SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ થયેલ છે. તેનું ગુજરાતી ભાષાન્તર પૂજ્ય આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રી જયસુંદરવિજયજી ગણિ (જે હાલ પૂજ્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.શ્રી)એ કરેલ છે. (૫૪) ષોડશકવૃત્તિ = મૂલગ્રંથના કર્તા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી છે. ૧૬ વિષયો ઉપર સોળ-સોળ શ્લોકો છે. કુલ ૨૫૬ શ્લોકો છે. તેના ઉપર ૧૨૦૦ શ્લોકો પ્રમાણ સંસ્કૃતટીકા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ બનાવી છે. તેનું નામ “યોગદીપિકા' છે. દેવચંદ લાલભાઈ સુરત તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૫) સ્તવપરિજ્ઞા પદ્ધતિ = આ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. પરંતુ શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ટીકામાં (સ્યાવાદ કલ્પલતામાં) આ ગ્રંથની સાક્ષી આપી છે. તથા પ્રતિમા શતક ગ્રંથમાં પણ સ્તવપરિજ્ઞાની સાક્ષી આપેલ છે. ગ્રંથકારશ્રીના બનાવેલા અનુપલભ્ય ગ્રંથો :પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.શ્રીએ જે બીજા કેટલાક ગ્રંથો બનાવ્યા છે. અને તેવા તે ગ્રંથોની સાક્ષી પ્રચલિત અન્યગ્રંથોમાં તથા વોત્તમમ્મમ: લખીને આપી છે. પરંતુ હાલ જે મળી શકતા નથી તેવા પણ અનેક ગ્રંથો છે. તેની યાદી આ પ્રમાણે છે – (૫૬) અધ્યાત્મબિંદુ () ત્રિસૂયાલોક વિધિ (૭૪) વેદાંત નિર્ણય (૫૭) અધ્યાત્મોપદેશ (૬૬) દ્રવ્યાલોક (૭૫) વેદાંતનિર્ણય સર્વસ્વ (૫૮) અલંકારચૂડામણિ ટીકા (૬૭) પ્રમાં રહસ્ય (૭૬) વૈરાગ્યરતિ (પ) આકરગ્રંથ (૬૮) મંગલવાદ (૭૭) શઠ પ્રકરણ (૬૦) આત્મખ્યાતિ (૬૯) લત્તાદ્વય (૭૮) સિદ્ધાન્તતર્ક પરિસ્કાર (૬૧) કાવ્યપ્રકાશ ટીકા (૭૦) વાદ રહસ્ય (૭૯) સિદ્ધાન્તમંજરી ટીકા (૬૨) છંદચૂડામણિ ટીકા (૭૧) વિચારબિંદુ (૮૦) સ્યાદ્વાદ મંજાષા (૬૩) જ્ઞાનસાર ચૂર્ણિ (૭૨) વિધિવાદ (૮૧) સ્યાદ્વાદ રહસ્ય (૬૪) તત્ત્વલોક વિવરણ (૭૩) વીરસ્તવ ટીકા આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પોતાના બનાવેલા મૌલિક ગ્રંથો ૪૪, ટીકાગ્રંથો ૧૧ અને અનુપલભ્ય ગ્રંથો ૨૬ આમ કુલ ૮૧ ગ્રંથોની વિગત અમને મળી શકી છે તે વિસ્તારરુચિ જીવોના ઉપકાર માટે અહીં લખી છે. ૧૭૧૦ થી ૧૭૪૪ સુધીના ટુંકાગાળામાં આ મહાત્મા પુરુષે અદ્ભુત શાસ્ત્રરચના કરીને કેટલી શ્રુતભક્તિ કરી છે અને તે દ્વારા કેટલી શાસન સેવા કરી છે. તે જાણવાથી તેઓશ્રી કેટલા મહાન પ્રખર પંડિત હશે ? કેટલા અપ્રમાદી હશે ? તે સમજાય છે. તેઓશ્રીને ભાવપૂર્વક લાખો લાખો વંદન.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy