________________
૮૮
ઢાળ-૨ : ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમ્મતિ પ્રકરણ નામના મહાગ્રંથમાં ત્રીજા કાંડની ૧૦મી તથા ૧૧મી ગાથામાં સ્પષ્ટપણે જણાવેલું છે કે ભગવન્તોએ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એમ બે જ નયો કહ્યા છે. માટે બે જ તત્ત્વ છે. જો ત્રીજો ગુણ નામનો પદાર્થ પણ તત્ત્વરૂપે ભિન્ન હોત તો ત્રીજો નય પણ કહ્યો હોત. પરંતુ “ગુણાર્થિક” એવો ત્રીજો નય કોઈ શાસ્ત્રમાં કહ્યો નથી. તેથી “ગુણ” નામનો સ્વતંત્ર પદાર્થ નથી.
ભગવતીજી આદિ આગમોમાં મહાવીર સ્વામી પ્રભુ અને ગૌતમસ્વામીની જે જે પ્રશ્નોત્તરી કહી છે. ત્યાં પણ ગૌતમસ્વામી (આદિ) ગણધરોને ભગવંતે ગુણોને પણ “પર્યાય” એવી સંજ્ઞાથી જ બોલાવ્યા છે. કહ્યા છે. (વારિયા=વ્યાત=લ્યા) તેથી ગુણો એ પર્યાયો જ છે. પરંતુ પર્યાયોથી ગુણ નામનો ભિન્ન પદાર્થ નથી.
ચેતન એવા આત્માનો ગુણ જ્ઞાન (ચૈતન્ય) છે. પરંતુ તે જ્ઞાન ગુણ જ ઈન્દ્રિયવિષયના સંયોગકાળે મતિજ્ઞાનાત્મક બને છે. તે જ જ્ઞાનગુણ વાચ્ય-વાચકના ભાવપૂર્વકના બોધકાળે શ્રુતજ્ઞાનાત્મક બને છે. તથા વળી તે જ શ્રુતજ્ઞાનાત્મક જ્ઞાનગુણ કાળાન્તરે જ્ઞાનાવરણીયના ક્ષયકાળ કેવલજ્ઞાનાત્મક બને છે. અને તે (ભવસ્થ) કેવલજ્ઞાનાત્મક જ્ઞાનગુણ જ મુક્તિગમન સમયે સિદ્ધસ્થ કેવલજ્ઞાનાત્મક બને છે. એવી રીતે ઘટ-પટ આદિ નિર્જીવ દ્રવ્યમાં રહેલો “રૂપ” નામનો ગુણ જે પૂર્વકાલે નીલાત્મક હતો તે જ કાળાન્તરે પીતાત્મક બને છે અને પીતાત્મક રૂપ કાળાન્તરે રક્તાત્મક બને છે. પરંતુ નીલ પીત રક્તાદિ પર્યાયો જુદા છે અને રૂપ નામનો ગુણ જુદો છે. એમ નથી. સમ્મતિ તર્કના ત્રીજા કાંડની ૧૦-૧૧ ગાથામાં ઉપર પ્રમાણે કહ્યું છે. તેથી સમજવું જોઈએ કે ગુણ એ પર્યાયથી ભિન્ન તત્ત્વ નથી.
रूपादिकनइं गुण कही सूत्रिं बोल्या नथी, पणि “वण्णपजवा, गंधपजवा" इत्यादिक पर्यायशब्दई बोलाव्या छइ, ते माटिं-ते पर्याय कहिइं, पणि गुण न कहिइं. अनइं-"एकगुणकालए" इत्यादिक ठामि जे गुण शब्द छइं, ते गणितशास्त्रसिद्ध पर्यायविशेष संख्यावाची छइं. पणि ते वचन गुणास्तिकनय विषयवाची नथी. उक्तं च सम्मतौ
ભગવતીજી આદિ સૂત્રોમાં પરમાત્માની સાથે ગૌતમાદિ ગણધર ભગવંતોની પ્રશ્નોત્તરીના કાળે “રૂપ-રસ-ગંધ-સ્પર્શ ઇત્યાદિ ગુણોને “ગુણ” સ્વરૂપે કહ્યા નથી. પરંતુ વર્ણપર્યાય, ગંધાર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાય ઇત્યાદિ રીતે પર્યાયશબ્દથી જ સંબોધ્યા છે. કહ્યા છે. તે માટે તે રૂપાદિ ગુણોને ગુણ ન કહેતાં પર્યાય જ કહેવા જોઈએ અર્થાત્ પર્યાયો એ જ ગુણ છે અને ગુણ એ જ પર્યાય છે. માત્ર વિવેક્ષાકૃત ભેદ છે. અને કોઈ