________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૨
૧૦૯ જો ચૈત્રથી પણ ભિન્ન જ માનવામાં આવે તો તે જ્ઞાનથી જેમ મૈત્ર કંઈ જાણી શકતો નથી. તેમ ચૈત્ર પણ કંઈ જાણી શકનાર બનશે નહીં. ધારો કે એક ઘટ રક્ત છે અને પટ શ્વેત છે. પરંતુ તે બન્ને રક્ત અને શ્વેત ગુણો અનુક્રમે પરદ્રવ્ય એવા પટથી તથા ઘટથી જેમ ભિન્ન છે. અને તેના જ કારણે પટ રક્ત નથી કહેવાતો અને ઘટ શ્વેત નથી કહેવાતો. તેવી જ રીતે તે રક્ત અને શ્વેત ગુણો જો સ્વદ્રવ્યથી (ઘટથી અને પટથી) પણ ભિન્ન જ હોય તો “આ ઘટ રક્ત છે” અને “આ પટ શ્વેત છે” એમ પણ કહેવાશે નહીં. અને કહેવાય તો છે જ. માટે પરદ્રવ્યની જેવો સ્વદ્રવ્યની સાથે ગુણોનો એકાન્તભેદ સંબંધ નથી. અવશ્ય કંઈક અભેદસંબંધ (તાદાભ્યસંબંધ) સ્વદ્રવ્યની સાથે છે.
भेद मानतां ते लोपाइ, जीवद्रव्यनइं पुद्गलगुणस्युं जिम भेद छइ, तिम निज गुणस्युं પળ મેદ્ર છઠ્ઠ, તો “હિનો પર્દ ગુપ" “પના પશુપા'' વ્યવહારનો વિત્નો થરૂ માવડું. ते माटई “द्रव्य गुण-पर्यायनो अभेद ज संभवइ."
एहवो अभेदनयनो गुरुनो उपदेश-भणीनइं भव्य प्राणी धारो. ॥३-१॥
ઉપર સમજાવ્યા પ્રમાણે વિવક્ષિત કોઈ પણ ગુણોનો પોતાના સ્વદ્રવ્યની સાથે ભેદ માનતાં શાસ્ત્રસિદ્ધ અને વ્યવહારસિદ્ધ ગુણ-ગુણીભાવની જે વ્યવસ્થા છે. તે વ્યવસ્થા લોપાઈ જાય. જેમ કે પુગલદ્રવ્યના ગુણો જે રૂપાદિ છે. તેનાથી જીવદ્રવ્યનો જેવો ભેદ છે. તેવો ભેદ જીવદ્રવ્યનો પોતાના ગુણો જે જ્ઞાનાદિક છે. તેની સાથે પણ છે એમ જો માની લઈએ તો “આ જ્ઞાનાદિક ગુણોનો આ જીવદ્રવ્ય ગુણી છે” તથા “આ જીવદ્રવ્યના આ જ્ઞાનાદિક ગુણો છે.” એવા પ્રકારનો અનાદિસિદ્ધ અને સર્વજનાનુભવસિદ્ધ વ્યવહાર તથા આવા પ્રકારની ગુણ-ગુણીભાવની વ્યવસ્થાનો વિલોપ થઈ જાય. તે માટે દ્રવ્યથી ગુણોનો અને દ્રવ્યથી પર્યાયોનો કંઈક અભેદસંબંધ અવશ્ય છે જ. એમ અભેદસંબંધ માનવો જ જોઈએ. ર૬ll દ્રવ્યો ગુણ પર્યાયનોજી, ઈ અભેદ સંબંધ | ભિન્ન તેહ જો કલ્પિઈજી, તો અનવસ્થા બંધ રે Iભવિકા.૩-૨ll.
ગાથાર્થ– દ્રવ્યની સાથે ગુણોનો અને પર્યાયોનો અભેદસંબંધ છે. જો તે ભિન કલ્પીએ તો અનવસ્થા દોષનું બંધન થાય છે. li૩-૨I/
બો- વળી અભેદ ઉપરિ યુક્તિ-કહઈ છઈ-દ્રવ્યઇ ક. દ્રવ્યનઇ વિષઇ, ગુણપર્યાયનો અભેદ સંબંધ છઈ. જો દ્રવ્યનઈ વિષઈ ગુણ-૫ર્યાયનો સમવાય નામઈ ભિન્ન સંબંધ કભીઈં. તો અનવસ્થા દોષનું બંધન થાઈ. “જે માટ6 ગુણ-ગુણીથી અલગો