________________
૪૮
ઢાળ-ર : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તે માળા નથી. મણકાઓનું વ્યવસ્થિત ગોઠવાયેલું જે વિશિષ્ટ સ્વરૂપ તે માળા છે. તેથી મણકાથી માળા કંઈક ભિન્ન છે. (માળા એવી એકાત્ત ભિન્ન નથી કે માળા એક બાજુ હોય અને મણકા બીજી બાજુ હોય. પરંતુ કથંચિત્ ભિન્ન છે.) તેવી જ રીતે ઉજવલતાવર્તુલાકારતા ઇત્યાદિ જે ગુણો છે. અર્થાત્ ધર્મો છે. અને મોતીની માળા એ ધર્મી છે. તેથી આધાર આધેય ભાવ હોવાથી ઉજ્વળતા અને માળા પણ એવી જ રીતે કંઈક ભિન્ન છે. આ રીતે જેમ માળા-મોતી-ઉજ્વળતાદિક. આ ત્રણે પરસ્પર કંઈક ભિન્ન છે. તેમ દ્રવ્યાત્મકશક્તિ પણ ગુણ-પર્યાયાત્મક વ્યક્તિઓથી કંઈક ભિન્ન છે. (અળગી છે.) જેમ મૃદ્દ દ્રવ્ય છે. શ્યામતા અને રક્તતા એ ગુણ છે. તથા ઘટ-કપાલાદિ આકારતા એ પર્યાય છે. અહીં મૃદ્રવ્ય શ્યામતાદિ ગુણથી અને ઘટાકારાદિ પર્યાયથી કંઈક અળગું છે (ભિન્ન છે.) શ્યામાદિ ગુણો આધેય છે. માટી આધાર છે. માટે ભિન્ન છે. ઘટાકારાદિ પર્યાયો નાશ પામે છે. પરંતુ માટી નાશ પામતી નથી માટે ભિન્ન છે. આ રીતે સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણપર્યાયાત્મક વ્યક્તિઓથી (ધર્મોથી) કથંચિત્ (અળગાં) ભિન્ન છે. છતાં તે ત્રણને કોઈ એકાન્ત ભિન્ન ન સમજે તે માટે કહે છે કે એકપ્રદેશના સંબંધે વળગેલી છે. જ્યાં મોતીની માળા છે ત્યાં જ મોતી છે. અને ત્યાં જ ઉજ્જવલતા છે. એવી રીતે જ્યાં માટી દ્રવ્ય છે. ત્યાં જ શ્યામતાદિ ગુણો છે અને ત્યાં જ ઘટાકારાદિ પર્યાય છે. આ રીતે એક પ્રદેશના સંબંધથી (અર્થાત્ એક જ ક્ષેત્રમાં અવગાહીને રહેવા પણે) આ ત્રણે પરસ્પર વળગેલા છે. ચોંટેલા છે. એકમેક થયેલા છે. અર્થાત્ કથંચિ અભિન્ન પણ છે. આમ જાણો. અહીં ગ્રંથકારશ્રી “વત્ની” શબ્દ મૂળ ગાથામાં વાપરીને એમ સૂચવે છે કે જેમ કપડાને મેલ વળગેલો હોય, ઘડાને ધૂળ વળગેલી હોય, કોઈ માણસને ભૂત વળગેલુ હોય, એક કાગળને બીજો કાગળ ચોંટેલો હોય ત્યાં બધે એકમેક હોવા છતાં પણ બે વસ્તુનો સ્પષ્ટ ભેદ છે. તેવી જ રીતે “વળગેલી છે.” એનો અર્થ જ એ છે કે બે વસ્તુ ભિન્ન ભિન્ન પણ છે અને પરસ્પર એકમેક થયેલી પણ છે. તેમ અહીં દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયોને વળગેલી છે. એટલે કે અભિન્ન પણ છે. પરંતુ એકાન્ત અભિન્ન નથી. અર્થાત્ કથંચિત્ ભિન્ન પણ છે. એમ જાણો.
मोती पर्यायनई ठामि, उज्वलतादिक गुणनइं ठामि, माला द्रव्यनइं ठामि, इम દૃષ્ટાન્ત નોડવો. = ઉપરના ઉદાહરણમાં જે મોતીના દાણા છે તે પર્યાયના સ્થાને સમજવા, ઉજ્વલતાદિ જે ધર્મો છે તે ગુણના સ્થાને સમજવા. અને મોતીની જે માલા છે તે દ્રવ્યના
સ્થાને સમજવી. આ પ્રમાણે આ દૃષ્ટાન્ત દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જોડવું. મોતીના દાણા વારાફરતી બદલાય છે. જેમ જેમ માળા ગણો. તેમ તેમ મણકા અંગુઠા ઉપરથી બદલાતા રહે છે. પરંતુ માળા તેની તે જ રહે છે. તેની જેમ પર્યાયો બદલાતા રહે છે. પરંતુ દ્રવ્ય તો તેનું