________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૦ અંતર્ગત જાણવી. દૂરતર કારણભૂત એવા ઉપાદાનમાં ઓઘશક્તિરૂપ (સામાન્યશક્તિરૂપ) અને નિકટતમ કારણભૂત ઉપાદાનમાં સમુચિતશક્તિરૂપ (પરિપક્વશક્તિરૂ૫) યોગ્યતા રહેલી છે. તેથી દ્રવ્યમાં જ ગુણ પર્યાયો પ્રગટ થાય છે. અને દ્રવ્ય પોતે જ પોતપોતાના ગુણ પર્યાયો પામવાની અનંતશક્તિવાળું સ્વયં છે જ. આવા પ્રકારનો દ્રવ્યનો સ્વભાવ જ છે અને તે પણ પોતાનો પારિણામિક સ્વભાવ છે.
પ્રશ્ન- ગુણ અને પર્યાય એ શું છે ? બન્ને ઘટ અને પટની જેમ પરસ્પર ભિન્ન છે કે એકરૂપ છે? જો ભિન્ન હોય તો એકાન્નભિન્ન છે કે વિવેક્ષાકૃત ભિન્ન છે ? જો અભિન્ન હોય તો આવાં બે નામો કેમ ?
ઉત્તર- ગુણ અને પર્યાય ઘટ-પટની જેમ ભિન્ન પદાર્થ નથી પરંતુ દ્રવ્યાત્મક જે ધર્મી-પદાર્થ છે. તેની સાથે સદા કાળ રહેનારા જે ધર્મો છે તે ગુણ છે. અને તે ધર્મોનું જે પરિવર્તન થાય છે. તે પર્યાય છે. જેમ કે જીવ એ દ્રવ્ય છે. તે ધર્મી છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ જે ધર્મો છે. તે જીવની સાથે સદા વર્તતા હોવાથી ગુણો છે. તેને જ ધર્મો કહેવાય છે. તે ગુણોની પરાવૃત્તિ એટલે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિગેરે પર્યાયો છે. કારણકે જ્ઞાન જીવની સાથે સદા હોય છે. પરંતુ મતિજ્ઞાનોપયોગ કે શ્રુતજ્ઞાનોપયોગ સદા હોતો નથી. શ્રુતજ્ઞાનના ઉપયોગ કાળે મતિજ્ઞાનનો ઉપયોગ નથી. અવધિજ્ઞાન આદિના ઉપયોગકાલે મતિજ્ઞાનનો કે શ્રુતજ્ઞાનનો ઉપયોગ નથી આ રીતે મતિજ્ઞાનાદિની પરાવૃત્તિ છે. તેથી તેને પર્યાય કહેવાય છે. એવી જ રીતે પુગલાસ્તિકાયમાં રૂ૫ રસ ગંધ અને સ્પર્શ એ સદા રહેનાર હોવાથી ગુણો છે. પરંતુ શ્વેત-નીલ પીતાદિ પરાવૃત્તિ પામતા હોવાથી પર્યાય છે. આ રીતે “ધર્મ” પણે અભિન્ન અને સહભાવી-ક્રમભાવી પણે કથંચિ ભિન્ન એવા ગુણ-પર્યાયો છે. પરંતુ ગુણોથી પર્યાયો અને પર્યાયોથી ગુણો અત્યન્ત ભિન તત્ત્વ નથી. દ્રવ્યમાં રહેલા જે ધર્મો છે. તે ધર્મોને સહભાવી પણે જોઈએ તો તે ગુણ કહેવાય છે અને તે જ ધર્મોને ક્રમભાવીપણે જોઈએ તો તે પર્યાય કહેવાય છે. માટે ઘટપટની જેમ ગુણ અને પર્યાય અત્યન્ત ભિન્ન નથી. પરંતુ “ધર્મ” સ્વરૂપે વાસ્તવિક એક જ તત્ત્વ છે. માત્ર સહભાવી અને ક્રમભાવી રૂપે તેને જોતાં ગુણ અને પર્યાયમાં વિવેક્ષાકૃત જ ભેદ છે. આ જ વાત આ ગાથામાં કહે છે
___गुण पर्याय व्यक्ति बहु भेदई-अनेक प्रकारं निज निज जातिं सहभावी क्रमभावी कल्पनाकृत आप आपणइं स्वभावइं वर्तइं छइं.
સર્વે દ્રવ્યોમાં પોત પોતાની જાતિને અનુસાર (પોત પોતાના સ્વભાવને અનુસાર) બહુ પ્રકારે ગુણો અને પર્યાયો રૂપ વ્યક્તિઓ વર્તે છે. તે સર્વેમાં સહભાવિત્વ અને