________________
४७
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૩ જિમ મોતી ઉજ્જવલતાદિકથી, મોતીમાલા અલગી રે ! ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે !
જિનવાણી રંગાઈ મનિ ધરિઈ //ર-૩ ગાથાર્થ મોતીથી અને ઉજ્વલતાદિથી જેમ મોતીની માલા કથંચિત્ અળગી (ભિન) છે તેવી જ રીતે ગુણ અને પર્યાયાત્મક વ્યક્તિઓથી દ્રવ્યની શક્તિ કથંચિત્ અળગી (ભિન) જાણવી. છતાં એક પ્રદેશાવાહ સંબંધે અભિન્ન પણ છે. અર્થાત્ વળગેલી છે. ચોંટેલી પણ છે. ર-૩
ટબો- તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ પર્યાયનો ભેદ યુક્તિ દેખાડઇ છઇં જિમ-મોતીની માલા, મોતી-થકી તથા મોતીના ઉરૂલતાદિક ધર્મથી અળગી છઈ. તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી અળગી છઈ. તથા એક પ્રદેશ સંબંધઈ વલણી છઈ. ઈમ જાણો. મોતી પર્યાયનઇ ઠામિ. ઉજ્જવલતાદિક ગુણનઇ ઠામિ, માલા દ્રવ્યનઇ ઠામિ, ઇમ દૃષ્ટાન જોડવો. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણઈ સામાન્યવિશેષરૂપ અનુભવિઇ છઇં. તે સામાન્ય ઉપયોગઇ મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છÚ. વિશેષ ઉપયોગઇ ઘટાદિ વિશેષ જ ભાસઇ છઇ. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ જાણવું. વિશેષ, તે ગુણ-પર્યાય રૂપ જાણવાં. ર-૩
વિવેચન- વિદાં પ્રથમ ઢાત્નમëિ દ્રવ્ય--પર્યાયનો ભેદ્ર-વિત રેવાડ છે? = ત્યાં હવે સૌથી પ્રથમ આ બીજી ઢાળની અંદર દ્રવ્ય-ગુણ અને પર્યાયનો જે અપેક્ષાએ ભેદ છે. તે ભેદની યુક્તિ દેખાડે છે. હવે પ્રથમ ભેદ દ્વાર સમજાવવાની શરૂઆત કરે છે. યુક્તિપૂર્વક ભેદ સિદ્ધ કરે છે.
जिम-मोतीनी माला, मोती-थकी तथा उज्वलतादिक धर्मथी अलगी छइं. तिम द्रव्यशक्ति गुण-पर्यायव्यक्तिथी अलगी छइ. तथा एकप्रदेशसंबंधई वलगी छइं. इम जाणो = જેમ મોતીની એક માળાનું ઉદાહરણ લઈએ. જે મોતીની માળા છે. તે માળા, મોતીના મણકાથી અને મોતીઓમાં રહેલી ઉજ્વલતાદિક ધર્મોથી કંઇક અળગી (ભિન્ન) છે. ૧૦૮ દાણા (મણકા) બરાબર દોરામાં પરોવાઈને જે પદાર્થ બને છે તેને માળા કહેવાય છે. એક એક છુટા છુટા જે દાણા (મણકા) હોય છે. તે મોતી કહેવાય છે. અને તે મણકામાં જે ઉજ્વલતા, વર્તુલાકારાદિ ધર્મો છે. તે તેના ગુણો છે. જો મણકા એ જ માળા હોત તો એક એક મણકાને પણ માળા કહેવાત. અથવા પ્યાલામાં ભેગા કરેલા અને દોરામાં ન પરોવાયેલા ૧૦૮ મણકાને પણ માળા કહેવાત. પરંતુ એમ કહેવાતું નથી. તેથી મણકા માત્ર