________________
ઢાળ-૨ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્રણ પ્રકાર છે. તેને પરસ્પર ગુણવાથી નવવિધ પણ ઉપચારે થાય છે. ૧ ગુણ પર્યાયથી દ્રવ્ય કથંચિ ભિન્ન, ૨ કથંચિ અભિન્ન અને ૩ કથંચિભિનાભિન્ન છે. તથા દ્રવ્યપર્યાયથી ગુણ ૪ કથંચિભિન, ૫ કથંચિઅભિન્ન, ૬ કથંચિભિન્નભિન્ન છે. તથા દ્રવ્યગુણથી પર્યાય ૭ કથંચિભિન, કથંચિત્ અભિન્ન અને કથંચિત્ ભિનાભિન્ન છે. આમ નવવિધ પણ થાય છે.
અથવા સંસારવર્તી એકે એક પદાર્થ દ્રવ્યાત્મક પણ છે. ગુણાત્મક પણ છે. અને પર્યાયાત્મક પણ છે. આમ ત્રિવિધ છે. તથા દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, દ્રવ્યમાં ગુણનો આરોપ અને દ્રવ્યમાં પર્યાયનો આરોપ એવી જ રીતે ગુણમાં દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો આરોપ, તથા પર્યાયમાં દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો આરોપ આમ પણ ઉપચારે નવવિધ થાય છે. જેમ કે જીવદ્રવ્ય શરીર સાથે ભળ્યું છતું જૈનાગમોમાં જીવને પુદ્ગલ પણ (જડ પણ) કહ્યો છે. (આ રાસની ઢાળ ૭મી ગાથા ૬ઠ્ઠી). તથા જીવ, અરૂપી હોવા છતાં શરીર સાથે ભળ્યો છતો ઉપચારે રૂપી પણ કહેવાય છે. તેવી જ રીતે શરીર સાથે ભળ્યો છતો પાંચ-છ ફુટની ઉંચાઈ, એક-દોઢ ફુટની પહોળાઈ, અને અડધા ફુટની કે એકફુટની જાડાઈ, અવા પ્રકારના સંસ્થાન રૂપ પર્યાયવાળી પણ કહેવાય છે. આ રીતે જીવદ્રવ્યમાં પુગલદ્રવ્યનો, પુદ્ગલના ગુણોનો, અને પુલના પર્યાયોનો ઉપચાર કરવાથી દ્રવ્યના ત્રણ ભેદ થયા તેવી જ રીતે ગુણમાં પણ દ્રવ્યાદિ ત્રણનો, અને પર્યાયમાં પણ દ્રવ્યાદિ ત્રણનો ઉપચાર કરી શકાય છે. જેથી ઉપચારે નવવિધ પદાર્થ પણ સિદ્ધ થાય છે. (વિશેષ ઉદાહરણો ૭મી ઢાળની ગાથા ૬ થી ૧૧માં અર્થાત્ ગાથા ૯૫ થી ૧૦0માં જુઓ) આ રીતે એક એકમાં ત્રણ ત્રણ ભેદ આવે છે. તેથી નવભેદો પણ ઉપચારે થાય છે.
तथा त्रिलक्षण-उत्पाद-व्यय-ध्रौव्य स्वरूप छइ. एहवो एक पदार्थ जैन प्रमाणइं પાવ્યો. કાર રૂપ પદ્ધ ના નવાં = તથા સર્વ પદાર્થો ઉત્તર સમયવર્તી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદવાળા, પૂર્વ સમયવર્તી પર્યાયની અપેક્ષાએ વ્યયવાળા અને દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવતાવાળા છે. આમ, એકે એક પદાર્થનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સ્વરૂપ છે. આવો (એક) એક પદાર્થ છે પોત-પોતાના ગુણ-પર્યાયથી ભિન્નભિન્ન છે. ત્રિવિધ પણ છે. ઉપચારે નવવિધ પણ છે. અને ત્રણે લક્ષણોથી યુક્ત પણ છે. આવો એક એક પદાર્થ છે એમ જૈનદર્શન જણાવે છે. અને તે જ પ્રમાણે પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણોથી સિદ્ધ પણ થાય છે. આ ગાથાનાં આ સર્વે પદો દ્વારરૂપ સમજવાં. એટલે કે આ રાસમાં (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયોનો પરસ્પર ભેદઅભેદ સમજાવાશે. (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય (ના ભેદ-પ્રતિભેદો) સમજાવાશે. અને (૩) ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય એમ ત્રણ લક્ષણો સમજાવાશે આ ગ્રંથમાં શું સમજાવાશે? તે જણાવવા આ દ્વારોનું પ્રતિપાદન કર્યું છે. એમ જાણવું. [૧૧