________________
૫૪ ઢાળ-૨ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવનો નાશ થતો નથી પણ તેનું જીવત્વ સદા તેનું તે જ રહે છે. જીવત્વ કદાપિ નાશ પામતું નથી કે જીવ જીવપણે મટીને અજીવ થતો નથી, તે તેનું પરિણામિકભાવે (દ્રવ્યના પોતાના સહજ સ્વભાવે) રહેલું આ ઉર્ધ્વતાસામાન્ય છે.
આ ઉર્ધ્વતાસામાન્યમાં દ્રવ્ય એક જ હોય છે. પર્યાયો ભિન્ન ભિન્ન રૂપે અનેક હોય છે. કાળ બદલાતો જાય છે. એક જ દ્રવ્યના ક્રમશઃ થનારા ભિન્ન ભિન્ન પર્યાયોમાં દ્રવ્યના એકત્વની (અન્વયપણાની) જે બુદ્ધિ તે ઉર્ધ્વતાસામાન્ય છે. જ્યારે હવે સમજાવાતા તિર્યસામાન્યમાં દ્રવ્ય અનેક આવશે. પર્યાયો એકસરખા સમાન હોવાથી એક જ લાગશે. કાળ એક વર્તમાન જ આવશે. ભિન્ન ભિન્ન દ્રવ્યનો એક જ કાળે થયેલો એક સરખો સમાન જે પર્યાય. તેમાં જે પર્યાય પણે એકાકારતારૂપે સમાન બુદ્ધિ જે શક્તિથી થાય છે. તે શક્તિને તિર્યસામાન્ય કહેવાય છે. એવું સમજાવાશે. ગ્રંથકારશ્રીએ ઘટનું ઉદાહરણ ઉર્ધ્વતા સામાન્ય સમજાવવામાં આપ્યું છે. જેમ કે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આદિ નવા નવા કાળક્રમે થનારા પર્યાયોમાં માટી તેની તે જ વર્તે છે. માટી અણફરતી અર્થાત્ ન ફરતી જે માટી છે તે ઉ૦સામાન્ય છે. આ અનુભવસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણથી સમજાય તેવી વાત છે. આ જ ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. “મનુ તારિપ્રતીતિáત-સામાન્ય” આ માટી દ્રવ્ય તેનું તે જ છે. તેનું તે જ છે એવી અનુગતાકારની (અન્વયપણાની) બુદ્ધિ જેનાથી થાય છે. તે ઉર્ધ્વતાસામાન્ય છે.
આ ઉર્ધ્વતાસામાન્યના કારણે જ પર્યાયોને આશ્રયી દ્રવ્ય બદલાતું પણ કહેવાય છે. અનિત્ય છે. વિશેષાત્મક છે. અને દ્રવ્યને આશ્રયી દ્રવ્ય બદલાતું નથી, નિત્ય છે. અને સામાન્યાત્મક છે. જો આ ઉર્ધ્વતા સામાન્ય ન માનીએ તો અન્વયપણાની (અનુગતાકારની) જે અનુભવસિદ્ધ પ્રતીતિ થાય છે. તે ન થાય. ગૃહિંડ-સ્થાશ-કોશ-કુશૂલ-ઘટ-કપાલને પરસ્પર કોઈ સંબંધ જ ન રહે. બધા જ પર્યાયો સ્વતંત્ર થઈ જાય. એક પુરુષે બીજા પુરુષને ૫૦ રૂપીયા રવિવારે આપ્યા અને સોમવારે માગ્યા, ત્યારે લેનાર-દેનાર બદલાઈ ગયા હોવાથી કંઈ માંગવાનું કે પાછું આપવાનું રહે જ નહીં. આવી અવ્યવસ્થા થઈ જાય. એક ઘટ બન્યા પછી જ્યાં સુધી તે ઘટ ફુટે નહી ત્યાં સુધી પણ પુરણ-ગલન રૂપ પર્યાયો બદલાતા હોવાથી પ્રતિસમયે ઘટ નવો નવો જ બને. અને તેથી આ એકનું એક ઘટદ્રવ્ય છે. આવો વ્યવહાર થશે નહીં. આ જ વાત શાસ્ત્રકાર મહારાજશ્રી સમજાવે છે.
"जो पिंड-कुशूलादि पर्यायमांहि अनुगत एक मृद्रव्य न कहिइ तो घटादिपर्याय मांहि अनुगत घटादि द्रव्य पणिं न कहवाई" ति वारइं-सर्व विशेषरूप थातां क्षणिकवादी વીદ્ધિનું મત માવડું. = પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વિગેરે રૂપે થતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં જો “ર” નામનું અનુગતાકારવાળું (સર્વ પયાયોમાં અનુસરવાવાળું) એક દ્રવ્ય