________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૩
મીલનથી ઉત્પન્ન થયો એમ માનીએ તો અસત્ એવાં શશશ્રૃંગાદિ પણ તે નૃષિંડમાંથી કેમ ન જન્મ્યાં ? અને ઘટ જ કેમ જન્મ્યો. તથા કપાલ જોઈને ઘટનું જ સ્મરણ કેમ થયું? પટાદિ ઈતરપદાર્થોનું સ્મરણ કેમ ન થયું ? આ બધા દોષોના નિવારણનો આ એક જ ઉપાય છે કે કૃષિંડકાલે અને કપાલકાળે પર્યાયથી (આકાર સ્વરૂપે) ઘટ અસત્ હોવા છતાં પણ દ્રવ્ય સ્વરૂપે (ત્રણે અવસ્થામાં માટી તેની તે જ છે. માટીનો અન્વય સદા ધ્રુવ છે માટીમાં તે ઘટ પર્યાય બનવાનો છે. અને બન્યો હતો એમ માનીને) ઘટ સત્ પણ છે જ. એમ સત્-અસત્ ઉભયવાદ જ માનવો ઉચિત છે. ॥ ૩૭ ॥ ધર્મી, અછતઈ ધર્મ જો જી, અછતઈ કાલિં સુહાઈ ॥ સર્વકાલિં નિર્ભયપણઈ જી, તો શશશૃંગ જણાઈ રે
|| ભવિકા ॥ ૩-૧૩ ||
૧૩૯
ગાથાર્થ જો ધર્મ ન હોય તેવા અછતા કાળને વિષે પણ ધર્મ જણાતો હોય તો નિર્ભયપણે સર્વકાળને વિષે શશશૃંગ પણ જણાવાં જોઈએ. ॥ ૩-૧૩ ||
ટબો- ધર્મી અતીત ઘટ, અછતŪ ધર્મ-ઘટત્વ, અછતŪ કાલિ ઘટનû અભાવ કાલÛ ભાસŪ છઈં. અથવા ધર્મી અતીત ઘટ, અછતŪ-ધર્મ-જ્ઞેયાકાર, અછતઈં કાલÛ છઈં “ઈમ જો તુજને ચિત્તમાંહિ” સુહાઈ, તો સર્વ-અતીત અનાગત વર્તમાન કાલŪ નિર્ભયપણŪ અદૃષ્ટશંકારહિતપણŪ શશશૃંગ પણિ જણાણું જોઈઈ. || ૩-૧૩ ||
વિવેચન– દ્રવ્ય એ ધર્મી છે. અને ગુણ-પર્યાયો એ ધર્મ છે. શુળપાયવત્ દ્રવ્યમ્ આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ તત્ત્વાર્થસૂત્રમાં છે. તથા અહીં બીજી ઢાળમાં પણ “મુળપર્યાયતનું ને માનન” એટલે ગુણ-પર્યાયનો જે આધાર તે દ્રવ્ય આમ કહેલું છે. તેથી ગુણ-પર્યાયો આધેય હોવાથી ધર્મ કહેવાય છે. અને દ્રવ્ય આધાર હોવાથી ધર્મી કહેવાય છે. એટલે ઘટ એ ધર્મ છે. ત્યારે શેયાકારતા એ પર્યાય છે. અર્થાત્ ધર્મ છે. ઘટ એ શેયાકારતાનો આધાર છે તેથી ધર્મી છે. અને જ્ઞેયાકારતા એ ઘટમાં આધેયરૂપે વર્તે છે. તેથી શેયાકારતા એ ધર્મ છે.
કપાલાવસ્થામાં “જ્ઞેયાકારતા” નામનો ધર્મ નથી. કારણકે જ્ઞેયાકારતા નષ્ટ થઈ ગઈ છે. એવી જ રીતે સ્મૃÑિડાવસ્થામધ્યે પણ શેયાકારતા રૂપ ધર્મ નથી. કારણકે હજુ શેયાકારતા અનુત્પન્ન છે. તેથી આ બન્ને અવસ્થામાં કપાલાવસ્થામાં તથા મૃÑિડાવસ્થામાં “શેયાકારતા” નામનો ધર્મ ન હોવાથી ધર્મી એવો ઘટ પણ નથી. અર્થાત્ આ બન્ને