________________
૧૧૦
ઢાળ-૩ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમવાય સંબંધ કહિછે તો તે સમવાયનઇ પણિ અનેરો સંબંધ જોઈઈ. તેહનઈ પણ અનેરો, ઈમ કરતાં કિહાંઈ ઠઈરાવ ન થાઈ.” અનઈ જો સમવાયનો સ્વરૂપ સંબંધ જ અભિન્ન માનો તો ગુણ-ગુણીનઈ સ્વરૂપસંબંધ માનતાં વિઘટઈ કઈ ? જે ફોક નવો સંબંધ માનો છો. ૩-રા
વિવેચન- વત્ની, અમે ૩પરિ યુવિત હફ છ તથા વળી અભેદસંબંધ સમજાવવા ઉપર યુક્તિ દેખાડે છે. દ્રવ્યથી ગુણોનો અને પર્યાયોનો કથંચિત્ અભેદ સંબંધ છે તે માન્યા વિના “ગુણ-ગુણભાવનો ઉચ્છેદ થવાનો દોષ આવે છે તે વાત પૂર્વની ગાથામાં કહી છે. હવે આ ગાથામાં પણ તે અભેદસંબંધ જો ન માનો તો બીજો દોષ જણાવે છે.
द्रव्यइं क. द्रव्यनइं विषइं, गुण-पर्यायनो अभेद संबंध छइ. जो द्रव्यनइं विषई गुणपर्यायनो समवाय नामइं भिन्नसंबंध कल्पीइं तो अनवस्था दोषनुं बंधन थाइं.
દ્રવ્યમાં કહેતાં દ્રવ્યને વિષે (દ્રવ્યની અંદર) ગુણોનો અને પર્યાયોનો અભેદસંબંધ છે. અર્થાત્ ગુણો અને પર્યાયો દ્રવ્યની અંદર અભેદભાવ (સ્વરૂપસંબંધથી-તાદાભ્ય સંબંધથી) રહેલા છે. ગુણોનું અને પર્યાયોનું સ્વરૂપ જ એવું છે કે પોતાના ગુણીમાં તન્મયપણે જ રહે. અને ગુણીનું પણ સ્વરૂપ એવું જ છે કે પોતાના ગુણોને અને પર્યાયોને પોતાનામાં સહજભાવે જ રાખે છે. તે બન્નેની વચ્ચે તાદાભ્યપણું અર્થાત્ અભેદપણું છે.
પ્રશ્ન– કોઈક નૈયાયિક અથવા વૈશેષિક દર્શનાનુયાયી શિષ્ય પ્રશ્ન કરે છે કે “ગુણ અને ગુણીનો” જો અભેદસંબંધ ન માનીએ અને એકાત્ત ભેદ માનીએ તો શું દોષ આવે? કંઈ દોષ દેખાતો નથી. અમે જેમ કહીએ છીએ તેમ બીજી રીતે વ્યવસ્થા થઈ શકે છે. તે આ પ્રમાણે
ધારો કે ગુણોથી અને પર્યાયોથી ગુણી એવું દ્રવ્ય સર્વથા ભિન્ન છે. તો પણ તે બન્નેને જોડનાર તે બન્નેની વચ્ચે “સમવાય સંબંધ” નામનો એક અલગ પદાર્થ જ કલ્પીએ. જેમ બે કાગળને જોડનારો તે બેથી જુદો ગુંદર નામનો ત્રીજો પદાર્થ હોઈ શકે છે. અને તે ગુંદર બને કાગળોને જોડવાનું કામકાજ કરે છે તેવી રીતે આત્મા અને ચૈતન્યને, તથા ઘટપટ અને રૂપાદિને જોડવાનું કામકાજ “સમવાય સંબંધ” નામનો અલગ પદાર્થ કરશે. આ વ્યવસ્થાથી ગુણ-ગુણીભાવના ઉચ્છેદનો પ્રસંગ પણ નહીં આવે, માટે અભેદસંબંધ માનવાની શી જરૂર છે ? સમવાય સંબંધ એટલે નિત્યસંબંધ. કોઈ પણ બે વસ્તુઓની વચ્ચે જે નિત્યસંબંધ છે. તેને અમે સમવાય સંબંધ કહીશું અને આ બન્નેથી અલગ ત્રીજા પદાર્થ તરીકે ગુંદરની જેમ તેને સ્વીકારીશુ. આ રીતે એકાન્ત ભેદ માનીએ તો પણ સમવાય સંબંધ દ્વારા વ્યવસ્થા થઈ શકે છે.