________________
૧૨૮ ઢાળ-૩ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટાભિવ્યક્તિનું દંડાદિક કારણ કહવું તિહાં ગૌરવ હોઈ. બીજુ અભિવ્યક્તિનું કારણ ચક્ષુપ્રમુખ છઈ. પણિ દંડાદિક નથી. તે માટિ ભેદ પક્ષ જ. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ, ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ, તિહાં ગૌરવ છઈ. તે ન ઘટઈ. I ૩-૯
વિવેચન– દ્રવ્યમાં (કારણમાં) પર્યાયો (કાર્યો) દ્રવ્યાર્થિકનયથી તિરોભાવે છતા છે. તો જ સામગ્રી મળવાથી આવિર્ભાવ નીપજે છે. આ વાત અનુભવસિદ્ધ છે. અને આગલી ગાથામાં અનેકરીતે આ સ્વરૂપ સમજાવાયું છે. તો પણ પોતાના કદાગ્રહને નહીં મૂક્તા એકાત્ત ભેદને જ માનનારા અસત્કાર્યવાદી (કારણમાં કાર્ય નથી જ, અને સામગ્રી મળે છે? ઉત્પન્ન થાય છે. એવું માનનારા) નૈયાયિકો અમેદવાદીની સામે નવી નવી દલીલો કરીને ખોટી ગૂંચવણ જ ઉભી કરે છે. તેઓ આ પ્રમાણે દલીલ કરે છે
ઘટ બન્યા પૂર્વે જે “મૃતિંડ” છે તે ઘટની પૂર્વાવસ્થા, અને ઘટ ભાંગી ગયા પછી જે કપાલાવસ્થા (ઠીકરાં વાળી અવસ્થા) છે. તે ઘટની પાછળની અવસ્થા. આ બન્ને અવસ્થાઓમાં “ઘટ કાર્ય દેખાતું નથી”. છતાં રસ્તામાં ઘડો ફુટ્યા પછી પડેલાં “ઠીકરાં” જોઈને હાલ વર્તમાનકાળે ત્યાં ઘટ નથી. કારણકે ઘટ તો અતીતકાળનો વિષય થઈ ગયો. તો પણ ઘટનું સ્મરણ થાય છે. અહીં કોઈકનો ઘટ સુટેલો હોય એમ લાગે છે. આ રીતે જેમ કપાલ જોઈને અતીતકાળના વિષયવાળા ઘટનું અછતો હોવા છતાં સ્મરણ થાય છે. તેવી જ રીતે “મૃતિંડ” જોઈને અહીં ભાવિમાં ઘટ થશે. તેવું પણ સ્મરણ થાય છે. આ અનુભવસિદ્ધ હકીકત છે. આ સ્મરણ નામનું જ્ઞાન જેમ અછતા ઘડાનું થાય છે. તેની જેમ “મૃતિંડમાં” ઘટ અછતો જ માની લઈએ. અને સામગ્રી મળવા માત્રથી જ અછતા એવા ઘટની ઉત્પત્તિ થઈ. એમ માની લઈએ તો શું દોષ આવે? સારાંશ કે જેમ કપાલકાલે તથા મૃત્યિંડકાલે અછતા ઘટની જ્ઞપ્તિeઘટનું સ્મરણ થાય છે. તેમ કૃત્તિકામાંથી અછતા ઘટની ઉત્પત્તિ માનીએ તો કંઈ દોષ દેખાતો નથી. આ પ્રમાણે તૈયાયિકનું કહેવું છે. ટબાનો અર્થ આ પ્રમાણે
- इहां नैयायिक एहवं भाषइ छइ, "जिम अतीत विषय जे घटादिक, अछता छइ, तेहगें जिम ज्ञान होइ, तिम घटादिक कार्य अछतां ज, मृत्तिकादिक दल थकी सामग्री मिल्यइ नीपजस्यइ. अछतानी ज्ञप्ति होइ, तो अछतानी उत्पत्ति किम न होइ ?
અહીં નૈયાયિક આ પ્રમાણે અભેદવાદીની સામે દલીલ કરે છે કે- “જેમ અતીત કાળનો વિષય ઘટાદિક (ફુટેલાં કપાલ=ઠીકરામાં ઘટ ભૂતકાળનો વિષય થયો. એટલે વર્તમાનકાળે તે ઘટ નથી તેથી) અછતો છે. તેહનું (કપાલ જોઈને) સ્મરણાત્મક જ્ઞાન જેમ થાય છે. (તથા મૃર્લિંડ જોઈને ઘટ અછતો હોવા છતાં પણ ભાવિમાં આ માટીમાં અવશ્ય