SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૨ ૮૯ કોઈ સ્થાનોમાં આ પદાર્થથી આ પદાર્થ એકગુણ કાલો, બે ગુણ કાળો, ત્રણ ગુણ કાળો ઈત્યાદિ શબ્દોનો પ્રયોગ આવે છે. ત્યાં જે “ગુણ” શબ્દનો ઉલ્લેખ થયેલો છે. તે પણ ગણિતાનુયોગમાં એટલે કે ગણિત શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા “ગુણાકારરૂપ પર્યાયવિશેષને જ સૂચવનારો સંખ્યાવાચી શબ્દ છે. પરંતુ ત્યાં પણ તે કથન “ગુણાસ્તિક” નામના નયને સૂચવનારા એવા “ગુણ” નામના વિષયને (પદાર્થને) સૂચવનારો નથી. સારાંશ કે કાળા આદિ રંગની તરતમતાને સૂચવનારો ગુણાકાર અર્થવાળો એ ગુણ શબ્દ છે. પરંતુ ગુણ નામના તત્ત્વને સિદ્ધ કરનારો આ ગુણ શબ્દ નથી. આ ઘટ પણ કાળો છે. અને પેલો ઘટ પણ કાળો છે. પરંતુ આ ઘટથી પેલો ઘટ બમણો કાળો છે. તે ઘટ ત્રણ ગણો કાળો છે. એમ ગુણાકાર અર્થનો સૂચક છે. પરંતુ ગુણ નામના વિષયનો સૂચક નથી. સમ્મતિપ્રકરણના ત્રીજા કાંડની ગાથા ૧૩-૧૪-૧૫માં કહ્યું છે કે जंपति-अत्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । રૂવારું પરિમો, મારું ત મુવિલેણી રૂ-શરૂ છે (સ. પ્ર.) गुणसद्दमन्तरेण वि, तं तु पजवविसेससंखाणं । સિ નવરં સંવાદ-સન્થળો જ ય શુત્તિ રૂ-૧૪ (સ. પ્ર.) जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । દિગિ વિ કુળદે, તવ ચંપિ ઈમ્બે રૂ- II (સ. પ્ર.) પૂર્વ પુરુષો કહે છે કે– શાસ્ત્રમાં એકગુણ (એકગણો), દશગુણ (દશગણો), અને અનંતગુણ (અનંતગણો) રૂપ-રસાદિનો પરિણામ (તરતમભાવ) કહેલો છે. તેથી ગુણ એ તરતમતા સૂચક વિશેષ છે. અર્થાત્ ગુણ એ એક પ્રકારના પર્યાય સ્વરૂપ કહેવાય છે. ૩-૧૩ ગુણશબ્દ (ગુણ નામના) વિષયને જણાવ્યા વિના પર્યાયોના વિશેષોની સંખ્યાને જ જણાવે છે. તેથી ગણિતશાસ્ત્રના ધર્મ તરીકે સિદ્ધ થાય છે પરંતુ “ગુણ” તરીકે સ્વતંત્ર પદાર્થ સિદ્ધ થતો નથી. ૩-૧૪ જેમ (એક એકની કિંમતવાળી) દશવસ્તુઓમાં, અને દશગણી કિંમતવાળી એક વસ્તુમાં, “ગુણ શબ્દ”અધિક વાપરવા છતાં પણ દશપણું સમાન જ છે. તેવી જ રીતે અહીં પણ સમજવું. li૩-૧પી. સારાંશ એ છે કે- ભગવતીજી આદિ આગમશાસ્ત્રોમાં “વUUITMવા” ઇત્યાદિ પાઠોથી રૂપ-રસાદિકને પર્યાય શબ્દથી પ્રતિપાદન કરેલા છે. તથા વ્યવહારમાં પણ આ
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy