________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઘટ થશે. એમ ભૂતકાળમાં અનુભવેલા ઘટના સાધર્મ્સથી ભાવિના વિષયનું પણ સ્મરણાત્મક જ્ઞાન થાય છે) તો આ રીતે જેમ અછતા ઘટનુ જ્ઞાન થાય છે. તેમ “મૃÑિડમાં” ઘટાદિક કાર્ય સર્વથા અછતું જ છે. અને તે મૃÑિડ આદિ ઉપાદાન કારણમાંથી સામગ્રી મળવાથી સર્વથા અછતા ઘટાદિક કાર્ય નીપજે છે. એમ જો માનીએ તો શું દોષ આવે ? તેમાં અમને કંઈ પણ દોષ દેખાતો નથી. જેમ અછતા પદાર્થની જ્ઞપ્તિ (જ્ઞાન) થાય છે તેમ અછતા ઘટાદિક કાર્યની ઉત્પત્તિ પણ ઉપાદાનમાંથી સામગ્રી મળે છતે હો. તો પછી અછતાની ઉત્પત્તિ કેમ ન હોઈ શકે ?
2−alle : e-t?
૧૨૯
घटनुं कारण दंडादिक अम्हे कहुं छं, तिहां लाघव छड़, तुम्हारि मतिं " घटाभिव्यक्तिनुं दंडादिक कारण कहवुं. तिहां गौरव होइ "
તથા વળી તૈયાયિકો કથંચિત્ અભેદવાદી એવા જૈનોને બીજો પણ એક દોષ બતાવતાં કહે છે કે અભેદવાદી એવા હે જૈન ! તમારી માન્યતામાં ગૌરવ છે. અને અમારી (નૈયાયિકોની) માન્યતામાં લાઘવ છે. તે આ પ્રમાણે અમે નૈયાયિકો માટીમાં ઘટ નથી જ (અસત્ જ છે) અને સામગ્રી મળવાથી નવો જ ઉત્પન્ન થાય છે. એમ માનીએ છીએ, એટલે દંડ-ચક્રકુંભકાર-ચીવર (વસ્ત્ર) અને દોરી વિગેરે સામગ્રી “ઘટનું” કારણ છે. એમ કહીએ છીએ. એટલે (ઘટનું આમ) ત્રણ અક્ષરવાળા પદનું કારણ દંડાદિક થયાં, તેથી ત્યાં શરીરકૃત લાઘવ થાય છે. અને તમે જૈનો મૃત્કિંડમાં ઘટ સત્ (વિદ્યમાન) માનો છો. એટલે તમારા મતે ઘટ નવો ઉત્પન્ન થવાનો રહેતો જ નથી. કારણકે પ્રથમથી છે જ. પરંતુ સામગ્રી મળવાથી તે ઘટ પ્રગટ થાય છે. આવિર્ભૂત થાય છે. એટલે કે ઘટની અભિવ્યક્તિ થાય છે. તેથી તમારા મતે તે દંડાદિક સામગ્રી “ઘટનું” કારણ બનતી નથી પરંતુ “ઘટાભિવ્યક્તિનું” કારણ બને છે એટલે (ષટાભિવ્યક્તિ નું) છ અક્ષરવાળા પદનું કારણ બને છે. તેથી તમારા મતમાં “ઘટાભિવ્યક્તિનું” કારણ દંડાદિક તમે કહ્યું છે. આ પ્રમાણે ત્યાં (તમારા મતમાં) શરીરકૃત ગૌરવ થયું. આ તમને બીજો દોષ આવશે. અમારા (નૈયાયિકોના) મતે “ઘટનું” કારણ દંડાદિક સામગ્રી થશે. અને તમારા (જૈનોના) મતે ઘટાભિવ્યક્તિનું કારણ દંડાદિક સામગ્રી થશે. તેથી તમોને શરીરકૃત ગૌરવ થશે. અહીં અક્ષરોના બનેલા પદને શરીર કહ્યું છે.
बीजु अभिव्यक्तिनुं कारण चक्षुः प्रमुख छइ, पणि दंडादिक नथी. ते माटिं भेद पक्ष ज. द्रव्यघटाभिव्यक्तिनुं कारण दंड, भावघटाभिव्यक्तिनुं कारण चक्षुः, तिहां गौरव छइ, તે ન યટજ્ઞ. રૂ-સ્॥
તથા વળી હે જૈન ! તમે સ્મૃÑિડમાં પ્રથમથી જ ઘટ ‘સત્” માનેલ હોવાથી ઉત્પન્ન કરવાનો છે જ નહીં. તમારા મતે તો અભિવ્યક્ત (આવિર્ભાવ) જ થાય છે. એટલે દંડાદિક
૯