________________
૧૨૬
ઢાળ-૩ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વિવક્ષિત કાર્ય નીપજે છે. તેથી તિરોભાવે તે તે કારણમાં તે તે કાર્યની શક્તિ સત્ છે. તેફ વરી = તેથી કરીને “કારણમાં કાર્ય (છરૂ) છે જ એમ માનવું જોઈએ”
..
પરંતુ તે તે કારણમાં તે તે કાર્ય તિરોભાવે (અવ્યક્તપણે) છે. તેથી કાર્ય જણાતું નથી. જ્યારે તે કાર્યને પ્રગટ કરવાની સામગ્રી મળશે ત્યારે તે તે કારણમાંથી તે તે ગુણો અને પર્યાયો વ્યક્ત થવાથી-પ્રગટ થવાથી તેનો આવિર્ભાવ” થયો છે એમ કહેવાય છે. માટીમાં જે ઘટ દબાયેલો હતો, છુપાયેલો હતો, તે જ ઘટ સામગ્રી મળવાથી પ્રગટ થયો છે. જે તંતુમાં પટકાર્ય છુપાયેલું હતું, તે જ પટકાર્ય સામગ્રી મળવાથી આવિર્ભાવને પામ્યુ છે. આ રીતે સર્વે પણ કારણોમાં (પોત પોતાના કારણભૂત દ્રવ્યોમાં) તે તે વિવક્ષિત કાર્યો (ગુણ-પર્યાયો) અવ્યક્ત પણે (તિરોભાવે) રહેલાં જ છે. અને જો રહેલાં છે એમ માનીએ તો જ સામગ્રી મળે છતે પ્રગટ (આવિર્ભાવ) થાય છે. આ વાત સંગત થાય. અને યુક્તિ પણ તેમ જ બેસે છે. વસ્તુનું આવું જ સ્વરૂપ છે. અને વસ્તુનુ તે સ્વરૂપ સહજ છે. અનાદિસિદ્ધ છે. અને સ્વતઃ જ છે. વસ્તુનો તેવો તેવો પારિણામિક સ્વભાવ છે.
""
'आविर्भाव तिरोभाव- पणि दर्शन अदर्शन नियामक कार्यना पर्याय विशेष ज जावा" तेई करी आविर्भावनई सत् असत् विकल्पइं दूषण न होइ, जे माटई-अनुभवनई अनुसार पर्याय कल्पि ॥ ३८ ॥
કારણકાળે કાર્ય તિરોભાવે હતું અને સામગ્રી મળવાથી તે કાર્ય “આવિર્ભાવને” પામ્યું. આવું પદાર્થનું સ્વરૂપ છે. એમ પૂર્વે સમજાવ્યું. ત્યાં કોઈક ભેદવાદી દર્શનકાર અભેદવાદીને ગુંચવણની જાળમાં ફસાવવા પુછે છે કે કાર્યનો જે આવિર્ભાવ થયો તે આવિર્ભાવ શું છે ? તથા તિરોભાવ એ શું છે ?
ઉત્તર– તિરોભાવ અને આવિર્ભાવ એ પણ કાર્યના એક પ્રકારના પર્યાય વિશેષ જ છે. તેમાં આવિર્ભાવ એ દર્શનનો નિયામક પર્યાવિશેષ જ છે અને તિરોભાવ એ અદર્શનનો નિયામક પર્યાય વિશેષ છે. તેથી તિરોભાવકાળે કાર્ય અદૃશ્ય છે. અને આવિભાર્વકાળે કાર્ય દૃશ્ય છે. કાર્યને અદૃશ્ય રાખવામાં એક પર્યાય સાધન છે. અને કાર્યને દૃશ્ય રાખવામાં બીજો પર્યાય નિયામક (સાધન) છે.
પ્રશ્ન- જો આવિર્ભાવ અને તિરોભાવ એ પર્યાવિશેષ જ હોય. તો તે પર્યાયો શું સત્ છે કે असत् છે ? જો સત્ માનો તો પણ દૂષણ આવે છે અને અસત્ માનો તો પણ દૂષણ આવે છે. તે આ પ્રમાણે– જો માટીમાં ઘટનો આવિર્ભાવ પર્યાય સત્ છે. તો ઘટ બન્યા પૂર્વે પણ આવિર્ભાવ સત્ (વિદ્યમાન) હોવાથી ઘટ દેખાવો જોઈએ. પરંતુ ઘટ દેખાતો નથી