________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા—૧૧
પામવાની શક્તિરૂપ છે. એહવું જે કહે છે. તે નિરત માર્ગે એટલે કે નિર્દોષ માર્ગે=રૂડે માર્ગે નથી. જે માટે=કારણકે દિગંબરસંપ્રદાયની આ કલ્પના કલ્પના માત્ર જ છે. કારણકે શાસ્ત્રની સાથે આ વાત મળતી આવતી નથી તથા યુક્તિથી પણ આ વાત સંગતિ પામતી નથી. ત્યાં પ્રથમ શાસ્ત્રની સાથે કેવી રીતે સંગતિ થતી નથી તે હવે પછીની ગાથામાં સમજાવે છે. ૧૯)
૮૧
રે
પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખીઓ, સમ્મતિ ગ્રંથિં વિગતિ રે । જેહનો ભેદ વિવક્ષાવશથી, તે કિમ કહિઇ શક્તિ રે ।। જિનવાણી રંગઈ મનિ ધિરઇ ।।૨-૧૧॥
ગાથાર્થ— “પર્યાયથી ગુણ ભિન્ન કહ્યો નથી’’ આવું સ્પષ્ટવિધાન સમ્મતિ પ્રકરણમાં છે, વિવક્ષામાત્રના વશથી જ જેનો ભેદ કરવામાં આવ્યો હોય તેને શક્તિરૂપ (પર્યાય પામવાની શક્તિવાળો) કેમ માની લેવાય ? ||૨-૧૧
ટબો– પર્યાયથી ગુણ ભિન્ન કહતાં-જુદો ભાખીઓ નથી. સમ્મતિ ગ્રંથિ, વ્યક્તિપ્રગટ અક્ષરŪ. તથાહિ
परिगमणं पज्जाओ, अणेगकरणं गुणत्ति एगट्ठा ।
तह विण गुणति भण्णई, पज्जवणयदेसणा जम्हा ॥३ - १२ ॥
“જિમ ક્રમભાવિપણું પર્યાયનું લક્ષણ છઈ, તિમ અનેક કરવું. તે પણિ-પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છઈ. જ્ઞાન-દર્શનાદિક ભેદ કહઈ છઈ. તે પર્યાય જ છઈ, પણિ ગુણ ન કહિઈ. જે માટિ-દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઈ. પણિ-દ્રવ્ય-ગુણની દેશના નથી' એ ગાથાર્થ.
“જો ઈમ-ગુણ, પર્યાયથી ભિન્ન નથી, તો દ્રવ્ય-ગુણ-પર્યાય’” એ ૩ નામ કિમ કહો છો ?” ઇમ કોઈ કહÛ. તેહનઇં કહિÛ જે “વિવક્ષા કહિÛ ભેદનયની કલ્પના, તેહથી. જિમ તૈનસ્ય ધારા” ઇહાં તેલ નઇં ધારા ભિન્ન કહી દેખાડ્યાં. પણિ ભિન્ન નથી. તિમ ‘સહભાવી ક્રમભાવી કહીનઈં ગુણ-પર્યાય ભિન્ન કહી દેખાડ્યાં. પણિ પરમાર્થÛ ભિન્ન નથી. ઈમ જેહનો ભેદ ઉપચરિત છઈં. તે શક્તિ કિમ કહિÛ ? જિમ ઉપચરિત ગાય દુઝેઈ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ. II ૨-૧૧ ||
વિવેચન– જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાલ આ મૂલ ૬ દ્રવ્યો છે. તે ૬માં જીવ અને પુદ્ગલ દ્રવ્ય સર્વને સમજાય તેમ હોવાથી મુખ્યત્વે તે બે દ્રવ્યને