SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ઢાળ-૩ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અવસ્થામાં ઘટના (ધમીના) અભાવવાળો કાળ છે. (જો કે જૈનદર્શનની દૃષ્ટિએ આ બને અવસ્થામાં પણ પર્યાયરૂપે જ (ઘટાકારતા રૂપે જ) ઘટનો અભાવ છે. સર્વથા ઘટના અભાવ નથી,માટી દ્રવ્ય રૂપે તો ઘટ છે જ. તો પણ તૈયાયિકની દૃષ્ટિએ ધર્મ ન હોવાથી ધર્મી એવા ઘટનો પણ સર્વથા અભાવ છે.) તેવા કાળમાં એટલે કે ધર્મનો અભાવ હોવાથી ધર્મીના પણ અભાવવાળા કાળમાં જો ધર્મી એવા અતીતઘટનું સ્મરણાત્મક જ્ઞાન થાય છે. તો સદાકાળ નિર્ભય પણે શશશ્ચંગનું પણ જ્ઞાન થવું જોઈએ. કારણકે જેમ અસત્ એવા ધર્મી ઘટનું સ્મરણ થાય છે. તેમ અસત્ એવા શશશૃંગાદિનું પણ સ્મરણાત્મક જ્ઞાન થવું જોઈએ. આવો દોષ ગ્રંથકારશ્રી તૈયાયિકને આપે છે. धर्मी-अतीत घट, अछतई धर्म-घटत्व, अछतई कालिं-घटनई अभाव कालइं भासई छईं. ૩છત વર્ષ-રત્વ ઘટાકારતા સ્વરૂપ (ઘટવ) ધર્મ જ્યારે અછત છે ત્યારે (ઘટાકારતા જ્યાં દેખાતી નથી એવા) ૩છતડું શનિ = ઉટનવું મમ નિરું તૈયાયિકના મતે ઘટના સર્વથા અભાવવાળા કપાલકાળમાં પણ જો ઘઊં-તીતપદધર્મી એવો ભૂતકાળનો ઘટ તૈયાયિકની દૃષ્ટિએ સર્વથા અસત્ હોવા છતાં પણ મારું જીરું = જણાય છે. સ્મરણમાં આવે છે. તો (ધર્મ ન હોવાથી ધર્મીનો સર્વથા અભાવ જ માત્ર છે) તેવું માનનારા તૈયાયિકને તેવા કાલકાળમાં ધર્મી એવા ઘટનું જ્ઞાન (સ્મરણ) જો થાય છે. તો કોઈ પણ જાતની શંકા વિના, વાદીઓ તરફથી કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના સસલાનાં શીંગડાં, આકાશનું પુષ્પ ઈત્યાદિ સર્વથા અસત્ પદાર્થો પણ દેખાવા જોઈએ. સારાંશ કે શેયાકારતા ધર્મ કપાલકાળે નથી. ધર્મ ન હોવાથી નૈયાયિકની દૃષ્ટિએ કપાલકાળમાં સર્વથા ઘટધર્મીનો પણ અભાવ જ છે એમ તેઓ માને છે. છતાં તે કાળે સર્વથા અસત્ એવા ઘટનું જ્ઞાન (જ્ઞપ્તિ) થાય છે. એમ તૈયાયિક માને છે. તો અમે જૈનો તેઓને કહીએ છીએ કે નિર્ભયપણે અસત્ એવા શશશૃંગાદિકનું પણ જ્ઞાન થવું જોઈએ? આવો દોષ નૈયાયિકને આવશે. અમને જૈનોને આ દોષ આવશે નહીં. કારણકે અમે જૈનો શેયાકારતારૂપ ધર્મ જે કાળે નથી. તે કાળે એટલે કપાલકાળે પણ ધર્મી એવા અતીતઘટનો સર્વથા અભાવ માનતા નથી. તે કાલે પણ ધર્મ એવો ઘટ પર્યાયથી નથી. પણ દ્રવ્યથી સત્ છે. માટે તેનું જ્ઞાન થાય છે. શશશ્ચંગ સર્વથા અસત્ છે. માટે તેનું
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy