________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા–૪
૫૩ જેમ વિંદ કહેતાં માટીનો પિંડ, અને ગૂન કહેતાં કોઠી, તે વિગેરે પિંડ-સ્થા-કોશકુશૂલ-ઘટ-કપાલ આદિ જે જે માટીના આકારો (પર્યાયો) ક્રમશઃ ફરે છે. નવા નવા જે પર્યાયો થાય છે તે સર્વે પર્યાયોમાં માટી જે ફરતી નથી. માટી તેની તે જ રહે છે. આ જ પિંડકુશૂલાદિક આકારોનું ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. કોઈપણ એક દ્રવ્ય કાળક્રમે અનેક પર્યાયો પામે છે. કાળક્રમે આવતા તે તે અનેક પર્યાયોમાં પર્યાય બદલાવા છતાં દ્રવ્ય જે બદલાતું નથી, તે દ્રવ્યમાં રહેલી ઉર્ધ્વતા સામાન્ય નામની શક્તિવિશેષ છે. દ્રવ્યનો આવા પ્રકારનો પારિણામિક ભાવે સ્વભાવ જ છે કે નવાં નવાં રૂપો (પર્યાયો) પ્રતિસમયે બદલાય જ છે. તો પણ આ રીતે પર્યાયો બદલાવા છતાં તે તે દ્રવ્ય પોત પોતાનું (અસલી સ્વરૂપ) દ્રવ્યપણું ત્યજે નહીં. આ પરિણામિક સ્વભાવ જાણવો. અહીં ઉર્ધ્વતા શબ્દ વાપરવાનું કારણ એ છે કે ઉપરાઉપર = અર્થાત્ એક પર્યાય પૂર્ણ થાય તેની ઉપર બીજો પર્યાય, તેની ઉપર ત્રીજો પર્યાય તેની ઉપર ચોથો પર્યાય, એમ ઉપર-ઉપર કાળના ક્રમે આવનારા પર્યાયોમાં દ્રવ્યની પોતાના મૂળરૂપે = એકના એકરૂપે રહેવાપણાની જે શક્તિ છે તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે.
જેમ માટીમાંથી ધારો કે ઘટ બનાવવાનો છે. તેમાં સૌથી પ્રથમ માટીમાં પાણી નાખીને તેને પીગાળવામાં આવે અને મસળીને એકાકાર બનાવવામાં આવે તે પિં. તેમાંથી રકાબી જેવો ગોળાકાર થાય, તે સ્થાન, તેમાંથી કંઈક ઉંચી દિવાલો થાય, તે સોશ, તેમાંથી વધારે ઉંચી દિવાલો ચક્ર ઉપર ફેરવવાથી થાય તે શૂન (કોઠી). તેમાંથી પેટે પહોળો અને ઉપર નીચે સાંકડા આકારવાળો જે ઘડો બની જાય તે પદ અને ઘટ ફુટી જતાં જે ઠીકરાં થાય તે પાત. આ એક ઉદાહરણ માત્ર જ છે. આ માટીમાંથી આવા પ્રકારના નવા નવા પર્યાયો કાળક્રમે ઉપરાઉપર એક પછી એક પામવા છતાં, તે સર્વે પર્યાયોમાં માટી માટીપણે જે ફરતી નથી, તેની તે જ માટી રહે છે. આ માટીદ્રવ્યમાં રહેલી ઉર્ધ્વતા સામાન્ય નામની શક્તિવિશેષ છે. તેવી જ રીતે કપાસ-રૂ-પુણી-તંતુ-પટ આદિ નવા નવા પર્યાયો પામવા છતાં પુગલ દ્રવ્ય તેનું તે જ જે રહે છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. દેવ-તિર્યંચ-નારકી અને મનુષ્યાદિ પર્યાયો બદલાવા છતાં જીવપણું સદા તેનું તે જ રહે છે તે સઘળું ઉર્ધ્વતા સામાન્ય છે.
આ ઉર્ધ્વતા સામાન્યમાં કોઈ પણ દ્રવ્ય એક જ હોય છે અને તેના કાળક્રમે આવનારા પર્યાયો અનેક હોય છે. તે પર્યાયો ભિન્ન ભિન્ન આકારવાળા હોવા છતાં પણ દ્રવ્યનું દ્રવ્યપણે જે સ્વરૂપ છે તે કંઈ પણ ફરતું નથી. ન ફરવાવાળું દ્રવ્યનું જ સ્વરૂપ છે. તે ઉર્ધ્વતાસામાન્ય છે. બાળક જ્યારે બાળક મટીને યુવાન થાય છે ત્યારે બાલ્યાવસ્થાનો નાશ થવા છતાં તેની સાથે મનુષ્યપણાનો નાશ જે નથી થતો તે દ્રવ્યનો પારિણામિક (સહજ) સ્વભાવ છે. તેવી જ રીતે જીવ વારંવાર મૃત્યુ પામીને દેવ-નારકી-તિર્યચ-મનુષ્ય આદિ અવસ્થાઓ પામવા છતાં પણ તે તે અવસ્થાઓના નાશની સાથે અવસ્થાવાળા