________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૯
૧૨૭ તેથી આવિર્ભાવપર્યાય સતું નથી. હવે જો આવિર્ભાવ પર્યાય ૩મસ હોય તો કદાપિ ઘટ પ્રગટ થવો જ ન જોઈએ. કારણ કે શશશ્ચંગની જેમ જે સત્ હોય છે. તે કદાપિ પ્રગટતો નથી. તેથી આ આવિર્ભાવ પર્યાયને તે માનવામાં પણ દોષ છે અને સત્ માનવામાં પણ દોષ છે. એવી જ રીતે તિરોભાવ પર્યાય પણ જો સત્ હોય તો તે હવે કાયમ સત્ જ રહેવો જોઈએ, જવો જ ન જોઈએ. તિરોભાવનો નાશ થવો જ ન જોઈએ. એટલે ઘટ થશે જ નહીં. અને જો તિરોભાવ મસત્ હોય તો પિંડકાળમાં ઘટનો તિરોભાવ કેમ દેખાય છે ? કારણકે જે અસત્ હોય તે ન જ હોય ઈત્યાદિ વિચારણા કરતાં આવિર્ભાવ તિરોભાવને સ-સત્ માનતાં બન્નેમાંનો કોઈ પણ પક્ષ માનવામાં દૂષણ જ આવે છે.
ઉત્તર– આ આવિર્ભાવ અને તિરોભાવ એ પણ કાર્યના દર્શન અદર્શનના નિયામક પણે (કારણરૂપે) એક પ્રકારના પર્યાય વિશેષ જ છે. તેણે કરીને તે પર્યાયોને કેવળ એકલા સતું કે કેવળ એકલા જ છે. આમ માનીએ તો દૂષણ આવે પણ આમ ન માનતાં સત્ એમ ઉભયાત્મક છે. આમ માનતાં સત્પક્ષનાં કે અસત્યક્ષનાં કોઈ દૂષણો આવતાં નથી.
જે માટે અનુભવને અનુસાર તે તે કારણભૂત દ્રવ્યમાં તે તે કાર્યભૂત પર્યાયો અવશ્ય છે જ. એમ જાણવું. જે કારણમાં જે કાર્ય તિરોભાવે પણ રહેલું હોય છે તો જ તે કાર્ય તે કારણમાંથી સામગ્રી મળવાથી પ્રગટ થાય છે જે કારણમાં જે કાર્ય તિરોભાવે પણ રહેલું હોતું નથી. તે કાર્ય તે કારણમાંથી ત્રણે કાળે પણ નીપજતું નથી. ૩૩ નઈયાયિક ભાષઈ ઈસ્યું છે, “જિમ અછતાનું રે જ્ઞાન ! હોવઈ વિષય અતીતનું જી, તિમ કારય સહી નાણ રે
|| ભવિકા || ૩-૯ો. ગાથાર્થ– નૈયાયિકો કહે છે કે- જેમ ભૂતકાળનો વિષય અછતો હોવા છતાં પણ તેનું સ્મરણાત્મક જ્ઞાન થાય છે. તેવી જ રીતે અછતું જ કાર્ય ઉત્પન્ન થાય છે. એમ છે સખી! તું જાણ. // ૩-૯ |
ટબો- ઈહાં નૈયાયિક એહવું ભાષઈ છઈ “જિમ-અતીત વિષય જે ઘટાદિક, અછતા જઈ, તેહનું જિમ જ્ઞાન હોઈ, તિમ-ઘટાદિક કાર્ય અછતાં જ, મૃત્તિકાદિક દલથકી સામગ્રી મિલ્યઈ નીપજસ્થઈ. અછતાની જ્ઞાતિ હોઈ, તો અછતાની ઉત્પત્તિ કિમ ન હોઈ ? ઘટનું કારણ દંડાદિક અહે કહું છું. તિહાં લાઘવ છઈ, તુહાર મતિ