________________
૧૪૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૩ જ્ઞાન ન થાય. પરંતુ તૈયાયિકે તો સર્વથા અસત્ એવા ઘટનું જ્ઞાન માન્યું છે. તેથી સર્વથા અસત્ એવા શશશૃંગનું જ્ઞાન પણ થવું જોઈએ.
___ "अथवा धर्मी अतीतघट, अछतइं, धर्म-ज्ञेयाकार, अछतइं कालई छई" इम जो तुजने चित्तमांहि सुहाइ, तो सर्व-अतीत अनागत वर्तमान कालइ निर्भयपणइं अदृष्टशंकारहितपणइं शशशृंग पणि जणाणुं जोइइ. ॥ ३-१३ ॥
અથવા અમે જૈનો તો કપાલકાલમાં અતીતઘટનો શેયાકારતા રૂપ ધર્મ વર્તમાનકાળમાં પણ તિરોભાવે છે. અને તેથી ધર્મી ઘટ પણ (દ્રવ્યાર્થિકનયથી) સત્ છે એમ માનીએ છીએ. એટલે અમને તો કોઈ દોષ આવશે નહીં. પરંતુ તૈયાયિક જોયાકાતારૂપ ધર્મ ત્યાં સર્વથા અછતો છે. એમ માને છે તેથી તે નૈયાયિકને શેયાકારતા ૨૫ ધર્મ સર્વથા મન માનેલ હોવાથી અતીતઘટનો પણ સર્વથા અભાવ જ છે તેવા કાળમાં જો સર્વથા એવો અતીતઘટ રૂપ ધર્મી કપાલમાં જણાય છે જ. એવું તમારા ચિત્તમાં જો સુસંગત લાગે છે, તો પછી કોઈ પણ જાતની અદૃષ્ટની (પુણ્ય-પાપ લાગશે એવી) શંકા રહિતપણે સર્વકાલે ભૂત-ભાવિ અને વર્તમાન કાલે આમ ત્રણે કાળે નિર્ભયપણે શશશ્ચંગ પણ જણાવાં જોઈએ. કારણકે શશશ્ચંગ પણ સર્વથા અસત્ છે. તેનું જ્ઞાન પણ અસત્ એવા ઘટત્વ ધર્મની જેમ થવું જોઈએ.
જ્યાં ધર્મ (ઘટાકારતા અથવા શેવાકારતા) દશ્યમાન ન હોય ત્યાં ધર્મી સર્વથા અસત્ માનશો અને કપાલમાં અતીતઘટ ધર્મી સર્વથા અસત્ છે. અને તેનું જ્ઞાન થાય છે એમ માનશો તો નિર્ભયપણે શશશ્ચંગ પણ જાણવાપણાની આપત્તિ આવશે. એવી જ રીતે મૃર્લિંડમાં પણ ઘટાકારતા અથવા શેયાકારતા રૂપ ધર્મ દશ્યમાન ન હોવાથી ધર્મી એવા ભાવિઘટને સર્વથા અસત્ માનશો અને સામગ્રી મળવાથી તેની ઉત્પત્તિ માનશો તો શશશૃંગાદિ પણ તેવું જ છે. માટે નિર્ભયપણે શશશૃંગાદિની પણ ઉત્પત્તિ થવી જોઈએ. શશશૃંગ પર્યાયથી અને દ્રવ્યથી એમ બન્ને રીતે અસત્ છે એટલે સર્વથા અસત્ છે. માટે તેનું પણ જ્ઞાન અને ઉત્પત્તિ ઘટની જેમ થવી જોઈએ. પરંતુ સર્વથા અસત્ એવા શશશૃંગાદિની જ્ઞપ્તિ કે ઉત્પત્તિ થતી નથી. અને ઘટની ઉત્પત્તિ તથા જ્ઞપ્તિ થાય છે. માટે ઘટ એ દ્રવ્યથી અને પર્યાયથી એમ બંને રીતે અસત્ નથી. ફક્ત પર્યાયથી જ અસત્ છે. પણ દ્રવ્યથી સત્ છે. માટે તૈયાયિકની વાત સાચી નથી.
નૈયાયિકો મૃત્યિંડકાળમાં અને કપાલકાલમાં ઘટાકારતા અને શેયાકારતા રૂપ માત્ર પર્યાયને અસત્ માનતા નથી. પરંતુ પર્યાયની સાથે અતીત ઘટ અને ભાવિઘટ રૂપ ધર્મીને