________________
પર
ઢાળ-૨ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
મૃત્તિકાના આકાર ફિરઈ છઈ. પણિ તેહમાંહિં માટી ફિરતી નથી. તે પિંડ કુશૂલાદિક આકારનું ઉર્ધ્વતાસામાન્ય કહિઇં. “જો પિંડ-કુશૂલાદિક પર્યાયમાંહિ અનુગત એક મૃદ્ધવ્ય ન કહિછે, તો ઘટાદિ પર્યાયમાંહિ અનુગત ઘટાદિ દ્રવ્ય પર્ણિ ન કહવાઈ.” તિ વારઇસર્વ વિશેષ રૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઇં. અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઇ.
તે માટિં ઘટાદિદ્રવ્ય, અનઇં-તેહનાં સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવનઇ અનુસારઇ પરાપર ઉર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવાં, ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનાઇ વ્યાપઇ છઇં. અનઇ મૃદાદિદ્રવ્ય ઘણા પર્યાયનઇ. “ઇમ નર-નારકાદિક દ્રવ્ય, જીવ દ્રવ્યનો પણિ વિશેષ જાણવો.” “એ સર્વ નૈગમનયનું મત.” શુદ્ધસંગ્રહનયનઇં મતઇ તો સદત વાદઈ એક જ દ્રવ્ય આવઇ, તે જાણવું રિ-૪ll
વિવેચન- સામાન્ય તે દ્રવ્ય હતું. તે સામાન્ય ૨ પ્રારકું છડું, તે ટ્રેડરું છઠું = ઉપરની ગાથામાં “સામાન્ય તે દ્રવ્ય કહેવાય” એમ કહ્યું છે તે સામાન્ય બે પ્રકારે છે. તે બે પ્રકાર હવે જણાવે છે. સમાનપણાની બુદ્ધિ કરાવનારી દ્રવ્યમાં રહેલી જે શક્તિ છે. તે સામાન્ય કહેવાય છે. સર્વે દ્રવ્યોમાં પરિણામિકભાવે જ પોતપોતાના પરિણામોમાં (પર્યાયોમાં) પરિણામ પામવાની શક્તિ રહેલી છે. આ શક્તિ કોઈ કર્મકૃત કે ઈશ્વરકૃત નથી. સહજ જ છે. તે સામાન્યશક્તિને દ્રવ્યશક્તિ કહેવાય છે. આ દ્રવ્ય શક્તિ બે પ્રકારની છે. ૧ ઉદ્ધતા સામાન્યશક્તિ અને ર તિર્યસામાન્ય શક્તિ.
ત્યાં કાળને આશ્રયી જણાતી જે સામાન્યશક્તિ છે. તે ઉર્ધ્વતા સામાન્ય શક્તિ છે. અને ક્ષેત્રને આશ્રયી જણાતી જે સામાન્ય શક્તિ છે. તે તિર્યસામાન્ય શક્તિ છે. ત્યાં પ્રથમ કાળને આશ્રયી જણાતી ઉર્ધ્વતા નામની જે સામાન્યશક્તિ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
उर्ध्वतासामान्यरूप द्रव्यशक्ति ते, कहीइं. जे पूर्व कहिइ-पहिला, अपर क.-आगिलां, गुण क. विशेष, तेहनइं करती, ते सर्वमांहि एकरूप रहई, जिम-पिंड क. माटीनो पिंडो, कुशूल क. कोठी, ते प्रमुख अनेक मृत्तिकाना आकार फिरइ छइ, पणि तेहमांहि माटी રિતી નથી. તે પિંડ-શૂનાવિલ બારનું ઉર્ધ્વતા સામાન્ય વહિવું = ઉર્ધ્વતા સામાન્ય શક્તિ તે કહેવાય છે કે જે પૂર્વ કહેતાં પહેલાં પસાર થઈ ગયેલા, અને મારે કહેતાં ભાવિમાં આગળ આવવાવાળા કહેતાં જે જે વિશેષો અર્થાત્ પર્યાયો થયા છે અને થવાના છે તે સર્વે પર્યાયોને કરનારી = એટલે કે તે સર્વે ક્રમશઃ થનારા પર્યાયોમાં એક સ્વરૂપે રહેનારી પદાર્થગત જે શક્તિ છે. તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે.