________________
૧૩૮
ઢાળ-૩ : ગાથા૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અત્યારે વર્તમાનકાળે પર્યાયથી વિદ્યમાન નથી. તેથી જ પર્યાયને આશ્રયી તે અતીત કહેવાય છે. તે અતીત ઘટાકાર સ્વરૂપ જોયાકારનો વર્તમાનકાળમાં (વર્તમાનકાળે વર્તતા એવા જ્ઞાનમાં) આરોપ કરીને ઘટાદારતાનો બોધ કરાય છે. તેથી જ અતીતકાળ સંબંધી ઘટાકારતા રૂપ જોયાકારતા, વર્તમાનકાલીન જ્ઞાનમાં જણાતી હોવાથી “વર્તમાનતા” રૂપે વ્યવહારાય છે.
સર્વે પણ દ્રવ્યો દ્રવ્યથી અન્વયવાળાં જ છે. સદા ધ્રુવ જ છે. છતાં પર્યાયોથી અવશ્ય પરિવર્તન પામે જ છે. અતીત અનાગત અને વર્તમાન એ પણ વસ્તુના પર્યાય વિશેષો જ છે. ઘટ બનાવતો કુંભકાર મૃત્યિંડકાલે પણ ભાવિમાં બનાવવા ધારેલા ઘટને મનમાં સંકલ્પરૂપે જાણે જ છે. ત્યાં પણ ઘટ દ્રવ્યથી સત્ છે માટે જણાય છે. તેમ કપાલકાલે પણ ભૂતકાળના અતીત ઘટને મનમાં સંકલ્પરૂપે લાવીને વર્તમાનમાં શેયાકાર સ્વરૂપે જાણે છે. આ રીતે દ્રવ્યથી જે સત્ છે તેનું જ જ્ઞાન થાય છે. સર્વથા અસત્ હોય તેનું જ્ઞાન થતું નથી.
अथवा "नैगमनयथी अतीतनइं विषइं वर्तमानतानो आरोप कीजइ छइ, पणि સર્વથા અછત વસ્તુનું જ્ઞાન ન હો' રૂ-૧૨ )
અથવા વર્ષો પૂર્વે મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા છે, જે વિષય અતીત કાળનો કહેવાય છે. છતાં (ગુજરાતી) આસો વદી અમાવાસ્યા આવે ત્યારે દીવાલીના દિવસે
આજે મહાવીર પ્રભુનો નિર્વાણ દિવસ છે” એમ જે કહેવાય છે. તે અતીતકાળના પ્રસંગને વર્તમાનતારૂપે આરોપ કરવા સ્વરૂપ નૈગમજ્ય છે. સંસારી લોકો જે જન્મ દિવસ (બર્થડે), લગ્નનો દિવસ, અથવા દીક્ષાનો દિવસ વિગેરે જે ઉજવે છે. તે સઘળો વર્તમાનમાં ભૂતકાળના પ્રસંગનો આરોપ હોવાથી નૈગમનાય છે. તે નયથી વર્તમાનકાળમાં (ઉજવાતા દિવસમાં જન્મ-લગ્ન-દીક્ષા ન હોવા છતાં પણ) ભૂતકાળના બનેલા વિષયનો ઉપચાર કરીને આજે મારો જન્મદિવસ છે. આજે મારો લગ્નનો દિવસ છે. આજે મારો દીક્ષાનો દિવસ છે. ઈત્યાદિ જેમ મનાય છે. તે કંઈ સર્વથા અસત્ નથી. તેમ અહીં પણ નૈગમનયની અપેક્ષાએ અતીત કાળના વિષયને વિષે (ભૂતકાલીન ઘટને વિષે) વર્તમાનપણાનો આરોપ કરીને “હમણાં” જાણ્યો એમ કહેવાય છે. ભૂતકાળનો ઘટ આ જ કપાલમાં હતો, તે ઘટ પર્યાયવાળું જ આ દ્રવ્ય છે. તેથી દ્રવ્યથી ઘટ તેમાં સત્ છે જ. અને તો જ તેનું સ્મરણાત્મક જ્ઞાન થાય છે.
એકાન્તભેદવાદ માનનારા તૈયાયિકના મનમાં અનેક મુંઝવણો અને મુશ્કેલીઓ ઉભી થાય છે. કારણકે જો મૃર્લિંડમાં સર્વથા અછતો જ ઘટ માની લઈએ અને સામગ્રીના