. માટે ઉભયવાદી છે. એવો અર્થ કરવો.
વસ્તુના સ્વરૂપાત્મક આ “ભેદભેદવાદ” ને સામાન્ય બુદ્ધિવાળા પણ જો પોતાનો આગ્રહ ન રાખે અને સમજવા ઈચ્છે તો સમજી શકાય તેવો છે. અને જેઓ પોતાની માન્યતાનો આગ્રહ રાખે તથા સાચુ સમજવાની ઈચ્છા ન હોય અને પોતાનું સમજેલું કુતર્કો દ્વારા બીજાને સમજાવવાની જ ઈચ્છા હોય એવા આગ્રહી જીવોને સમજાવવા માટે સૂક્ષ્મતર્ક અને તેનાથી વાસિત ઘણી બુદ્ધિ કામે લગાડે તો પણ તેનાથી ન સમજાય તેવો આ ભેદભેદવાદ છે. સંક્ષેપમાં સાર એ છે કે
સમજવું હોય તેને સમજાવાય, સમજાવવું હોય તેને ન સમજાવાય”
વસ્તુનું સાચુ તત્ત્વ સમજવા માટે નિર્મળ (એટલે કદાગ્રહ વિનાની) બુદ્ધિ હોવી જોઈએ. કોઈ પણ પક્ષ ઉપર પહેલેથી જ ગાંઠ બંધાઈ ગઈ હોય, તો તેનો બચાવ કરવામાં અને સામેના પક્ષનો ઉચ્છેદ કરવામાં જ બુદ્ધિ કામ કરતી હોય છે. જેથી વસ્તુનું સાચું સ્વરૂપ સમજાતું જ નથી. જ્યારે વક્તા ઉપર અને વક્તાની વાણી ઉપર શ્રદ્ધા (આન્તરિક પ્રીતિ) પૂર્વકની બુદ્ધિ જો હોય તો તે બુદ્ધિ વક્તાના વચનોને અનુસારે સત્ય શોધવામાં–સમજવામાં જ કામ કરે છે. શ્રદ્ધાપૂર્વકની બુદ્ધિ સત્યની ગવેષક છે. અને આગ્રહપૂર્વકની બુદ્ધિ સત્યની ઉચ્છેદક છે.
| દાર્શનિકવાદો તો લગભગ લુપ્તપ્રાય થયા છે. પરંતુ આન્તરિકવાદો બહુ જોર પકડતા જાય છે. નિર્ણાયક અથવા બહુનાયક જેવી દુઃખદ સ્થિતિ પ્રવર્તે છે. જ્ઞાનમાર્ગ