________________
૮૨ ઢાળ-૨ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશ્રયી સમજાવવામાં આવે છે કે આત્મા એ જીવદ્રવ્ય છે. જ્ઞાનાદિ જીવના ગુણો છે. અને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન આદિ જે પર્યાયો કહેવાય છે તે ગુણના પર્યાયો નથી. પરંતુ જીવદ્રવ્યના જ પર્યાયો છે. મતિ-શ્રુતજ્ઞાનની હીનાધિકતા કે તરતમતા એ પણ ગુણના પર્યાયો નથી પરંતુ જીવના જ પર્યાયો છે. ભવસ્થ કેવલજ્ઞાન કે સિદ્ધસ્થ કેવલજ્ઞાન ઈત્યાદિ પણ જીવના જ પર્યાયો છે. કારણકે ઉપરના સર્વે પર્યાયો ગુણને આશ્રયીને થાય છે. પરંતુ થાય છે તો જીવમાં જ, જીવનો જે જ્ઞાનોપયોગ મતિજ્ઞાન રૂપ હતો તે શ્રુતજ્ઞાનરૂપ થયો. જીવનું જે કેવલજ્ઞાન ભવસ્થસ્વરૂપવાળું હતું તે સિદ્ધસ્થ સ્વરૂપ બન્યું. એમ સર્વે પર્યાયો ગુણને આશ્રયી પ્રવર્તે છે. પરંતુ ગુણમાં પ્રવર્તતા નથી. જીવમાં જ પ્રવર્તે છે. નર-નારકાદિ જેમ ઔદયિક ભાવના જીવના પર્યાયો છે. અને ઔદાયિકભાવ જીવને જ હોય છે. તેમ મતિજ્ઞાનાદિ ગુણવિશેષ અને તેઓની હાનિ-વૃદ્ધિ રૂપ તરતમાતા એ ક્ષાયોપથમિક ભાવના પર્યાયો છે. અને તે ક્ષાયોપથમિક ભાવ પણ જીવને જ હોય છે. તેવી જ રીતે ઘટ-પટ એ પુદ્ગલ દ્રવ્ય છે. રૂપ રસાદિક તેના ગુણો છે. અને નીલ-પીતાદિ રૂપે જે પરાવૃત્તિ થાય છે તે પરાવૃત્તિ પણ ઘટપટ દ્રવ્યના જ પર્યાયો છે. રૂપ-રસાદિકના તે પર્યાયો નથી. કારણકે નીલ-પીતાદિ અને રૂપ એ કંઈ જુદી વસ્તુ નથી. સુરભિ-દુરભિ અને ગંધ એ કંઈ ભિન્ન વસ્તુ નથી. ઘટપટનું જે નીલરૂપ હતું તે જ પીતરૂપે થયું. એટલે ઘડામાં જ પરિવર્તન આવ્યું. રૂપ રસ, ગંધ, સ્પર્શ, આ ચાર ગુણો, અને નીલ, પીત, શ્વેતાદિ તેના ઉત્તરભેદો કંઈ જુદા નથી. જે નીલ છે તે પણ રૂપ જ છે. જે પીત છે તે પણ રૂપ જ છે. જે શ્વેત છે તે પણ રૂપ જ છે. માટે નીલ-પીત શ્વેત-રક્ત અને કૃષ્ણને ક્રમભાવી પણે નીરખીએ ત્યારે તે બદલાતા દેખાય છે માટે પર્યાય કહેવાય છે. અને નીલ પણ રૂપ જ છે. પીત પણ રૂપ જ છે એમ સહભાવપણે જ્યારે જોઈએ છીએ ત્યારે તે ગુણપણે જણાય છે તેથી વસ્તુત ગુણો એ કંઈ પર્યાયથી ભિન તત્ત્વ નથી કે તેને દ્રવ્યની જેમ આધાર બનાવીને શક્તિરૂપ માની શકાય. આ જ વાત ગ્રંથકારશ્રી સમજાવે છે
पर्यायथी गुण भिन्न कहतां-जुदो भाखिओ नथी. सम्मति ग्रंथिं, व्यक्तिं-प्रगट અક્ષરડું, તથાદિ
परिगमणं पज्जाओ, अणेगकरणं गुणत्ति एगट्ठा । તદ વિ જ મુક્તિ મા, પનવાલ નહીં રૂ-૨૨ (સ.પ્ર.)
પર્યાયથી ગુણો એ ભિન તત્ત્વ એટલે કે જુદો પદાર્થ શાસ્ત્રોમાં કહેલો નથી. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સમ્મતિપ્રકરણ નામના મહાગ્રંથના ત્રીજા કાંડની બારમી ગાથામાં આ વાત વ્યક્તપણે એટલે કે સ્પષ્ટ અક્ષરોથી કહી છે. તે આ પ્રમાણે