________________
७६
ઢાળ-૨ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગુણ પર્યાય વિગતિ બહુ ભેદઈ, નિજ નિજ જાતિ વરતઈ રે ! શક્તિરૂપ ગુણ કોઈક ભાષઈ. તે નહીં મારગી નિરતઈ રે //
જિનવાણી રંગઈ મનિ ધરિઇ ર-૧oll ગાથાર્થ– ગુણ અને પર્યાયની વ્યક્તિઓ અનેક પ્રકારની પોતપોતાની જાતિમાં (સ્વભાવમાં) વર્તે છે. કોઈક દર્શનકારો (દિગંબરો) ગુણને પણ (પરિવર્તન પામવાની) શક્તિસ્વરૂપ કહે છે. તે માર્ગી (માર્ગ ઉપર ચાલનારા) જીવો નિર્દોષ માર્ગ નથી. રિ-૧all
ટબો-ઇમ શક્તિરૂપઇ દ્રવ્ય વખાણિઉં. હવઈ-વ્યક્તિરૂપ ગુણપર્યાય વખાણઇ છઇ = ગુણ પર્યાય વ્યક્તિ બહુ ભેદઈ-અનેક પ્રકારિ, નિજ નિજ જાતિ-સહભાવી, ક્રમભાવી, કલ્પનાકૃત આપ આપણઇ સ્વભાવઇ વર્તાઇ છઈ.
કોઈક દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઈ. જે માટઈ તે ઈમ કહઈ કઈ જે - જિમ-દ્રવ્ય-પર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથા ભાવ. જિમ નર-નારકાદિક. અથવા તૈયણુક-ચણકાદિક. ગુણપર્યાય ગુણનો અન્યથાભાવ. જિમ મતિ-શ્રુતાદિ વિશેષ. અથવા સિદ્ધાદિ કેવલજ્ઞાન વિશેષ. ઇમ દ્રવ્ય ૧, ગુણ ૨, એ જાતિ શાશ્વત, અનઇ-પર્યાયથી અશાશ્વત. ઇમ આવ્યું.”
- એહવું કહઈ જઈ, તે નિરતઈ-રૂડઈ માર્ગઈ નહીં. જે માર્ટિ એ કલ્પના શાસ્ત્રિ તથા યુક્તિ ન મિલઈ. રિ-૧૦માં
વિવેચન- આ પ્રમાણે ગુણ અને પર્યાયો પામવાની શક્તિવાળું દ્રવ્ય છે. એમ દ્રવ્યને શક્તિસ્વરૂપ સમજાવ્યું. હવે તેમાં ગુણ-પર્યાયો પ્રગટ થાય છે. વ્યક્ત થાય છે આવિર્ભત થાય છે. તેથી વ્યક્તિસ્વરૂપવાળા (વ્યક્ત થવાના સ્વરૂપવાળા) એવા ગુણ-પર્યાયોને ગ્રંથકારશ્રી જણાવે છે- તે તે ગુણો અને પર્યાયો પામવાની ઓધ શક્તિ અને સમુચિતશક્તિ એમ બે પ્રકારની શક્તિયુક્ત દ્રવ્ય છે. અને તે કારણથી કારણાન્તરો પ્રાપ્ત થયે છતે અને કાર્ય કરવાનો કાળ પાકે છતે તે દ્રવ્યમાંથી પોતપોતાના સજાતીય ગુણ-પર્યાયો પ્રગટ થવા સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી સર્વે પણ દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાય પામવાની શક્તિસ્વરૂપ છે. સુવર્ણદ્રવ્ય કડુ-કુંડલાદિ પર્યાય પામવાની શક્તિવાળું છે. મૃદ્રવ્ય પિંડ-સ્થાસ-કોશાદિ પામવાની શક્તિવાળું છે. જીવદ્રવ્ય નર-નારકાદિ પામવાની શક્તિવાળાં દ્રવ્ય છે. આમ, એકે એક દ્રવ્યો પોતાનામાં રહેલા ગુણ પર્યાયો પામવાની શક્તિવાળાં છે. તેથી તે તે દ્રવ્યને તે તે ગુણ પર્યાયોનું ઉપાદાનકારણ કહેવાય છે. ઉપાદાન કારણભૂત દ્રવ્યમાં જ પોતપોતાના ગુ-પર્યાયો પામવાની શક્તિમત્તા રહેલી છે. કારણાન્તરોની અપેક્ષા પણ સ્વસ્વભાવમાં જ