________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૭ શક્તિને પ્રદર્શિત કરનારાં ચિહ્નો ન દેખાય પરંતુ તિરોભાવે પણ શક્તિ હોય તો ખરી જ ત્યાં કાર્યની શક્તિ માનવી તે ઓઘશક્તિ છે.
अनइ-तृणनई दुग्धादिकभावइं-दुग्ध दधि प्रमुख परिणामइं घृतशक्ति कहीइं, ते માણી થી કનડું-નોનÉત્તિ લુહાડું, તે નારં તે સમુચિતશવિત્ત હિડં. = અને તૃણના (ઘાસના) પરમાણુઓ જ્યારે દુગ્ધાદિકભાવે પરિણામ પામે એટલે કે દુધ-દહીં વિગેરે સ્વરૂપે પરિણામ પામે ત્યારે તે દુધાદિકમાં ઘીની શક્તિ છે એમ કહીએ તો તે તેમ (ભાષી છતી) કહી છતી લોકોને ચિત્તમાં સુખ ઉપજાવનારી બને અર્થાત્ લોકગમ્ય હોવાથી લોકો સુખે સુખે આ વાત સ્વીકારી લે છે. તે માટે ત્યાં દુગ્ધાદિકમાં જે ઘીની શક્તિ છે તે સમુચિતશક્તિ કહેવી. જ્યાં કાર્યની શક્તિને પ્રદર્શિત કરનારાં ચિહ્નો દેખાય છે. ત્યાં સમુચિત શક્તિ કહેવાય છે.
अनंतरकारणमांहि समुचित शक्ति, परंपरकारणमांहि ओघशक्तिं ए विवेक. एह २ मुंज अनन्यकारणता प्रयोजकता ए बि बीजां नाम कहइ छइ. ते जाणवू. ॥२-७॥
સારાંશ કે અનંતર કારણમાં સમુચિતશક્તિ છે. અને પરંપરાકારણમાં ઓઘશક્તિ છે. એમ વિવેક કરવો. આ જ બને શક્તિઓનાં અનન્યકારણતા અને પ્રયોજક્તા એવાં બીજાં બે નામો અન્યગ્રંથોમાં કહ્યાં છે. આ વાક્યપ્રબંધમાં પ્રથમ સમુચિતશક્તિનો અને પછી ઓઘશક્તિનો ઉલ્લેખ છે. તેથી અનુક્રમે બે નામો જોડતાં સમુચિતશક્તિનું નામ અનન્યકારણતા અને ઓઘશક્તિનું નામ પ્રયોજતા છે. એમ જાણવું. અનન્યકારણતા એટલે અસાધારણકારણતા, અપૂર્વકારણતા, જ્યાં બીજા કોઈ કારણો બાકી નથી તેવી સંપૂર્ણકારણતા, અર્થાત્ પરિપૂર્ણકારણતા. એવો અર્થ સમુચિતશક્તિનો થાય છે. અને પ્રયોજક્તા એટલે દૂરવર્તી કાર્ય કરવામાં મૂળભૂત બીજરૂપે રહેલી પ્રયોજન ભૂત જે દ્રવ્યશક્તિ આ અર્થ ઓઘશક્તિમાં લાગુ પડે છે. ન્યાય-વૈશેષિક દર્શનશાસ્ત્રોમાં જે કારણને અનન્યથાસિદ્ધ કહેવામાં આવે છે તે જ આ બે કારણો છે. એક નિકટતમવર્તી કારણ છે અને એક દૂરતરવર્તી કારણ છે. પરંતુ કાર્ય કરવામાં બન્ને અતિશય આવશ્યક હોવાથી અનન્યથાસિદ્ધ છે એમ જાણવું.
અહીં પંડિતશ્રી શાન્તિભાઈના કરેલા વિવેચનમાં તથા કવિભોજસાગરજીકૃત દ્રવ્યાનુયોગતર્કણામાં અવાર તા એવો પાઠ ટબામાં છે. તથા પૂ. ધુરંધરસૂરિજી કૃત વિવેચનમાં ટબાની અંદર મચારતા લખીને ફુટનોટમાં મનચRUT લખેલી છે. પરંતુ અર્થસંગતિ મનચRUતા શબ્દથી વધારે ઉચિત બને છે. તેથી અમે તેને અનુસાર અર્થ કર્યો છે. છતાં વિદ્વાન મહાત્માઓએ વિશેષ વિચારવું. તથા દ્રવ્યાનુયોગતર્કણામાં બીજા