________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૪
૫૫
છે. એમ ન કહીએ તો, અર્થાત્ મૃનામનું અન્વય દ્રવ્ય કોઈ નથી જ, આમ જ માની લઈએ તો તે અવસરે આ બધા જ પર્યાયો “દોરો પરોવ્યા વિનાના મણકાની જેવા થવાથી’’પૂર્વાપર સંબંધ વિનાના સ્વતંત્ર થઈ જાય. અને જો એમ જ હોય તો ચૈત્રે કરેલો કોઈ પણ વસ્તુનો અનુભવ જેમ ચૈત્રને સ્મરણમાં આવતો નથી, કારણકે તે ભિન્ન દ્રવ્ય છે. તેવી જ રીતે પ્રથમ દિવસના ચૈત્રે કરેલો અનુભવ બીજા દિવસના તે ચૈત્રને પણ સ્મરણમાં ન જ આવવો જોઈએ. કારણ કે પ્રતિદિનનો ચૈત્ર ભિન્ન ભિન્ન દ્રવ્ય થયું. એવી જ રીતે એક ઘટ બન્યા પછી તે ઘટ ફુટે નહી ત્યાં સુધી પણ પ્રતિસમયે પુરણ ગલનરૂપ પર્યાયો થતા હોવાથી તે પર્યાયોમાં પણ અનુગત એવું એક ઘટદ્રવ્ય છે. એમ પણ નહીં કહેવાય. પ્રતિસમયે નવા નવા ઘટ છે. એવો જ અર્થ થશે. અને તેમ હોય તો કાણા ઘટના સ્થાને બીજા સમયે સર્વથા નવો જ ઘટ થતો હોવાથી સાજો ઘટ પણ થવો જોઈએ કારણ કે તે ભિન્ન ઘટ છે. તથા જગતને તેના તે ઘટની જે પ્રતીતિ થાય છે. તે પણ વિરોધ પામે.
તથા જો આમ પ્રતિસમયે નવા નવા પર્યાયો જે થાય છે. તે જ સ્વતંત્ર પદાર્થરૂપ છે. એમ જો માની લઈએ અને તેમાં કોઈ સામાન્ય અનુગતાકાર દ્રવ્ય નથી આમ માની લઈએ તો સર્વે વિશેષો જ રહેશે. તેમાં અન્વયાત્મક સામાન્ય ન માનતાં ક્ષણિકવાદી બૌદ્ધનો મત જ સિદ્ધ થાય. પરંતુ આ મત યુક્તિથી અને અનુભવથી વિરુદ્ધ હોવાથી સિદ્ધ થતો નથી. કારણ કે જેમ દોરા વિના મણકાઓની ધારા ટકતી નથી. વૃક્ષત્વ માન્યા વિના મૂલ, થડ, શાખા-પ્રશાખા ફુલ-ફળ અને બી ઘટતાં નથી. તેમ અન્વયિદ્રવ્ય માન્યા વિના એકલા વિશેષો પણ સંભવતા નથી. તેથી પ્રતિસમયના વિશેષોમાં અન્વયિદ્રવ્ય (સામાન્ય) પણ છે જ.
अथवा सर्वद्रव्यमांहि एक ज द्रव्य आवई = અથવા જો મૃદ્ દ્રવ્ય અન્વયરૂપે છે. એમ ન માનીએ તો પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આ બધા અત્યન્ન ભિન્ન ભિન્ન વિશેષો જ છે એમ થશે. અને અત્યન્ત ભિન્ન ભિન્ન વિશેષો માત્ર હોવા છતાં “આ એક માટી દ્રવ્ય જ છે” “આ એક માટી દ્રવ્ય જ છે” એમ જે જણાય છે. તેમ ઘટ પટ-મઠખુરશી-ટેબલ-કબાટ વિગેરે પદાર્થો પણ ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવા છતાં તે સર્વે પણ માટી દ્રવ્યની જેમ એકદ્રવ્યરૂપ જ છે. એમ માનવાની આપત્તિ આવશે. એટલે કે એક દ્રવ્યના ક્રમશઃ આવતા વિશેષોને માત્ર વિશેષરૂપે જ માનવા જતાં તેમાં (તે વિશેષો જ છે. છતાં તેમાં) જેમ એક જ દ્રવ્યપણાની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે ઘટ-પટ આદિ સર્વે વિજાતીય દ્રવ્યો પણ વિશેષ વિશેષ રૂપે પ્રતીત થતાં હોવા છતાં તે સર્વે પણ એક દ્રવ્ય રૂપ જ છે. એમ માનવાની આપત્તિ આવશે. સર્વે દ્રવ્યો એક દ્રવ્યરૂપ થઈ જશે. અને જગતમાં આમ મનાતું નથી. અને દેખાતુ નથી માટે સજાતીય પર્યાયોમાં દ્રવ્યનો અન્વય છે. વિજાતીય પર્યાયોમાં દ્રવ્યનો અન્વય નથી. તેથી સર્વે ભિન્ન ભિન્ન દ્રવ્ય સિદ્ધ થાય છે. મૃદ્રવ્યના