________________
૧૦૮
ઢાળ-૩ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ तेहनो गुणी जीवद्रव्य, पुद्गलद्रव्यना गुण रूपादिक, गुणी पुद्गलद्रव्य, ए व्यवस्था छइ. शास्त्रप्रसिद्ध.
દ્રવ્યાદિકનો ત્રણેનો પરસ્પર જો એકાન્ત ભેદ ભાખીએ તો, એટલે કે દ્રવ્યથી ગુણો, અને દ્રવ્યથી પર્યાયો એકાત્તે અત્યન્ન ભિન્ન જ છે. એમ જો માની લેવામાં આવે તો પરદ્રવ્યની પેઠે સ્વદ્રવ્યને વિષે પણ ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ (વિનાશ) થઈ જાય. તે આ પ્રમાણે
કોઈ પણ દ્રવ્યો પોત પોતાના ગુણથી અને પર્યાયથી ભરેલાં છે. જેમ કે જીવ દ્રવ્યના ગુણો જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક. પુદ્ગલ દ્રવ્યના ગુણો વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિક, ધર્માસ્તિકાયાદિકના ગુણો ગતિસહાયકતાદિ. જીવ દ્રવ્યના પર્યાયો ક્ષાયોપથમિકભાવના મતિશ્રુતાદિ, ઔદયિકભાવના નર-નારકાદિ. પુગલાસ્તિકાયમાં ઘટાદિકના પર્યાયો સ્થાસ-કોશકશુલ-ઘટાદિ. આ પ્રમાણે અનાદિકાળથી તે તે દ્રવ્યોમાં તે તે ગુણો અને તે તે પર્યાયો સ્વતઃ જ રહેલા છે.
જીવદ્રવ્યના ગુણો જ્ઞાનાદિક, અને તે જ્ઞાનાદિક ગુણોનો ગુણી (સ્વામી-માલિક) જીવદ્રવ્ય. એવી જ રીતે પુગલદ્રવ્યના ગુણો રૂપ-રસાદિક, અને રૂપ-રસાદિક ગુણોનો ગુણી પુદ્ગલદ્રવ્ય આવી “ગુણ-ગુણીભાવની” વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અને વ્યવહારમાં પણ અનુભવસિદ્ધ છે. આ વ્યવસ્થામાં ગુણો અને ગુણી વચ્ચે અવશ્ય કોઈક સંબંધ છે જ. અને તે સંબંધનું નામ છે અભેદસંબંધ અથવા તાદાભ્યસંબંધ છે.
જો અભેદસંબંધ ન માનીએ અને ગુણો તથા ગુણીનો એકાન્તભેદ જ માનીએ તો કોઈપણ વિવણિત ગુણો જેમ પરદ્રવ્યથી ભિન્ન છે. તેના કારણે જ પર દ્રવ્યની સાથે તેનો ગુણ-ગુણીભાવ કહેવાતો નથી. તેની જેમ સ્વદ્રવ્યથી પણ જો તેવા જ ભિન્ન છે. એમ માનીએ તો તે ગુણોનો તે સ્વદ્રવ્યને વિષે પણ “ગુણ-ગુણીભાવ” મનાશે નહીં. હાલ જે
સ્વદ્રવ્યની સાથે ગુણ-ગુણીભાવ મનાય છે તેનો ઉચ્છેદ થશે. જેમ કે જ્ઞાનાદિકગુણ પુગલદ્રવ્યથી ભિન્ન છે. તેથી જ્ઞાનાદિક ગુણોનો અને પુગલદ્રવ્યનો ગુણ-ગુણીભાવ સંભવતો નથી. તેવી જ રીતે જો તે જ જ્ઞાનાદિક ગુણો સ્વદ્રવ્ય-જીવદ્રવ્યથી પણ તેવા જ ભિન્ન હોય તો તે જ્ઞાનાદિગુણોનો અને જીવદ્રવ્યનો પણ ગુણ-ગુણીભાવ મનાશે નહીં.
તેથી વિવણિત કોઈ પણ ગુણો જેવા પરદ્રવ્યથી ભિન્ન છે. તેવા જ જો સ્વદ્રવ્યથી પણ ભિન માનીએ તો તે ગુણોને સ્વદ્રવ્ય પણ પરદ્રવ્ય જેવું જ થવાથી કોઈની પણ સાથે “ગુણ-ગુણીભાવ” ઘટશે નહીં. ચૈત્રમાં વર્તતું જ્ઞાન જેવું મૈત્રથી ભિન્ન છે. તેવું જ તે જ્ઞાન